Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગોલમાલ હે ભાઈ…. તાપી જિલ્લામાં મોટા પાયે ચાલી રહ્યું છે રેતી ખનનનું કૌભાંડ! મુખ્યમંત્રી અને કલેકટરને પત્ર લખાયો, વહીવટી અધિકારીઓ અને કસૂરવાર ઈસમો સામે કાર્યવાહી કરવા દર્શન નાયકે કરી માંગ

ગોલમાલ હે ભાઈ…. તાપી જિલ્લામાં મોટા પાયે ચાલી રહ્યું છે રેતી ખનનનું કૌભાંડ! મુખ્યમંત્રી અને કલેકટરને પત્ર લખાયો, વહીવટી અધિકારીઓ અને કસૂરવાર ઈસમો સામે કાર્યવાહી કરવા દર્શન નાયકે કરી માંગ

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 1

ગોલમાલ હે ભાઈ…. તાપી જિલ્લામાં મોટા પાયે ચાલી રહ્યું છે રેતી ખનનનું કૌભાંડ! મુખ્યમંત્રી અને કલેકટરને પત્ર લખાયો, વહીવટી અધિકારીઓ અને કસૂરવાર ઈસમો સામે કાર્યવાહી કરવા દર્શન નાયકે કરી માંગ

ટાઈમ્સ ઓફ અમદાવાદ – તાપી જિલ્લા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રજાહિત માટેના પ્રશ્નો ખાતર ખડેપગે રહી પુરી તાકાત સાથે લડતા નેતા શ્રી દર્શન નાયકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તાપી કલેકટરને પત્ર તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર રેતી રેતી ખનન કૌભાંડની જાણ કરી છે. વધુમાં દર્શન નાયકે પત્રમાં જણાવ્યું હતું કે તાપી જીલ્લામાં જે તે સમયનાં ભૂસ્તરશાસ્ત્રીની ફરજ દરમ્યાન તાપી જીલ્લાના નિઝર/કુકરમુંડા તાલુકાનાં જુદા જુદા ગામોમાં મંજૂર કરાયે સાદી રેતી ખનીજની ક્વોરીલીઝોમાં અમુક ખાસ રેતી લીઝ મંજુર થયેલ.જે મજૂરી તા.૦૧/૦૬/૨૦૨૩ પત્ર ક્રમાંક નં.જીટી/ક્યુંએલ/સા.રેતી/સામેકાંઠે/૧૦૪૫ થી આપવામાં આવેલ હતી. તે લીસ્ટ આ પત્ર સાથે સામેલ કરેલ છે .પરંતુ જે તે સમયનાં ભૂસ્તરશાસ્ત્રી મેળાપીપણામાં આ તમામ જગ્યામાં લીઝમાં રેતી પરિવહન કરવા માટે રસ્તો ન હોવાનું કારણ દર્શાવી “સામા કાંઠા” ના ગામોમાં રેતી લીઝ ની પરવાનગી મંજુર કરાવી નદી પટ્ટની સરકારી પડતર વાળી જગ્યામાં બિનધિકૃત રીતે રેતી ખનન કરવા માટે આવી પરવાનગી આપવામાં આવી હતી. એવું અમોને લાગી રહેલ છે. મા.કલેકટર શ્રી,તાપી દ્વારા જે તે સમયે જ્યારે આ પરવાનગી આપવામાં આવી ત્યારે જો પરવાનગી આપવામાં આવેલ જગ્યા માટે જો પરિવહન કરવા માટે નો રસ્તો જ ન હતો તો આ સામા કાંઠાની પરવાનગી જયારે આપવામાં આવી તે પહેલા રેતી લીઝ માં વાર્ષિક ( J ) ફોમ ચેક કરવામાં આવે તો માલુમ પડશે કે તમામ રેતી લીઝમાં પરિવહન કરવા માટે રસ્તોજ ન હતો . તો આ રસ્તા વગર આ રોયલ્ટી નો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કર્યો હશે? તો આ તમામ રોયલ્ટી કુકરમુંડા/નિઝર ની નજીક મહારાષ્ટ્ર માં અથવા કોઈ અન્ય સ્થળે ગેરકાયદેસર રોયલ્ટી નો ઉપયોગ કર્યો હશે ? અને આ તમામ માહિતી તાપી જિલ્લાનાં ભૂસ્તરશાસ્ત્રી ને માહિતી હોવા છતાં કેમ કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા? તો આ તમામ બિનધિકૃત રેતી ખનનમાં તાપી જીલ્લાનાં વહીવટી તંત્રના જવાબદાર અધિકારી ની મુખ્ય ભૂમિકા હશે ?

