Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બોડેલી ST ડેપોમાં બસમાંથી ઝડપાયો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો! ત્રણ મહિલાઓએ સ્કૂલ બેગમાં છુપાવ્યો હતો દારૂ, નાની મોટી સહીત કુલ 500 નંગ બોટલો ઝડપાઈ

બોડેલી ST ડેપોમાં બસમાંથી ઝડપાયો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો! ત્રણ મહિલાઓએ સ્કૂલ બેગમાં છુપાવ્યો હતો દારૂ, નાની મોટી સહીત કુલ 500 નંગ બોટલો ઝડપાઈ

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

બોડેલી ST ડેપોમાં બસમાંથી ઝડપાયો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો! ત્રણ મહિલાઓએ સ્કૂલ બેગમાં છુપાવ્યો હતો દારૂ, નાની મોટી સહીત કુલ 500 નંગ બોટલો ઝડપાઈ

મહિલા ગેંગને બોડેલી S T ડેપોમાં બસમાંથી પોલીસે ઝડપી પાડી
ત્રણ મહિલા પાસેથી 86,593નો વિદેશી દારૂ ઝડપાયો
આજે સવારે છોટાઉદેપુરથી વડોદરા તરફ જઈ રહેલી બસમાંથી ઝડપી

કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ રાજ્યમાં દારૂની હેરાફેરી બનાવો ઓછુ થવાનુ નામ લેતા નથી. માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ પણ અવનવી રીતે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલી હોય છે.ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં કોઇએ વિચાર્યુ પણ ન હોય તેવી રીતે મહિલા ગેંગ દારૂની હેરાફેરી કરતી હતી. જો કે પોલીસની ઝડપમાં આવતા ભાંગો ફૂંટ્યો હતો.

મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસ. ટી. ડેપોમાં સ્થાનિક પોલિસે બસ મુસાફરી કરતી ત્રણ મહિલાને વિદેશી દારૂ સાથે ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી હતી.છોટાઉદેપુરથી વડોદરા તરફ જતી એક્સપ્રેસ બસમાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી છે. તેવી પોલીસને બાતમી મળતા આજે સવારે છોટાઉદેપુરથી વડોદરા તરફ જઈ રહેલી એસ. ટી બસ દશ વાગ્યાંની આસપાસ બોડેલી એસ. ટી ડેપોમાં આવતા બોડેલી સ્થાનિક પોલિસે બાતમીના આધારે બસમાં તપાસ આદરી હતી.

બસમાં તપાસ કરતાં મુસાફરી કરી રહેલી ત્રણ મહિલા પાસેથી સ્કૂલ બેગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપાયો હતો. જે જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક નહીં ત્રણ બેગમાં દારૂની બોટલો મળી આવી હતી. આ ત્રણ મહિલામાં જિનકી બેન ચીમડીયા ભાઈ ( રહે. ચિસાડિયા) સરલીબેન વિનુ ભાઈ રહે (ચિસાડિયા) બાવી બેન નમલીયા ભાઈ (રહે. ચિસાડિયા)ની પોલિસે ધરપકડ કરી હતી. આ સાથે જ ભારતીય બનાવટની વિદેશી દારૂની ટીન સહીત નાની, મોટી કુલ 500 બોટલ સહીત તેની કિંમતનો કુલ 86,593 નો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી. આ દારૂ કોના કહેવાથી અને ક્યાં લઇ જવાઇ રહ્યો હતો તે અંગે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

બોડેલી ST ડેપોમાં બસમાંથી ઝડપાયો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો! ત્રણ મહિલાઓએ સ્કૂલ બેગમાં છુપાવ્યો હતો દારૂ, નાની મોટી સહીત કુલ 500 નંગ બોટલો ઝડપાઈ

Related posts

પોલીસ પ્રજાની રક્ષક / ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકી આત્મહત્યા કરવા જતી પરિણીત યુવતીને સુરત ગ્રામ્યની મહુવા પોલીસે બચાવી લીધી, પતિના પર સ્ત્રી સાથેના અનૈતિક સંબંધ અને દારૂ પીવાની ખરાબ આદત થી પરેશાન હતી યુવતી, મહુવા પોલીસની સમય સૂચકતાના લીધે બચ્યો યુવતીનો જીવ

Ritesh Parmar

વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના આરોપીને હેરાન નહી કરવા મહિલા PSI એ લાંચ માંગી, ACB ટીમે છટકું ગોઠવી ખેલ બગાડ્યો

Ritesh Parmar

ગુજરાત /રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના વિભાગો છીનવાયા, ભ્રષ્ટાચારની દિલ્હી સુધી ગઇ હતી ફરિયાદ: સુત્ર

Ritesh Parmar

Leave a Comment