Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ટેસ્ટ ક્રિકેટ / ઓવલ ટેસ્ટમાં ભારતે ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડને 157 રને કારમી હાર આપી,50 વર્ષ બાદ ઓવલમાં જીત્યું ભારત,

ટેસ્ટ ક્રિકેટ / ઓવલ ટેસ્ટમાં ભારતે ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડને 157 રને કારમી હાર આપી,50 વર્ષ બાદ ઓવલમાં જીત્યું ભારત,

Our Visitor

009826
Total Users : 9826
Total views : 11505
Who's Online : 0

ટેસ્ટ ક્રિકેટ / ઓવલ ટેસ્ટમાં ભારતે ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડને 157 રને કારમી હાર આપી,50 વર્ષ બાદ ઓવલમાં જીત્યું ભારત,
ઓવલમાં 50 વર્ષ બાદ ભારત ટેસ્ટમાં જીત્યું

રીતેશ પરમાર

ભારતે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે ઓવલમાં 50 વર્ષ બાદ ઐતિહાસિક જીત મેળવી છે.

આ પહેલા, પ્રથમ અને છેલ્લી વખત ભારતે 1971મા આ મેદાન પર ટેસ્ટ મેચ જીતી હતી. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો લક્ષ્‍યાંક રાખ્યો હતો.ભારતે ચોથી ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને 157 રનથી હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે ઓવલમાં 50 વર્ષ બાદ ઐતિહાસિક જીત મેળવી છે.

આ પહેલા, પ્રથમ અને છેલ્લી વખત ભારતે 1971મા આ મેદાન પર ટેસ્ટ મેચ જીતી હતી. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો લક્ષ્‍યાંક રાખ્યો હતો.
જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.

ઇન્ડિયા ટીમની આ જીતમાં ઉમેશ યાદવે ત્રણ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ બે -બે વિકેટ લીધી હતી.

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ બીજા દાવમાં 466 રનમાં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઇન્ડિયા માટે રોહિત શર્મા (127) એ સદી ફટકારી હતી. આ સિવાય ચેતેશ્વર પૂજારા (61), શાર્દુલ ઠાકુર (60) અને વૃષભ પંતે શાનદાર અડધી સદી ફટકારી હતી.

ભારત 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડ થી 2-1 થી આગળ

ઇંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી જ્યારે મોઇન અલી અને ઓલી રોબિન્સને બે -બે વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતનો પ્રથમ દાવ 191 રનમાં સમેટાઈ ગયો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 290 રન બનાવ્યા હતા. આ રીતે, પ્રથમ દાવના આધારે યજમાન ટીમને 99 રનની લીડ મળી હતી.

ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે હવે અહીંથી ઈન્ડિયા સિરીઝ હારી શકશે નહીં.

ચોથી ટેસ્ટ મેચમાં વળતો પ્રહાર કરી ઈન્ડિયાએ છેલ્લા દિવસે કમાલ કરી હતી. ઈન્ડિયન બોલર્સે 120 રનમાં ઇંગ્લેન્ડની દસેય વિકેટ પાડીને મેચને 157 રનથી જીતી લીધી હતી.


ટેસ્ટ ક્રિકેટ / ઓવલ ટેસ્ટમાં ભારતે ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડને 157 રને કારમી હાર આપી,50 વર્ષ બાદ ઓવલમાં જીત્યું ભારત,

Related posts

સુરેન્દ્રનગર / PSI ની પરીક્ષામાં ગેરરીતિનો ભાંડો ફૂટ્યો, કોલ લેટર સાથે છેડછાડ કરનાર પાંચ લોકો સામે ગુનો નોંધાયો

Ritesh Parmar

સુરતના કાપોદ્રામાં ચાલતા જુગારધામ ઉપર SMC ની રેડ, એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ, 7.48 લાખ રોકડા, 2 કાર 11 ટુ વ્હિલર, 1 રીક્ષા, અને 38 મોબાઈલ સહીત કુલ 22.32 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Ritesh Parmar

કોરોનાના સંક્રમણમાં અમદાવાદ શહેરની પોલીસ સપડાઈ, એકજ દિવસમાં 80 થી વધુ પોલીસ કોરોના પોઝીટીવ આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો,2 ACP, 3 PI તેમજ 12 થી વધુ PSI ને કોરોના

Ritesh Parmar

Leave a Comment