આ તમામ રેતી લીઝ કે જેને “સામા કાંઠા” ની જગ્યા માં પરવાનગી આપવામાં આવી છે એ તમામ રેતી લીઝ ની પરવાનગી માં મા. કલેકટર શ્રી,તાપી જીલ્લાનાં તારીખ ૦૧/૦૬/૨૦૨૩ પત્રક્રમાંક નં.જીટી/ક્યુંએલ/સા.રેતી/સામેકાંઠે/૧૦૪૫ માં જણાવ્યા મુજબ જુદા જુદા અરજદારો દ્વારા અવારનવાર ફરિયાદો/રજુઆતો માન. મુખ્યમંત્રી તથા અન્યોને સંબોધીને કરવામાં આવેલ હતી તેમજ રાજકીય આગેવાનો તથા સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા મે. કલેકટરશ્રી તાપી ને રજૂઆત કરી જણાવેલ કે પટ્ટેદારશ્રીઓને મંજુર થયેલ કવોરીલીઝો ના વિસ્તાર સિવાયના સામાકાંઠાએ સાદી રેતી ખનીજ નું ખનન કરતા આવેલ છે. આ રજૂઆત અન્વયે તારીખ ૨૦/૦૪/૨૦૨૩ ના રોજ ૧૨:૦૦ કલાકે રૂબરૂ સુનાવણી રાખવામાં આવેલ સુનાવણી માં લીઝ પેટેદારો દ્વારા લેખિત રજૂઆત કરેલ હતી. જેમાં નિઝર/કુકરમુંડા તાલુકાનાં જુદા જુદા ગામોમાં સામાકાંઠાની પરવાનગી ચાલુ રાખવાની રજૂઆત કરવામાં આવેલ જે રજૂઆત કલેકટર સાહેબે આવી પરવાનગી રદ કરવા જણાવેલ હતું તથા દિન ૧૫માં મંજુર કરાયેલ રેતીલીઝ ના પોતાના મંજૂર થયેલ વિસ્તારમાં પ્લેટફોમ બનાવી ખનન કરવા જણાવેલ હતું તથા સદર વિસ્તારમાં તપાસ દરમ્યાન જો કોઈ ગેરરીતિ જોવા મળશે તો નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું જણાવેલ હતું.પરંતુ આ પત્રમાં કરવામાં આદેશ ફક્ત એક કાગળ પર શોભાનો જ રહી ગયો હોય એવું લાગી રહું છે.કેમ કે હાલમાં પણ નિઝર/કુકરમુંડા તાલુકાનાં જુદા જુદા ગામોમાં સામાકાંઠામાં મંજૂરી વગર જ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે તથા નદીના પટ્ટને નુકસાન કરી ખનીજ બિનઅધિકૃત રીતે ખનન કરી રહ્યા હોય એવું સ્થાનિક લોકો તથા ગ્રામજનોની રજૂઆતનાં આધારે અમોને લાગી રહ્યું છે.

લડાયક નેતા દર્શન નાયકે અંતમાં જણાવ્યું હતું કે અમારા દ્વારા કરવામાં આવેલ રજુઆતની બાબતે તત્કાળ યોગ્ય તપાસ કરાવી જે ઇસમો દ્વારા આવી મંજૂરી વિના અનઅધિકૃત રેતી ખનન કરી સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવી રહી હોય તેમની સામે દંડાત્મક તથા દાખલો બેસે આવી કાર્યવાહી કરવામાં આવે તથા સદરહુ બાબતે પોતાની જવાબદારી નિભાવવામાં બેદરકારી દાખવનાર વહીવટી તંત્રના તમામ અધિકારીઓની પણ તપાસ કરી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે આવી અમોની લોકહિતમાં માગણી અને લાગણી છે.


ગોલમાલ હે ભાઈ…. તાપી જિલ્લામાં મોટા પાયે ચાલી રહ્યું છે રેતી ખનનનું કૌભાંડ! મુખ્યમંત્રી અને કલેકટરને પત્ર લખાયો, વહીવટી અધિકારીઓ અને કસૂરવાર ઈસમો સામે કાર્યવાહી કરવા દર્શન નાયકે કરી માંગ

Related posts

ગોંડલની ” સબ જેલમાં લાંચ લેતા હવાલદાર ઝડપાયો! કેદીને મોબાઈલ ફોન ઉપર વાત કરવા અને સુવિધા આપવા માટે માંગી હતી લાંચ, ACB એ હવાલદારને ઝડપી પાડ્યો

Ritesh Parmar

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિજે બ્યુરોક્રેસી પર ઉઠાવ્યા ગંભીર સવાલ, કહ્યું સત્તા બદલતા જ પાટલી બદલી નાખે છે પોલીસ

Ritesh Parmar

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment