
માલવણ-વિરમગામ ધોરી માર્ગ પર આવેલી મોટી મજેઠી ચેક પોસ્ટ પાસે બંધ બોડીના આઇસર ગાડીમાં કાચની વસ્તુઓની આડમાં છુપાવેલો રૂા.22.54 લાખની કિંમતનો 9274 બોટલ દારૂ અને 1416 બિયરના ટીન સાથે વાહનનો ચાલકની ધરપકડ કરી રૂા.32.74 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તહેવારોના પર્વમાં બુટલેગરો મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાની પ્રેરવી કર્યાની રેન્જ આઇ.જી.સંદીપસિંઘ અને સુરેન્દ્રનગર એસ.પી. હરેશ દુધાતે આપેલી સુચનાને પગલે એલસીબીના પી.આઇ. એમ.ડી.ચૌધરી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.
માલવણ-વિરમગામ ધોરી માર્ગ પરથી ભુજ તરફ આર.જે.14 જીકે 7205 નંબરના આઇસરમાં વિદેશીદારૂ ભરેલું આઇસર જઇ રહ્યાની મળેલી બાતમીના આધારે મોટી મજેઠી ચેક પોસ્ટ પાસે વોંચ ગોઠવી હતી.
વોંચ દરમિયાન નીકળેલ બોડીના આઈસર ગાડીને અટકાવી તલાશી લેતા જેમાં કાચની વસ્તુઓની આડમાં છુપાવેલો રૂા.22.54 લાખની કિંમતના વિદેશી દારૂ બિયર સાથે બાડમેરનો થાનારામ મગારામ જાટ નામનો ચાલકની ધરપકડ કરી રૂ.32.74 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.