Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કોણ કહે છે અમદાવાદમાં દારૂ -જુગારના અડ્ડાઓ બંધ છે? ગોમતીપુર માં PCB એ જુગારધામ ઝડપી પાડ્યું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ, 8 જુગારી 51 હજાર રોકડા સહીત કુલ 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત

કોણ કહે છે અમદાવાદમાં દારૂ -જુગારના અડ્ડાઓ બંધ છે? ગોમતીપુર માં PCB એ જુગારધામ ઝડપી પાડ્યું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ, 8 જુગારી 51 હજાર રોકડા સહીત કુલ 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત

Our Visitor

009824
Total Users : 9824
Total views : 11503
Who's Online : 0

કોણ કહે છે અમદાવાદમાં દારૂ -જુગારના અડ્ડાઓ બંધ છે? ગોમતીપુર માં PCB એ જુગારધામ ઝડપી પાડ્યું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ, 8 જુગારી 51 હજાર રોકડા સહીત કુલ 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ..

અમદાવાદ શહેરમાં દારૂ જુગારના અડ્ડાઓ સંપૂર્ણ રીતે બંધ કરાવી દેવાના જે દાવા અમદાવાદની પોલીસ કરી રહી હતી તેમની પોલ આજે ગોમતીપુરમાં છુપી રીતે ચાલતા જુગારધામ પર થયેલી PCB ની રેડે ઉઘાડી પાડી છે. કોણ કહે છે અમદાવાદમાં દારૂ -જુગારના અડ્ડાઓ બંધ છે? ગોમતીપુર માં PCB એ જુગારધામ ઝડપી પાડ્યું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવી છે. જો પોલીસ કમિશ્નર તપાસ કરાવે તો અમદાવાદમાં છુપી રીતે ચાલી રહ્યા દારૂના અડ્ડાઓ પકડાશે. ઘટના વિશે મળી રહી માહિતી અનુસાર અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં PCB શાખા ના ઇન્ચાર્જ PSI વી જી. ડાભીને ચોક્કસ બાતમી મળી હતી કે ગોમતીપુર ખાતેની કુમ કુમ રેસ્ટોરન્ટ દુકાન નંબર 1809/ બી માં છુપી રીતે જુગારધામ ચલાવવામાં આવી રહ્યો છે. જેથી PCB ટીમ દ્વારા સ્થાનિક પોલીસ ને જાણ થાય તે પહેલાંજ રેડ કરી 8 જેટલાં જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી પોલીસે 51 હજાર રોકડા, વાહનો, મોબાઈલ સહીત કુલ એક લાખ 47 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. PCB દ્વારા કરાયેલ સફળ રેડનાં લીધે સ્થાનિક ગોમતીપુર પોલીસની ભૂમિકા ઉપર અનેક સવાલો ઉત્પન્ન થયાં છે. તો બીજીતરફ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હાલ ગોમતીપુર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ચૌધરીના અંગત માણસ દ્વારા જ આ જુગારધામને પરમિશન આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાલ તો અમદાવાદ શહેર PCB દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરનાં પોલીસ કમિશ્નર જી એસ મલિક કે જે એક ઈમાનદાર અધિકારીની છાપ ધરાવે છે. તેમના કડક આદેશ અને માર્ગદર્શન આપવા છતાં આખરે કોના ઈશારે આ જુગારધામને પરમિશન આપવામાં આવી હતી તે તપાસનો વિષય છે.

પોલીસ કમિશ્નર જી એસ મલિકના કડક આદેશ હોવા છતાં ચોરી છુપી રીતે દારૂના ધંધાઓ ચાલી રહ્યા છે? સૂત્રો

