


અમદાવાદ PCB એ તો કમાલ કરી ઓહ માય ગોડ…. 7 લાખની આસપાસ રોકડા સહીત 46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત…. આટલો મોટો જુગારધામ કોણ ચલાવી રહ્યું હતું, વાંચો સમગ્ર અહેવાલ…. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિકના કડક આદેશ બાદ શહેરમા ચાલતી દારૂ જુગારની અસામાજિક પ્રવૃતિઓ ઉપર PCB જાણે બુલડોઝર ફેરવી રહી હોય તેમ આજરોજ વસ્ત્રાપુર ખાતેના ન્યૂ યોર્ક ટાવરના નવમાં માળેની એક દુકાનમાં ચાલતા જુગારધામ ઉપર ઓચિંતી રેડ કરી લાખોની રોકડ રકમ સહીત મસમોટો જુગારધામ ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી હતી. અગાઉ પણ PCB એ અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાંથી જુગાર અને દારૂના ચાલતા અડ્ડાઓ ઉપર રેડ પાડી તરખાટ મચાવી દીધો હતો.
ત્યારે હવે અમદાવાદમાંથી જ જન્માષ્ટમી પહેલા PCB (Prevention of Crime Branch)એ જુગારધામ પકડી પાડ્યું છે. અમદાવાદ PCB ના પોલીસ ઇન્સ્પેકટર એમ સી ચૌધરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમના માર્ગદર્શન હેઠળ PCB ના PSI વી જી ડાભીએ પોલીસના મોટા કાફલા સાથે શહેરના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાં ચાલતા જુગારધામ પર રેડ કરી 25 જેટલા લોકોને પકડી પાડ્યા છે. અને તપાસ દરમિયાન મોટા ખુલાસા થયા છે. પકડાયેલા લોકોમાં મોટા નામોનો પણ સમાવેશ થાય છે.
*કુલ 46.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો* શહેરમાં શ્રાવણિયો જુગાર રમતાં લોકોને પકડવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે પીસીબીએ વસ્ત્રાપુર પોલીસને અંધારામાં રાખીને હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડ્યો હતો. ચોક્કસ બાતમીને આધારે રેડ પાડતાં જુગારધામમાં જુગાર રમતાં અમદાવાદ, પાટણ, મહેસાણા, ઉંઝા અને રાજસ્થાનના ખેલીઓ પકડાયા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા 6.70 લાખ, 6.25 લાખની કિંમતના 21 મોબાઈલ, પૈસા ગણવાનું મશીન, સીસીટીવી કેમેરાના ડીવીઆરના ઉપકરણો, જુગારીયાઓના વાહનો મળીને કુલ 46.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીઓને ઝડપીને તેમનો કોરોના ટેસ્ટ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરાશે.
આપને જણાવી દઈએ કે,અમદાવાદ PCB ના PSI વી જી ડાભી જ્યારથી PCB ના ઇન્ચાર્જ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે અમદાવાદ શહેરમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્ત-નાબૂદ કરવા જબરદસ્ત કામગીરી હાથ ધરી હતી. જેમાં PSI વી જી ડાભી દ્વારા ગતરોજ શહેરકોટડા વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર રેડ કરી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે અગાઉ પણ PSI વી જી ડાભી એ સાબરમતીમા થતી દેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને ત્યારબાદ શાહીબાગ અને માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પણ ઇંગ્લિશ દારૂની મોટી હેરા ફેરી પકડી પાડી સ્થાનિક પોલીસની બુટલેગરો સાથેની મીલીભગતને ઉઘાડી પાડી હતી.