


અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક સાહેબ કે જે એક ઈમાનદાર IPS ઓફિસર તરીકેની સ્પષ્ટ છબી ધરાવે છે. થોડાક સમય પહેલા અમદાવાદ શહેરમાં ચાલતી બેફામ દારૂ જુગાર અને એમડી ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે સમગ્ર અમદાવાદ પોલીસની છબી ખરડાઈ હતી. તેને લઈ ગાંધીનગર ગૃહવિભાગે પણ ગંભીર નોંધ લીધી હતી. અને તેને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર તરીકે કડક અને ઈમાનદાર IPS અધિકારી જી એસ મલિક સાહેબને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદથી શહેરમાં ચાલતી દારૂ જુગારની તેમજ માદક પદાર્થોની પ્રવૃતિઓને નેસ્તોનાબૂદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભમાં પોલીસ કમિશ્નર જી એસ મલિક સફળ થઈ રહ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.પરંતુ અમુક સંવેદનશીલ વિસ્તારોમાં અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ/કર્મીઓના લીધે હજુ પણ ચોરી છુપે દારૂના અડ્ડાઓ અને જુગારધામો ચાલી રહ્યા હોવાના ઘણા બનાવો સામે આવ્યા છે. પરંતુ પોલીસ કમિશ્નર જી એસ મલીકના ઈરાદા સ્પષ્ટ છે. તે કોઈપણ ભોગે આવી અસામાજિક પ્રવૃતિઓને ડામવા જરૂરી પગલા ભરી રહ્યા છે. જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમા ક્રોસ રેડ કરાવી તેમજ PCB, SOG અને ક્રાઈમબ્રાન્ચ જેવી વિશ્વસનિય એજન્સિઓ દ્વારા ધારધાર અને અસરકારક કામગીરી કરાવી અમદાવાદમાં ચાલતી અસામાજિક બદીઓને ડામવા ભરપૂર પ્રયાસ હાથ ધરી પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે વાત જયારે ગુનાખોરી દારૂ-જુગાર કે અન્ય અસામાજિક પ્રવૃતિઓની થાય ત્યારે સ્વાભાવિક છે કે અમદાવાદ પૂર્વ વિસ્તારના નામ દરેક વ્યક્તિના મનમાં જરૂરથી ઉદભવે છે. ત્યારે આજે આપડે થોડા ફ્લેશબેકમાં જઈ એવા સુપરકોપ અધિકારીઓને યાદ કરવા પડી રહ્યા છે કે જેમની કામગીરીની યશગાથા લોકો આજે પણ યાદ કરે છે. અમે વાત કરીયે છે અમદાવાદ શહેરના પૂર્વ પોલીસ કમિશ્નર એ કે સિંઘ સાહેબની તો એમના માર્ગદર્શનમાં ખુબજ અદભુત અને મજબૂત કામગીરી કરનાર IPS અધિકારી નીરજ બડગુજર સાહેબની કે જે તે સમયે ઝોન 4 DCP તરીકે કાર્યરત હતા. ખુબજ ઇન્ટેલીજન્ટ અને કુશળ IPS અધિકારી નીરજ બડગુજરના શીરે ઝોન 4 વિસ્તારના અતિ સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રેટ ઘટાડવાનો મોટો ચેલેન્જ હતો. કારણ કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઝોન 4 માં દરિયાપુર, મેઘાણીનગર, સરદારનગર, શાહીબાગ, કૃષ્ણનગર, અને નરોડા જેવા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં દારૂ જુગાર માદક પદાર્થો અને અન્ય ગુનાઓ જેમકે લૂંટ, ચોરી, ખૂન, મારામારી, બળાત્કાર, હપ્તાખોરી જેવા ગંભીર ગુનાઓ માટે જાણીતા પોલીસ સ્ટેશનમાં ગુનાખોરી નેસ્તેનાબૂદ કરવાની ખુબજ ચેલેંજીંગ જોબ હતી. જો આ તમામ પોલીસ સ્ટેશનમાં વધુ કોઈ ચેલેંજીંગ પોલીસ સ્ટેશન હોય તો તે સરદારનગર પોલીસ સ્ટેશન હતું. કે જ્યાં કોઈપણ પોલીસ ઇન્સ્પેક્ટર 6 કે 8 મહિનાથી વધારે ટકી શકતું નથી. અને એવા અતિ સંવેદનશીલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો ભાર સી આર જાદવને સોંપવામાં આવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી. આર. જાદવ

જાણીશુ કે કેવી રીતે IPS અધિકારી નીરજ બડગુજર અને નીડર અને ઝાંબાજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચેતન જાદવની જુગલ જોડીએ અમદાવાદ પૂર્વના અતિ ગંભીર અને ગુનાખોરી માટે નંબર વન ગણાતા સરદારનગર પોલીસ સ્ટેશનમાં કેવી કુશળ અને ઐતિહાસિક કામગીરી કરી કે તેમની યશગાથા લોકો આજે પણ યાદ કરે છે.