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર તરીકે જ્યારથી જી એસ મલિકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અમદાવાદમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ જેમકે દારૂ, જુગાર અને માદક પદાર્થો એમ ડી, ચરસ ગાંજા અને અન્ય નશીલા પદાર્થો વેચાતા બંધ કરાઈ દેવામાં આવ્યા છે. જેના લીધે બુટલેગરોને ભૂગર્ભમાં ઉતરી જવાનો વારો આવ્યો છે. તો બીજીતરફ આ બુટલેગરોના આકા એટલે કે પોલીસ સ્ટેશનના વહીવટ સંભાળતા વહીવટદારોના પણ જાણે કપરા દિવસો શરુ થયાં છે. શહેર પોલીસ તંત્રમાં એકજ ચર્ચા ચાલતી હોવાનું સંભળાય છે કે નવા પોલીસ કમિશ્નર કડક છે. દારૂ જુગારના અડ્ડાઓ નહી ચાલવા દે. જેથી મોટાભાગના બુટલેગરો હવે બધું સમેટી ગામ ગામ શહેરની બહાર અથવા રાજસ્થાન બાજુ માતાજીના દર્શન બાધા કરી ફરી ધંધા શરુ થવાની પ્રાર્થના કરી રહ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે દારૂ જુગારના ધંધાઓ બંધ થઈ જતા પોલીસ સ્ટેશનના વહીવટદારો જેમનો પાવર પીઆઈ કરતા પણ વધારે જોવા મળે છે તેવા વહીવટદારો પણ હાલ નવરા પડી જતા પોતાના વતન જઈ કુળદેવીને નિવેદ્ય ચઢાવી ફરી સારા દિવસોની આશા રાખી રહ્યા હોવાનું લોક મુખે અને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

પરંતુ અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને તેમના કમાઉ દીકરા સમાન વહીવટદારો પોલીસ કમિશ્નર અને કાયદાનો ડર રાખ્યા વગર છુપી રીતે દારૂ જુગારના અડ્ડાઓ ચલાવવા દેવાની પરમિશન આપી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં અમદાવાદ PCB એ સાબરમતી અને ગોમતીપુરમાં દારૂ જુગાર પકડીને સપાટો બોલાવ્યો છે. PCB ની કડક અને પ્રસંશનીય કામગીરી ના લીધે સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાઈ આવે છે. જેમાં ગોમતીપુરમાં તો પોલીસ રહેમ હેઠળ ચાલતો જુગારધામ ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના દારૂબંધીના કડક અને મક્કમ કાયદાને અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ/કર્મીઓ ઘોળી પી રહ્યા છે?

આમતો અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં દેશી -અંગ્રેજી શરાબ જુગારના અડ્ડાઓ તેમજ માદક પદાર્થો જેમકે ગાંજો, ચરસ, અફીણ તેમજ એમડી ખુલ્લેઆમ કે ચોરી છુપે મળી રહે છે. જેમાં બુટલેગરો અને વહીવટદારો અને સ્થાનિક પોલીસની મીલીભગત થી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમે છે. આ તમામ બાબતો થી રાજ્ય સરકારના દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. એક તરફ તો ગુજરાત રાજ્યની સરકાર પોતાના દરેક કાર્યક્રમોમાં દારૂ બંધી માટે સરકાર મક્કમ હોવાનું કહેતા નજરે પડે છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને રાજ્ય સરકાર તેના માટે કટીબદ્ધ છે. કોઈપણ ભોગે ગુજરાતમાં દારૂ વેચાવવું ના જોઈએ. અને તેમ છતાં કોઈ દારૂની હેરાફેરી કરશે તો તેમની સામે કડક પગલા ભરવામાં આવશે. તેમ છતાં રાજ્ય સરકારના દારૂબંધીના દાવાઓ કેટલા સાચા છે એ આવી રોજ બરોજ બનતી ઘટનાઓથી જાણી શકાય છે. એમાં સરકાર દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ અમુક ભ્રસ્ટાચારી પોલીસ અધિકારીઓ /કર્મીઓના પાપે સફળ થતા નથી.


કોણ કહે છે અમદાવાદમાં દારૂ -જુગારના અડ્ડાઓ બંધ છે? ગોમતીપુર માં PCB એ જુગારધામ ઝડપી પાડ્યું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ, 8 જુગારી 51 હજાર રોકડા સહીત કુલ 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત

Related posts

અમદાવાદ /NCB ને મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના કોકેઈન સાથે આફ્રિકન પેડલરની ધરપકડ,

Ritesh Parmar

આજે ઈદ અને પરશુરામ જયંતિ/ અમદાવાદમાં 5 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે કરાયા તૈનાત! તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાશે, અફવાઓથી દૂર રહે લોકો : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

Ritesh Parmar

PSI ને તો પડ્યા જલસા! જે પોલીસ સ્ટેશનમાં વર્ષો સુધી વહીવટદાર રહ્યા તેજ પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફ PSI, કુખ્યાત બુટલેગરોને અને ગુનેગારોને મજા પડી? સૂત્ર

Ritesh Parmar

Leave a Comment