


છેલ્લા ઘણા સમય થી અમદાવાદ શહેર અને જિલ્લામાં ઘરફોડ ચોરી, લૂંટ અને ધાડના ગુનાઓને અંજામ આપતી ચોર ટોળકીઓ બેફામ બની ચોરી, લૂંટની ઘટનાઓને અંજામ આપી રહી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેના લીધે અમદાવાદ શહેર અને જિલ્લાની પોલીસની ઊંઘ હરામ થઈ છે. હાલ કાળઝાળ ગરમી અને વેકેશન ચાલતા હોવાના લીધે અમદાવાદના મોટાભાગના રહીશો પોતાના પરિવાર સહીત ગુજરાત બહાર જેમકે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અને ઉત્તરાખંડ તરફ વેકેશનની મજા માણવા ગયા છે. જેના લીધે ચોર ટોળકીઓ ચોરીની ઘટનાઓને અંજામ આપવા સક્રિય થઈ છે. વેકેશન માણવા ગયેલા પરિવારના બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરીઓના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. જેથી પોલીસ વિભાગ માટે પેટ્રોલિંગ વધારવાની ફરજ પડી છે.

આવીજ રીતની ઘટના અમદાવાદના વેજલપુર અને અમદાવાદ જિલ્લાના નળ સરોવર ખાતે બનવા પામી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીની ફરીયાદ નોંધાતા ઝોન 7 ડીસીપી શ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને કડક સૂચના આપી કોઈપણ રીતે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. જેના સંદર્ભમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે. બી. રાજવીએ જુદી જુદી ટિમો બનાવી આ બનાવનો ભેદ ઉકેલવા સમજણ આપી હતી. જેથી વેજલપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ પી. એન. વ્યાસ અને તેમના સ્કોર્ડના માણસો ઘરફોડ ચોરોને ઝડપી પાડવા કમર કસી હતી.
આ સંદર્ભમાં વેજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સોમાભાઈ પટણી બ નં 3789 તથા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ મણિલાલ બ નં 4869 નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ટોળકીના શાતીર ચોર (1) મોહમ્મદ શઈદ અબ્દુલસત્તાર અંસારી રહે ગોમતીપુર (2) અરબાઝ મોહંમદનાઝીમ અંસારી રહે દાણીલીમડા તથા (3) ફારૂક યાસીનભાઈ સમા ફતેહવાડી અમદાવાદ નાઓ છે. જેથી અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ સોમાભાઈ પટણી અને હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ મણિલાલ દ્વારા સમગ્ર બાબતની હકીકત વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. રાજવીને જણાવી હતી. ત્યારબાદ પીઆઈ રાજવીએ ક્ષણનો વિલંબ કર્યા વગર પોલીસની ટીમ આરોપીઓને ઝડપી પાડવા મોકલી આપી હતી.
સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઈ પી. એન. વ્યાસ અને તેમના સ્ટાફે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની કડક પૂછપરછ કરતા આરોપીઓએ વેજલપુર અને નળ સરોવર ખાતે થયેલ ઘરફોડ ચોરીના ગુનાને કબૂલી લીધો હતો.
વેજલપુર પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કબ્જે કરેલ રોકડ રકમ અને દાગીના તેમજ સમગ્ર ઓપરેશનને સફળ પાડનાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ…