જુઓ સમગ્ર અહેવાલ
અમદાવાદ શહેરનુ સરદારનગર પોલીસ સ્ટેશન એટલે આખા ગુજરાતનુ એક અલગ અને આગવુ પોલીસ સ્ટેશન કે જ્યાં દારુ -જુગાર તથા ચોરીઓ બાબતે સૌથી માટી ચેલેન્જનો સામનો આ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે કરવાનો હોય છે. પોલીસ સ્ટેશનોમાં થાણા અધિકારીઓની ટ્રાન્સફર થાય એટલે સૌની નજર સરદારનગર પોલીસ મથકમાં કોણ પોલીસ ઇન્સ્પેક્ટર મુકાયા એના પર હોય છે. જ્યારે જ્યારે સરદારનગર પોલીસ મથકમા નવા પોલીસ ઇન્સ્પેક્ટર મુકાય ત્યારે એ ઇન્સ્પેક્ટર પર સૌથી વધુ માનસિક દબાણ એ હોય છે કે,
*દારુ જુગારની પ્રવૃતિઓ પર *અંકુશ કેવી રીતે લાવવો,*
શુ વ્યુહ રચના ગોઠવવી,
દેશી અંગ્રેજી દારુના સૌથી વધુ બુટલેગરો,
સૌથી વધુ ગેમ્બલરો , ચોરી કરનાર ગેંગો
ક્રિકેટ સટોડીયાઓ
સૌથી વધુ ખેપિયાઓ
ચેન સ્નેચરો, રીઢા ગુનેગારો
બે મુખ્ય કોમ વચ્ચે ગમે ત્યારે વયમનસ્ય
પોલીસ સાથે સંઘર્ષ
દારુ ઘુસાડવાના સેંકડો ચોર રસ્તા,
ઘરે ઘરે દેશી દારુના અડ્ડા,
ઘરે ઘરે એડવોકેટ,પત્રકારો,
પોલીસ વિરુધ્ધ કોર્ટમાં ફરિયાદો, કોર્ટ ઇન્ક્વાયરીઓ,
આરોપીઓનુ વકીલ સાથે કોર્ટ/ પોલીસ સ્ટેશન સરન્ડર ,
દારુ પીધા બાદ નાની બાબતો મોટુ સ્વરૂપ લે તેવા ગંભીર ગુના,
સગીર બાળકીઓ ભગાડી જવી , બળાત્કાર,
ખૂન,ખૂનની કોશિષ,લૂંટ,ધાડ
ભારતીય દંડ સંહિતાની કોઈ સેકશન બાકી નહી.
લગભગ વીસ કિલોમીટર વિસ્તાર ધરાવતુ પોલીસ સ્ટેશન,
હરિયાણા રાજસ્થાન પંજાબ રાજ્યમાંથી દારુ ભરેલ નાની ગાડીઓથી મોટા કન્ટેનરો ચોરી છૂપીથી ઘુસાડી દેવાય, કપડાની દુકાનમાં કોપીરાઈટ કેસો,
પોલીસ ચોપડે નોંધાયેલ સોથી પણ વધુ બુટલેગરો અને નહી નોંધાયેલ પાંચસોથી પણ વધુ બુટલેગરો પર બાજનજર રાખવી,
ચોર ગેંગો ચોરી કરી આવે એટલે ભારતના તમામ રાજ્યની પોલીસ સરદારનગર પોલીસ સ્ટેશન આવીને પોલીસ મદદ માંગે ,
આ તમામ સમસ્યાનો નિવેડો લાવવાની જવાબદારી સરદારનગર પોલીસ ઇન્સ્પેક્ટરના શિરે હોય.
