Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો : દર્શન નાયક

સુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો : દર્શન નાયક

Our Visitor

009865
Total Users : 9865
Total views : 11544
Who's Online : 1

સુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો : દર્શન નાયક

સચિન, પાંડેસરા જીઆઇડીસી તથા હજીરા , કીમ,સાયણ, કરંજ અને પીપોદરા વિસ્તાર માં આવેલા એકમો દ્વારા ફેલાવાતા વાયુ પ્રદુષણથી બીમારીઓનું વધતું પ્રમાણ. : દર્શન નાયક.


પ્રદૂષણ ઓકતા ઉદ્યોગ ગૃહો સામે અવારનવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતી રજૂઆતોની બે અસર.


મકાનોની છત પર છવાઈ રહી છે પ્રદૂષણની કાળી ચાદર.


સુરત તા:૧૦

ઔદ્યોગિક નગરી ગણાતા સુરતના પાંડેસરા અને સચિન જીઆઇડીસી તથા હજીરા,કીમ,સાયણ પીપોદરા,કરંજ સહિતના વિસ્તારમાં ધમધમતા ઉદ્યોગો દ્વારા ફેલાવાતા વાયુ પ્રદૂષણને કારણે ખેતી, પશુપાલન, માછીમારી જેવા પરંપરાગત વ્યવસાયો તો કેટલાક ક્ષેત્રોમાં આસપાસના રહેણાંક વિસ્તારોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને માનવ વસાહતોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મુક પ્રેક્ષક બનીને મોટા ગજાનાં વાયુ પ્રદુષણ ઓકતા ઉદ્યોગ ગૃહો સામે કોઈ અસરકારક કામગીરી કરતું ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હોવાનું સામાજિક અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને સામાજિક આગેવાન દર્શન નાયક દ્વારા તંત્રને આડેહાથ લેતા જણાવ્યું છે કે ઔદ્યોગિક વિકાસ કોઈપણ વિસ્તારની પ્રગતિ નું માપદંડ ગણાય છે ઉદ્યોગોના વિકાસ થકી જે તે વિસ્તારમાં માળખાગત સુવિધાઓના વિકાસની સાથે રોજગારીની વિપુલ તકોનું સર્જન થતું હોય છે પરંતુ સ્થાનિક માનવ વસાહતો માટે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ મોટી પરેશાની નું કારણ બને છે ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા જળ-વાયુ -પ્રદૂષણ આસપાસની માનવ વસાહતો માટે નકારાત્મક અસરો કરતા હોય છે

સુરતને અડીને આવેલા પાંડેસરા જીઆઇડીસી તેમજ સચિન જીઆઇડીસી અને હજીરા આને કીમ , સાયણ, માંડવી પીપોદરા,કરંજ સહિતના વિસ્તારમાં નાના મોટા અસંખ્ય ઉદ્યોગો સતત દિન રાત ધમધમી રહ્યા છે આ ઉદ્યોગો ના કારણે સચિન, પાંડેસરા, ભેસ્તાન તથા ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના આસપાસના ગામો માં વસવાટ કરતી માનવ વસાહતને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આસપાસમાં ધમધમતા ઉદ્યોગોમાં કારણે વાયુ પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે હવામાં ઝેરી વાયુનું પ્રમાણ વધતા લોકોને શ્વસન સંબંધીત બીમારીઓના ભોગ બનવું પડી રહ્યું છે ઉદ્યોગો દ્વારા ફેલાવવામાં આવતા ધુમાડા સહિતના પ્રદૂષણના કારણે વડીલો તેમજ બીમાર લોકોની હાલત વધુ કફોડી બની રહી છે ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરી સુરતમાં કાર્યરત હોવા છતાં આવા ઉદ્યોગ ગૃહો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ સામે અધિકારીઓની મીઠી નજર હોવાની આશંકા મજબૂત બની રહી છે તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં બે- અસર રહી હોય તેમ ઉદ્યોગ ગૃહો સામે કોઈ જ અસરકારક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હોય તેમ જણાતું નથી ફેક્ટરીમાંથી જે ઝેરી ધુમાડો અને કોલસાની ભૂકી હવામાં ફેલાય છે તેનાથી આસપાસ ની ખેતીલાયક જમીનને નુકસાન થવાની સાથે ફળદ્રુપ જમીન પ્રદૂષણના કારણે બંજર બની રહ્યા ની ફરિયાદો પણ ઉઠવા પામી રહી છે બીજી તરફ રહેઠાણ મકાનોની છત તેમજ છાપરા પર પણ કાળી ડસ્ટની ચાદર પથરાઈ જાય છે હવામાં ફેલાતી ઝેરી ડષ્ટથી લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવા રોગો થઈ રહ્યા છે ઉદ્યોગ ગૃહોની નજીકથી પસાર થતાં માર્ગો પર રાત્રિના સમયે વાહનચાલકોને પ્રદૂષણની વધુ અસરો જોવા મળી રહી છે સચિન જીઆઇડીસી પાંડેસરા જીઆઇડીસી તથા હજીરા વિસ્તારમાં દિવસ રાત ધમધમતી ફેક્ટરીઓ તથા એકમો સ્થાનિક લોકો માટે પરેશાનીનું કારણ બની રહી છે ત્યારે વારંવાર થતી રજૂઆતોને ગંભીરતાથી લઈ જીપીસીબી પ્રદૂષણને નિયંત્રણમાં લેવા કડક કાર્યવાહી કરે તે ઇચ્છનીય હોવાની લાગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.


