
સુરતના જહાંગીરપુરા થી ૧૫ કિ.મી દૂર આવેલ ઓલપાડ તાલુકાના સેગવા-વસવારી ગામનો સુરત મહાનગર પાલિકાના હદમાં સમાવેશ થયાના ત્રણ વર્ષથી વધુ સમય થઇ ગયા બાદ પણ આ ગામમાં સ્ટ્રીટલાઈટ,પાણી,આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ ઝડપભેર મળવાને બદલે સેગવા-વસવારી ગામના પ્રશ્નો સંદર્ભે સુરત મનપાને કામગીરી કરવામાં રસ ન હોય તેમ આ ગામની સમસ્યા ઉપરથી કહી શકાય તેમ છે. સુરત મહાનગર પાલિકામાં આ ગામને સમાવેશ કરીને વિકાસ નામનો શબ્દો ભૂલી ગઈ છે એવું લાગી રહ્યું છે. અને સાથે સાથે જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ પણ ગામના પ્રશ્નો સંદર્ભે આંખ આડા કાન કરી રહ્યા છે.દર્શન નાયક દ્વારા કરવામાં આવેલ સેગવા-વસવારી ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જાહેર કામગીરી સંદર્ભે પડતી હાલાકી અંગે અમને રજૂઆત કરી હતી.જે બાબતે અમોની સેગવા – વસવારી ગામના નીચે મુજબના પાયાની જરૂરિયાતના જાહેરના કામો ઝડપભેર કરાવવા લોકો ની માગણી છે.

(૧) સુરત મહાનગરપાલિકામાં સમાવેશ સેગવા-વસવારી ગામના તળાવ ફળિયું હળપતિ વાસમાં આજે પણ જાહેર સ્ટ્રીટ લાઈટ નથી ,જેથી રાત્રી દરમ્યાન ત્યાંના ગરીબ હળપતિ સમાજના નાગરિકો ને ખૂબ જ અગવડ પડી રહી છે. જેથી આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા તત્કાલ ઉભી કરી હળપતિવાસને અંધકારમાંથી ઉજાસમાં લાવવામાં આવે તેવી લોકો ની માગણી છે.

(૨) સુરત મહાનગરપાલિકા દ્વારા સેગવા-વસવારી ગામમાં સાફ-સફાઈ, કચરો ઉપાડવાનું કામ કે દવા છંટકાવનું કામકાજ કરવામાં આવી રહ્યું નથી.જેને કારણે હળપતિ વાસ વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને નાગરિકોના આરોગ્ય ઉપર માથી અસર થઈ રહી છે. જેથી કચરાના નિકાલ માટેની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવે તેમજ નિયમિત દવાનો છંટકાવ કરી ગંદકીને દૂર કરવા નિયમિત સાફ સફાઈની કામગીરી કરવા અંગે લોકો ની માગણી છે.
(૩) સેગવા-વસવારી ગામજનો આજે પણ સામાન્ય જન સેવાના કામગીરી માટે દૂર દૂર સુધી જવું પડે છે અને સુરત માં આંટાફેરા ખાવા પડી રહ્યા છે.જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના ગ્રામજનોને જનસેવા કેન્દ્ર ઉપરથી મળતી સુવિધાનો કાયમી ઉકેલ ના આવે ત્યાં સુધી કામ ચલાવ ધોરણે જનસેવા કામગીરીની વ્યવસ્થા ઊભી કરવા લોકો ની માગણી છે.
સુરત મહાનગરપાલિકામાં સમાવેશ સેગવા-વસવારી ગામને સુરત મહાનગરપાલિકા તરફથી પૂરી પાડવામાં આવતી સુવિધા સંદર્ભે આંખ આડા કાન તો કરવામાં આવે છે સાથે સાથે જિલ્લા પંચાયત અને સિંચાઈ વિભાગ પણ આ વિસ્તારને ભૂલી ગઈ છે,જેથી સાધિયેર થી કોસમણ સુધીના માર્ગ ઉપર કાંટાળા ઝાડનું જંગલ ઊભું થઈ ગયું છે. જેથી આ કાંટાળા ઝાડનું નિકાલ કરી ગ્રામજનોને અવરજવરમાં પડતી હાલાકીનું નિરાકરણ કરવા લોકો ની માગણી છે.
સેગવા -વસવરીગામના હળપતિ વાસની આસપાસ પસાર થતી ડ્રેનેજ વિભાગની ખાડીની અંદર જંગલી અને કાંટાળી વનસ્પતિઓ નું સામ્રાજ્ય ફેલાયેલું હોવાને કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાવવાનો પ્રશ્ન કાયમી ઉદ્ભવી રહ્યો છે. જેથી કરીને આ વિસ્તારમાં કાંટાળા ઝાડનો નિકાલ કરવામાં આવે એવી લોકહિત માટે ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે સુરત મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો હતો.