અમે વાત કરવા માંગીએ છીએ બાહોશ, ઝાંબાઝ અને સુપર કોપ પોલીસ અધિકારીઓની જેઓએ ભેગા મળી એવી બેમિસાલ કામગીરીનુ ઉદાહરણ પુરુ પાડયુ હતું કે, જયારે પણ સરદારનગર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થાય એટલે આ સુપરકોપને યાદ કરવા જ પડે.

આ સુપરકોપ અધિકારીઓના નામ છે
1 એ.કે.સિંઘ IPS (તત્કાલીન પોલીસ કમિશ્નર, અમદાવાદ)
2 નીરજ બડગુજર (તત્કાલીન DCP ઝોન 4)
3 સી.આર.જાદવ (સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર સરદારનગર)
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્નરે એ કે સિંઘે સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારની દારુ જુગારની બદીઓ નેસ્તોનાબુદ કરવા સી.આર.જાદવ પોલીસ ઇન્સ્પેક્ટરની સ્પેશિયલ નિમણૂંક કરી અને નીરજ બડગુજર DCP ઝોન 4 ને આ ટાસ્ક પુરુ કરવા સુપરવિઝન સોંપ્યુ હતું. નીરજ બડગુજર વ્યવસાયે એન્જિનિયર અને દિલ્હી ખાતેથી આઇ આઇ ટી.નો અભ્યાસ કરેલ છે, ટેક્નિકલ અને હ્યુમન સોર્સના ફીલ્ડના ચબરાક અધિકારી છે, કોઈ પણ વિસ્તારમાં ક્રાઈમ કંટ્રોલ અને ક્રાઇમ ડીટેકટશન એ એમના માટે ડાબા હાથના ખેલ સમાન છે.એ વખતે એમના ઝોનમાં સરદારનગર, મેઘાણીનગર, કૃષ્ણનગર, નરોડા, એરપોર્ટ, શાહીબાગ અને દરિયાપુર પોલીસ સ્ટેશનનો સમાવેશ થતો હતો જ્યાં એમણે ક્રાઇમ પર બરાબર પકડ જમાવેલ. નીરજ બડગુજરનુ જયાં પણ પોસ્ટીંગ થાય ત્યાં એ કોઈને પણ ખબર ન પડે તે રીતે શરૂઆતમાં બુલેટ પર એકલા જ નીકળી પડે અને વિસ્તારના ખૂણે ખૂણાથી માહિતગાર થઈ જાય,એક પણ ગુનેગાર એમની રડારની બહાર ન હોય, વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર કરતા પણ પોલીસ સ્ટેશનની ગ્રાઉન્ડ લેવલની સમગ્ર માહિતિથી વાકેફ હોય એવા IPS નીરજ બડગુજરે સરદારનગર પી.આઇ. સી.આર.જાદવ સાથે પહેલા જ દિવસથી દારુ જુગારના અડ્ડાઓ પર ઘોંસ બોલાવવાની શરુઆત કરી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટના ઇતિહાસમાં આવી ઘોંસ ક્યારેય બોલાવવામાં આવી હોય તેવુ દુર દુર સુધી હાલ સુધી તો દેખાતુ નથી.
આ ત્રણેય અધિકારીઓએ એક વર્ષમાં તો તમામ આરોપીઓની કમર તોડી નાખી.
અમે એ સમયની સરદારનગરની કામગીરીની આંકડાકીય માહિતી એકત્રિત કરેલ છે, આવો એ તરફ એક નજર નાખીએ
365 દિવસમાં પોલીસે ભારે ગુનાનો ગ્રાફ સડસડાટ નીચે ઉતારી દીધો અને ગત વર્ષની સરખામણીએ 165 જેટલા ગુનાનો ઘટાડો કર્યો.
101 જેટલા ગુનેગારોને પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલોમાં પુરી દેવામાં આવ્યા.
થર્ટી ફર્સ્ટ ડીસેમ્બરના રોજ એક જ દિવસમાં 109 દારુ પીધેલાના કેસ કરવામાં આવ્યા. એક વર્ષમાં દારુના અધધધ 2911કેસ કરવામાં આવ્યા.
આશરે 150 થી પણ વધુ દારુ જુગારના ક્વોલીટી કેસ કરવામાં આવ્યા. 2425 જેટલા અટકાયતી પગલા લીધા.
4000 જેટલા ગુના દાખલ કરી આરોપીઓની કમર તોડી નાખવામાં આવી.
સરદારનગર, અમદાવાદ શહેર તથા ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનના કુલ 19 વોન્ટેડ આરોપીઓ પકડી પાડ્યા
સરદારનગર પોલીસે 21600 જેટલા ટ્રાફિક મેમા (રોજના સરેરાશ 100 મેમા) આપી રુ. 25,10,800 નો દંડ ભરાવ્યો
576 વાહનો ડીટેન કરાવી RTO દંડ રુ. 28,16,718 ભરાવડાવ્યો
આમ સરકારી તિજોરીમાં એક જ પોલીસ સ્ટેશનમાંથી કુલ રુ. 53,27,518 જમા થયા.
રોડ પર અડચણ કરનાર 370 જેટલા વાહનો પર ગેરકાયદેસર દબાણ બાબતે ગુના દાખલ કરવામાં આવ્યા.
લોક અદાલતમાં સૌથી વધુ કેસોનો નિકાલ કરાવી ગુજરાતમાં પ્રથમ નંબરે રહ્યા.
દારુ જુગારના અડ્ડાના પોઇન્ટ નક્કી કરી ત્રણ શિફ્ટમાં હથિયાર સાથે પોલીસ મુકી દેવાતા પીવાવાળા અને વેચવાવાળા તથા જુગારીયાઓ પર કાયદેસરની તવાઇ આવી ગયેલ. એક ઉદાહરણ રુપ દાખલામાં એક બુટલેગરના ઘરે રેડ કરતા દારુનો મોટો જથ્થો મળી આવેલ અને 150 કિલોગ્રામ વજન ધરાવતો આરોપી ધરપકડ ટાળવા ચલાતુ નથી એવુ બહાનુ કાઢી ખાટલામાં બેસી ગયેલ તો પોલીસ આરોપીને ખાટલા સાથે પોલીસ ચોકી પર ઉંચકી લાવેલ.
આટલી રેકોર્ડ બ્રેક કામગીરીથી આમ પબ્લિક ખૂબજ ખુશ હતી કારણ કે કોઈ પણ વ્યકિત એવુ નથી ઇચ્છતી કે પોતાના ઘરમાં ગુનેગાર પેદા થાય. IPS નીરજ બડગુજર તથા પી આઇ ચેતન જાદવે મજબુરીથી દારુના વ્યવસાયમાં આવી ગયેલ મહિલાઓને રોજગારી અપાવવા સિલાઇ મશીનો પુરા પાડ્યા, બ્યુટી પાર્લર જેવા વોકેશનલ કોર્સ કરાવ્યા,નબળા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરી, વિસ્તારના યુવાનોને વોલીબોલ તથા ક્રિકેટની કીટ આપી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવડાવી મફત કોચિંગ તથા મટીરીયલ્સ પુરુ પાડયુ.
આમ ખરેખર એ વખતના પોલીસ કમિશનર એ.કે.સિંઘના નેતૃત્વમાં DCP નીરજ બડગુજર તથા પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.જાદવની આ ઉમદા કામગીરી ખરેખર અવિસ્મરણીય છે અને સાથે સાથે આ રેકોર્ડ સચિન તેંડુલકરના ક્રિકેટના રેકોર્ડ જેવા અન – બ્રેકેબલ રહેશે એવુ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.