Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જૂનાગઢ/માખીયાળામાં પોતાના ઘરમાં સુતેલા વ્યક્તિ ઉપર હુમલો કરી 20 લાખથી વધુની લૂંટમાં જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચ અને તાલુકા પોલિસને મળી મોટી સફળતા, 2 ને દબોચ્યાં એક મહિલાની પણ સંડોવણી

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 270

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

પોલીસે ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલી બે શખ્સને ઝડપી લીધા, મહિલા અને વધુ એક શખ્સની શોધખોળ

જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા સવજીભાઈ ગોકળભાઈ મકવાણા જાતે દેવીપૂજક ઉવ. 70 વાળાને અડધી રાત્રીના સુમારે પોતાના ઘરે એકલા સુતા હતા, દરમિયાન આરોપી રાહુલ રમેશભાઈ દેવીપૂજક અને ભરત પ્રેમજીભાઈ કોળી રહે. બંને મજેવડી ગામ તા.જુનાગઢ વાળાઓએ ઘરમાં ઘૂસી , ફરિયાદી નિંદ્રાધીન હાલતમાં હોય, તેના ઉપર બેસી, મોઢા ઉપર ઢીકા મારી, મારી નાખવાના ઇરાદે પગ પકડી, ગળું દબાવી, મોઢા ઉપર કપડાનો મૂંગો દઈ, મારી નાખવાની ધમકી આપી, રોકડા રૂૂ. 8,78. લાખ અને સોનાના 40 તોલા દાગીના કિંમત રૂૂ. 12, લાખ ચાંદીના 200, ગ્રામ દાગીના કિંમત રૂૂ. 10, હજાર મોબાઈલ ફોન મળી,
કુલ રૂૂ. 20 88, 500. ની લૂંટ કરવામાં આવી હતી , ફરિયાદી સવજીભાઈ ગોકળભાઈ મકવાણા દ્વારા બીજા દિવસે હોસ્પિટલમાં સારવારમાં ભાનમાં આવતા, તાલુકા પોલીસ સ્તવશન ખાતે ફરિયાદ કરતા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ.ગોહિલ તથા સ્ટાફ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સિનિયર સીટીઝન સાથે બનેલ માતબર રકમના લૂંટ અને ખૂનની કોશિશના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ, ગુન્હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી.
જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ.ગોહિલ તથા સ્ટાફના માણસોની જુદી જુદી બે ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, મળેલ બાતમી આધારે આરોપીઓ રાહુલ રમેશભાઈ સોલંકી જાતે દેવીપૂજક રહે. મજેવડી તથા ભરત પ્રેમજીભાઈ દલસાણીયા જાતે કોળી રહે. મજેવડી ને તાત્કાલિક રાઉન્ડ અપ કરી, પૂછપરછ કરતા, આ ગુન્હામાં રઝીયા ઉર્ફે હાજુ યુનુસભાઈ ફકીર રહે. ત્રાકુંડા ગામ તા. ગોંડલ જી. રાજકોટ તથા દિનેશ મણીભાઈ દેવીપૂજક રહે. મજેવડી ગામ વાળાઓની પણ સંડોવણી ખુલવા પામી હતી , ક્રાઇમ બ્રાન્ચ તેમજ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ બંને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ બંને આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન લૂંટમાં ગયેલ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ રૂૂ. 70, હજાર તેમજ ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ સહિત કુલ રૂૂ. 2,90. લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા ગુન્હાની કબૂલાત કરવામાં આવી હતી, અને બાકીનો મુદ્દામાલ આરોપી રઝીયા ફકીર પાસે હોવાની કબૂલાત આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓ રઝીયા ફકીર તથા દિનેશ દેવીપૂજાકની તપાસ કરી પકડી પાડવા તેમજ પકડાયેલા આરોપીઓ દ્વારા બાકીનો મુદામાલ કયા રાખેલ છે ? ફરિયાદીને શા કારણે લૂંટ કરવા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા ? વિગેરે મુદ્દાઓને લઈને પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા આગળની તપાસ તાલુકા પીઆઈ એ.એમ.ગોહિલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જૂનાગઢ/માખીયાળામાં પોતાના ઘરમાં સુતેલા વ્યક્તિ ઉપર હુમલો કરી 20 લાખથી વધુની લૂંટમાં જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચ અને તાલુકા પોલિસને મળી મોટી સફળતા, 2 ને દબોચ્યાં એક મહિલાની પણ સંડોવણી

Related posts

રાજકોટમાં ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ વિવાદમાં!કોન્સ્ટેબલ અને તેના મિત્રો પાસેથી નાસ્તાના પૈસા માંગતા લારી વાળાના 12 વર્ષના દીકરાને માર માર્યો! પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ ઈંડાની લારીમાં તોડ-ફોડ કરી

Phone: 9998685264.

ડાંગ/ દિવાળી વેકેશન બાદ શાળા શરુ થયાના પહેલા જ દિવસે ધોરણ 11 માં ભણતા વિધાર્થીએ શાળામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ખળબળાટ મચ્યો

Phone: 9998685264.

પંચમહાલ / સેલ્યૂટ અભયમ ટીમ, ગોધરામાં પિતરાઈ ભાઈ સાથે લગન કરવાની હઠે ચઢેલી યુવતીને સાચી સમજણ આપી આપઘાત કરતા અટકાવી, માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો

Phone: 9998685264.

Leave a Comment