દક્ષિણ એશિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં સુરત અને અમદાવાદ નો સમાવેશ.

ઉલ્લેખનીય છે કે WHO પ્રમાણે પ્રદૂષિત એવા પી.એમ. ૨.૫ નું પ્રમાણ સામાન્ય કરતાં ૨.૨ ઘણું વધારે જોવા મળી રહ્યું છે.સેટેલાઈટમાં સેટ કરવામાં આવેલા ઇન્સ્ટ્રુ મેન્ટસથી જોવામાં આવતા યુરોપિયન બેજ સ્પેસ એજન્સી દ્વારા પ્રદૂષિત થવાના ભય જનક સ્તરમાં દક્ષિણ એશિયાના ૧૮ જેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ, સુરત, બેંગ્લોર, ચેન્નાઇ, મુંબઈ, પુણે, હૈદરાબાદ, કોલકત્તા, કરાચી, ચિત્તાગોંગ, ઢાકા નો સમાવેશ થાય છે આ તમામ શહેરોમાં નાઇટ્રોજન ઓક્સાઈડ પી એમ ૨.૫ ના પાર્ટીકલ થકી નાગરિકોના ફેફસાને નુકસાન કરી રહ્યો છે જાણકારોના મતે નાઇટ્રોજન ઓક્સાઈડ ના વધવાથી અને એમોનિયાના સંયોજનથી જે પાર્ટીક્યુલેટ ૨.૫ વાતાવરણમાં વધે છે જેના કારણે ભયજનક રીતે ફેફસાના રોગોમાં વધારો થયો છે અને દસ વર્ષમાં ફેફસાના રોગોમાં ત્રણ ગણો વધારો થયો છે.


સુરતની આસપાસ ધમધમતા ઉદ્યોગો ફેલાવી રહ્યા છે ઝેરી પ્રદૂષણ, લોકોના આરોગ્યને ખતરો : દર્શન નાયક

Related posts

ગોત્રી પોલીસ બની બેરહેમ! આરોપીએ 10 લાખ ના આપતાં એવો માર્યો કે ચાલવા લાયક પણ ના રાખ્યો, કોર્ટે કરી લાલ આંખ

Ritesh Parmar

અમદાવાદના રખિયાલમાં જુગારધામ પર દરોડો: 32 ઝડપાયા, સ્થાનિક પોલીસના રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ

Ritesh Parmar

અમદાવાદમાં લૂટારુઓ બન્યા બેફામ!
નિકોલમાં બની લૂંટની ઘટના, મહિલાના હાથમાંથી મોબાઈલ ફોનની કરાઈ ચીલઝડપ! એકલી જતી મહિલા પાસેથી બાઈક ઉપર આવેલા લૂટારુઓ કરી લૂંટ, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment