
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી 30મી સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યમાં વસવાટ કરતા લોકોમાંથી મોટાભાગના લોકોએ હજી સુધી મેટ્રો ટેનમાં મુસાફરી કરવાનો અનુભવ નહી કર્યો હોય. ત્યારે અમદાવાદમાં શરૂ થનારી આ મેટ્રોનો આ નજારો જોશો તો તમને તેમાં જલ્દીથી જલ્દી મુસાફરી કરવાનું મન થશે.
અમદાવાદમાં પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી સાડા છ કિલોમીટરના અંતર પર મેટ્રો દોડવાની છે. મેટ્રોના તમામ સ્ટેશનોને મેટ્રો ટ્રેનના 6 કોચની ક્ષમતાને આધારે બનાવવમાં આવ્યા છે. મેટ્રો ટ્રેનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, મેટ્રોની ક્ષમતા કુલ 800 પેસેન્જરની છે. 3 કોચની એક ટ્રેનની લંબાઈ 67.32 મીટર છે. જ્યારે કે ટ્રેનની સરેરાશ સ્પીજ 34 કિલોમીટર છે. જો કે, ટ્રેનની મહત્તમ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે.

એક બાદ એક ટ્રેનના સમયની વાત કરીએ તો, પીક અવર્સ દરમિયાન 1.75 મિનિટે એક ટ્રેન દોડશે. જ્યારે કે ભીડ ઓછી હોય ત્યારે દર 15 મિનિટે એક ટ્રેન દોડશે. દરેક સ્ટેશન પર 30 સેકન્જડ ઉભી રહેશે. તેની સાથે ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 7 કિલોમીટરનો અન્ડરગ્રાઉન્ડ રૂટ રહેશે. જ્યારે અમદાવાદના મેટ્રો ટ્રેનના કુલ 34 સ્ટેશનો રહેશે.

મહત્વનું છે કે, અમદાવાદ વાસીઓ મેટ્રો ટ્રેન શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમજ જે લોકો મેટ્રો ટ્રેનની મુસાફરી કરવા ઈચ્છી રહ્યા છે. તેની માટે એક સુંદર મજાની તસવીરો સામે આવી છે. જેને જોતા તમારા મનમાં પણ મેટ્રો ટ્રેનની મુસાફરી કરવાનો ઉત્સાહ બે ગણો વધતો જોવા મળશે. મેટ્રોનો આ નજારો જોતા જ મનને ભાવી જાય તેવું દેખાઈ રહ્યું છે. મેટ્રો ટ્રેન દેખાવમાં જેટલી આકર્ષણરૂપ લાગે છે. તેની એટલી જ ખાસિયતો પણ છે.

મેટ્રો ટ્રેનની ખાસિયતો
વિશ્વની અદ્યતન ટેક્નોલોજી આધારીત ટ્રેન જીઓએ થ્રી એટલે કે ગ્રેડ ઓફ ઓટોમેશન પર દોડશે. જે પ્રમાણે ટ્રેનમાં ડ્રાઈવર નહીં હોય. પરંતુ ઈમરજન્સી પરિસ્થિતિ માટે ટ્રેનમાં સ્ટાફ મેમ્બર હાજર રહેશે. ટ્રેનની સમગ્ર બોડી સ્ટેનલેસ સ્ટીલની છે. વીજળી જવાના સંજોગોમાં લાઈટ, એસી, વેન્ટીલેશન માટે એક કલાક સુધીનો બેટરી બેકઅપ પણ આ ટ્રેનમાં ઉપલબ્ધ રહેશે. તેની સાથે આ ઓટોમેટિક ટ્રેનમાં ઈમરજન્સી એર બ્રેકની પણ સુવિધા છે. જેથી ટ્રેનના વ્હીલ સ્લીપ કે સ્લાઈડ ન થાય. એટલું જ નહિ,આ ટ્રેનની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી છે કે, અકસ્માતમાં અથડાય તો તેને ઓછું નુકસાન થાય.