
સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર વહીવટી તંત્રમાં રજુઆત કરવા છતા છેલ્લા કેટલાય સમયથી સાયણથી અમરોલી હાઇવે તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકની વિકરાળ સમસ્યા જોવા મળી રહી છે. હજીરા થી મહાકા વાહનો નેશનલ હાઇવે તરફ જવા આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. સાયણ થી હજારોની સંખ્યામાં ખેડૂતો અને વેપાર–રોજગાર કરવા માટે જનારો આજ રોડનો ઉપયોગ કરે છે તથા સાયણ/દેલાડ/સિવાણ સહિતના વિસ્તારમાં આવેલ ટેક્ષટાઈલ્સ સહિતના એકમોમાં કામે આવવા માટે પણ આજ માર્ગનો ઉપયોગ કરે છે .જેને કારણે આ માર્ગો ઉપર ખાસ કરીને સવારે અને મોડી સાંજ સુધી પીકઅપ અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા થવાથી સ્થાનિક વાહન ચાલકો ભારે અકડામણ અનુભવે છે. આ ભારે વાહનોને કારણે ઘણી વખત વરિયાવથી લઈ વેલજા રોડ સુધીના રસ્તા પર ગંભીર અકસ્માતમાં ધણાં લોકો મૃત્યુ પણ પામ્યા છે.સાથે સાથે સ્થાનિક વાહન ચાલકો અને ઉદ્યોગગૃહોના ભારે વાહનોના ડ્રાઇવરો સાથે મારામારીના બનાવો પણ બને છે.
આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાને કારણે નોકરી ધંધા પર જવાની ઉતાવળમાં ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે.
સાયણ થી અમરોલી તરફ જતા અમરોલી રેલવે ફાટક પાસે તાતી ઓવરબ્રિજની જરૂરિયાત હોવા છતાં પણ તંત્ર દ્વારા આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં કોઈ જ રસ ન હોય તેમ આજે પણ આ જ વિસ્તારમાં પીક અપ અવર્સ દરમિયાન 2 થી 3 કિલોમીટર સુધી લાંબી ટ્રાફિકની સમસ્યા થી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
સાયણ થી અમરોલી રેલવે ફાટક સુધીના માર્ગનો ૨૫થી વધુ ગામના લોકો અવર-જવર માટે ઉપયોગ કરે છે. પરંતુ તંત્ર દ્વારા રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત સંદર્ભે આંખ આડા કાન કરી રહ્યા છે. આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ પિકઅપ અવસૅ દરમિયાન તો પોતાની ફરજ બજાવતી જ નથી એવુ લાગી રહયું છે.સંબંધિત વિભાગોને આ વિસ્તારની ટ્રાફિક સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ કરવા માટે ટ્રાફિક પોલીસ સહિતના વિભાગો સાથેનું સંકલન કરી એક્શન પ્લાન ઘડવામાં નહીં આવશે તો ટૂંક સમયમાં કોંગ્રેસ પક્ષ સ્થાનિક પ્રજા સાથે મળીને આ વિસ્તારમાં ચક્કાજામ સુધી કાર્યક્રમો આપતા અચકાશે નહીં જેથી અમો આપ શ્રીઓને નમ્ર વિનંતી છે કે વરિયાવ થી લઈને અમરોલી વેલંજા સુધીના માર્ગ ઉપર ટ્રાફિક વ્યવસ્થાનું પાલન ખુદ પોલીસ કરે તેમજ અમરોલી રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવડાવવા સંબંધીત વિભાગોને લોકહિતમાં જરૂરી આદેશ આપવા વિનંતિ કરવામાં આવી હતી.