Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખેલૈયા ચેતજો / જો નવરાત્રીમાં રોમિયોગીરી કરવાની કોશિશ કરી તો સમજો આવી બનશે! અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ઘડી કઢાયો પ્લાન, વાંચો….

Our Visitor

561030
Total Users : 561030
Total views : 562401

અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. નાના-મોટા તમામ શહેરોમાં પાર્ટી પ્લોટ્સ, કલબો, તેમજ સોસાયટીઓમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આજે પ્રથમ દિવસથી નવરાત્રિ દરમિયાન પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને રોમિયોને પકડવા માટે વોચ રાખશે.
અમદાવાદ શહેરમાં કોરોના લઈ બે વર્ષ બાદ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે. નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાઈ દીધો છે. નવરાત્રીમાં યુવતીઓના છેડતી કરનારા રોમિયોને પકડવા માટે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં વોચ કરશે.ઉપરાંત નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાને પરિસ્થિતિ જાળવવા માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવશે. આ ઉપરાંત નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઈને શહેરના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ શી ટીમ તૈનાત રહેશે. આની સાથે જ મહિલા પોલીસ દ્વારા પાર્ટી પ્લોટ પર ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગીરી કરનારા પર વોચ રાખશે. જેમાં ખાસ સિંધુભવન, એસ.જી હાઇવે અને એસ.પી રિંગરોડ પર આવેલા ક્લબ અને પાર્ટી પ્લોટ્સ પર મહિલા પોલીસની ટીમ તૈનાત રહેશે.

પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ શહેરમાં આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે જેને લઈ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે કે રાત્રે 12 વાગ્યે સુધીની ગરબાની મંજૂરી આપવામાં આવી છે. અડચણરૂપ પાર્કિંગ કરનારા અને નો પાર્કિગમાં વાહન પાર્ક કરનારા વાહનો પોલીસ ટોઇંગ કરી લઈ જશે. તેની સાથે જ કોમર્શિયલ ગરબાને લઈ સંચાલકે સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી ફરજિયાત રાખવાનો આદેશ આપ્યો છે ત્યારે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં સૌથી મોટા ગરબાનું આયોજન કરાયું છે. જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે . જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગરબામાં હાજરી આપવાના હોવાથી પ્રોટોકોલ મુજબ સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ખેલૈયા ચેતજો / જો નવરાત્રીમાં રોમિયોગીરી કરવાની કોશિશ કરી તો સમજો આવી બનશે! અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ઘડી કઢાયો પ્લાન, વાંચો….

Related posts

મણિનગર પોલીસની જબરદસ્ત કામગીરી! માત્ર 2 કલાકમાં ઓપરેશન પૂરું પાડ્યું, બે રીઢા ગુનેગારોને ઘૂંટણીયે પાડી 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Phone: 9998685264.

આર્મી કેન્ટીનમાંથી સસ્તામાં દારૂ મેળવી ઉંચી કિંમતે વેચવાનું રેકેટ ઝડપાયું

Phone: 9998685264.

સ્કૂલમાં પહેલા જ દિવસે હાથમાં બુક્સને બદલે પકડવાં પડ્યાં ઝાડુ, વાલીઓમાં ફેલાયો રોષ, મ્યુનિસિપલ સત્તાધીશોએ શાળાના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી

Phone: 9998685264.

Leave a Comment