


Ahmedabad: અમદાવાદ મનપા સહિત રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂર્ણ થઇ છે. નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદો પર આ વખતે નો રિપીટ થિયરી અમલી બનાવવામાં આવી છે અને આજે અમદાવાદ અને વડોદરાના નવા મેયર અને ડેપ્યૂટી મેયરના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે. જેમાં પ્રતિભા જૈનની અમદાવાદના મેયર પદે વરણી કરવામાં આવી છે. ડેપ્યૂટી મેયર જતિન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દેવાંગ દાનીની વરણી કરવામાં આવી છે. તેમજ ગૌરાંગભાઈ પ્રજાપતિને પક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા.

અમદાવાદના મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂંક કરવામાં આવી છે.
- જતીન પટેલને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે.
- દેવાંગ દાણીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
શાહીબાગના કોર્પોરેટર બન્યા મેયર
શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈનનું નામ ચર્ચામાં છે. તેઓ રાજસ્થાની જૈન સમાજના છે. કાઉન્સિલર તરીકે તેમની આ ત્રીજી ટર્મ છે. હાલ તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. તેઓ નિર્વિવાદિત વ્યક્તિત્વ ધરાવે છે.