Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આજે રાત સુધીમાં ADG, IG, DIG ની બદલીઓનો આદેશ આવી શકે છે! રાજકોટના નવા પોલીસ કમિશ્નર પણ જાહેર થશે!

આજે રાત સુધીમાં ADG, IG, DIG ની બદલીઓનો આદેશ આવી શકે છે! રાજકોટના નવા પોલીસ કમિશ્નર પણ જાહેર થશે!

Our Visitor

013161
Total Users : 13161
Total views : 15406
Who's Online : 1

આજે રાત સુધીમાં ADG, IG, DIG ની બદલીઓનો આદેશ આવી શકે છે! રાજકોટના નવા પોલીસ કમિશ્નર પણ જાહેર થશે!

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતમાં આઈપીએસમાં લાંબા સમયથી રાહ જોવાતી બદલીમાં આજે સતાવાર ઓર્ડર નીકળ્યા બાદ હવે સાંજ સુધીમાં આઈજી, ડીઆઈજી અને એડી.ડીજી કક્ષાના અધિકારીઓની બદલીના ઓર્ડર આવવાની શકયતા ઉચ્ચ વર્તુળોએ દર્શાવી છે. હાલ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં આ અંગેની બેઠક ચાલુ છે અને આઈજી, ડીઆઈજી તથા એડી.ડીજી ના બદલી અને સંભવત: એકાદ બે બઢતીના ઓર્ડર આવશે.
જેમાં રાજકોટના નવા પોલીસ કમિશ્નર અને રાજકોટ રેન્જના નવા ડીઆઈજીની પણ નિમણુંકની તૈયારી છે જેમાં હાલ બે નામ બોલાઈ રહ્યા છે. પ્રથમ નામ રાજુ ભાર્ગવ કે જેઓ હથિયારધારી એકમમાં એડીજી આર્મ્સ યુનીટમાં ફરજ બજાવે છે તે ઉપરાંત રાજકોટમાં ફરજ બજાવતા એડીજી આર્મ્સ યુનીટના પ્રફુલકુમાર રોશનનું નામ ચર્ચામાં હોવાનું માનવામાં આવે છે.

શ્રી રોશન ડેપ્યુટેશનમાંથી પરત આવ્યા બાદ તેઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું અને રાજકોટમાં આર્મ્સ યુનીટના એડીજી તરીકે મુકાયા હતા. બીજી તરફ ગાંધીનગરમાં એક નવી રેન્જ ઉભી કરાઈ છે અને ત્યાં પણ નવા અધિકારીની નિયુક્તિ થશે. રાજકોટના રેન્જ આઈજી સંદીપકુમારની પણ બદલીની તૈયારી છે અને ત્યાં પણ નવા અધિકારીને નિયુક્તિ અપાશે. આ ઉપરાંત રાજયમાં સીનીયર અધિકારીઓમાં પણ અનેક ફેરફારો તોળાઈ રહ્યા છે.


આજે રાત સુધીમાં ADG, IG, DIG ની બદલીઓનો આદેશ આવી શકે છે! રાજકોટના નવા પોલીસ કમિશ્નર પણ જાહેર થશે!

Related posts

Rally organized by Seventh Day Adventist Arts and Science College to create public awareness about road safety and traffic rules

Ritesh Parmar

લીંબડી / જુગારકાંડમાં રેન્જ આઈજી અશોક યાદવે તપાસના આદેશ આપ્યા! જુગારના સંચાલકના પોલીસ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ, LCB એ રેડ કરતા સ્થાનિક પોલીસની પોલ ખુલી , હવે કસૂરવાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામે પગલા ભરાશે?

Ritesh Parmar

રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે ફરી એક વખત પોલીસની બદલીઓ કરી! 3 વર્ષથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને ટ્રાફીકમાં મુક્યા!

Ritesh Parmar

Leave a Comment