Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતનો હીરા વેપારી જયારે પોતાના વતનમાં ખેતી કરતો હતો ત્યારે ગામના વડીલો તેમની મદદ કરતા, હીરાના વેપારીએ વડીલોને હવાઈ મુસાફરી કરાવી તેમનું ઋણ ચૂકવ્યું

સુરતનો હીરા વેપારી જયારે પોતાના વતનમાં ખેતી કરતો હતો ત્યારે ગામના વડીલો તેમની મદદ કરતા, હીરાના વેપારીએ વડીલોને હવાઈ મુસાફરી કરાવી તેમનું ઋણ ચૂકવ્યું

Our Visitor

009919
Total Users : 9919
Total views : 11607
Who's Online : 6

સુરતનો હીરા વેપારી જયારે પોતાના વતનમાં ખેતી કરતો હતો ત્યારે ગામના વડીલો તેમની મદદ કરતા, હીરાના વેપારીએ વડીલોને હવાઈ મુસાફરી કરાવી તેમનું ઋણ ચૂકવ્યું

રીતેશ પરમાર

આકાશમાં ઉડતા પ્લેટને જોઈને ઘણા લોકો મનોમન એવો વિચાર કરતા હોય છે કે, પ્લેનમાં બેસવાનો મોકો ક્યારે મળશે. સામાન્ય અને ગરીબ વર્ગના લોકોનું સ્વપ્ન હોય છે કે જીવનમાં એક વખત ફ્લાઈટની મુસાફરી કરવી. ત્યારે સુરતના એક હીરાના વેપારીએ તેમના વતનમાં ખેતી કરતા વૃદ્ધ વડીલોનું પ્લેનના બેસવાનું સ્વપ્ન પૂરું કરવા માટે ગામના વડીલોને હવાઈ મુસાફરી કરાવી હતી.
આ હીરાના વેપારીએ તેમના ગામના વડીલોની ઈચ્છા પૂરી કરવા માટે વૃદ્ધ લોકોને અમરેલીથી સુરતની હવાઈ મુસાફરી કરાવી હતી અને ત્યારબાદ તેમને અલગ-અલગ ફરવાલાયક સ્થળો પર ફેરવ્યા પણ હતા. હીરાના વેપારીના કારણે આખું જીવન ખેતી કરતા વડીલોની હવાઈ મુસાફરી કરવાની ઈચ્છાપૂરી થઇ હતી.

રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાના લોકોએ સુરતના પોતાની કર્મભૂમિ બનાવી છે. સૌરાષ્ટ્રના નાના એવા ગામમાંથી ગરીબ પરિવારના લોકો સુરતમાં આવીને રોજી-રોટી મેળવીને સુખી સંપન્ન થયા હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે આજે એક એવા હીરાના વેપારીની વાત કરવી છે કે, તેમને વતનનું ઋણ ચૂકવવા માટે પોતાના ગામમાં વડીલોને હવાઈ મુસાફરી કરાવી હતી. આ વેપારીનું નામ છગન સીમેડીયા છે. તેઓ 15 વર્ષ પહેલ અમરેલી જિલ્લાના લાઠીના ધામેલ ગામની અંદર ખેતી કરતા હતા અને હાલ તેઓ સુરતના કતારગામ વિસ્તારમાં તેમના પરિવારની સાથે રહે છે.

હીરાના વેપારીએ આર્થિક રીતે વધુ મજબૂત થવા માટે સુરત આવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તેમને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી લીધી. સુરતમાં આવીને છગન સીમેડીયાએ હીરાનો વ્યસાય શરૂ કર્યો. હાલ તેઓ બેલ્જિયમમાં પણ એક હીરાની ઓફિસ ધરાવે છે. તેઓ પૈસે-ટકે સુખી સંપન્ન થયા બાદ તેમને પોતાના ગામના વડીલોને સ્વખર્ચે હવાઈ મુસાફરી કરાવવાનો નિર્ધાર કર્યો. ત્યારબાદ હીરાના વેપારી છગન સીમેડીયાએ તેમના ગામના 9 વૃદ્ધ વડીલોની ફ્લાઈટની ટિકિટ બૂક કરાવી. ત્યારબાદ આ તમામ ફ્લાઈટમાં અમરેલીથી સુરત સુધીની હવાઈ મુસાફરી કરાવવામાં આવી. ત્યારબાદ એરપોર્ટ પરથી આ તમામ વડીલો માટે ઘર સુધી લાવવા માટે એક વાહનની વ્યવસ્થા કરવામાં આવી.

જ્યારે આ તમામ વડીલો સુરતમાં છગન સીમેડીયાના ઘરે ગયા ત્યારબાદ તેમને વડીલોને અલગ-અલગ ફરવાલાયક સ્થળો પર ફેરવ્યા હતા. હીરાના વેપારી છગન સીમેડીયાના કારણે હવાઈ મુસાફરીનો લાભ મળ્યો હોવાના કારણે તમામ વડીલો ખૂબ જ ખૂશ થયા હતા. મહત્ત્વની વાત છે કે, જે 9 વડીલોને હીરાના વેપારીએ હવાઈ યાત્રા કરાવી હતી તે 9 વડીલો એ હતા કે જ્યારે હીરાના વેપારી છગન સીમેડીયા ખેતી કામ કરતા હતા ત્યારે આ વડીલો તેમને ખેતી કામમાં મદદ કરતા હતા. એટલે વડીલોને હવાઈ મુસાફરી કરાવીને અને સુરતમાં ફરવાલાયક સ્થળો પર ફેરવીને હીરાના વેપારીએ વડીલોનું ઋણ ચૂકવ્યું હતું .


સુરતનો હીરા વેપારી જયારે પોતાના વતનમાં ખેતી કરતો હતો ત્યારે ગામના વડીલો તેમની મદદ કરતા, હીરાના વેપારીએ વડીલોને હવાઈ મુસાફરી કરાવી તેમનું ઋણ ચૂકવ્યું

Related posts

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

Ritesh Parmar

શત શત નમન/ બંધારણના ઘડવૈયા મહાન પુરૂષ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131 જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશ વાસિયોને શુભકામનાઓ, શુ હતા બાબાસાહેબના અમૂલ્ય શબ્દો અને તેમના વિચારો

Ritesh Parmar

મુંબઈ-પુણે એક્સપ્રેસ પર અકસ્માત, 11 વાહનોની ટક્કરમાં 4નાં મોત,કેટલીક કારની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત,મુંબઈ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ,ઘાયલો ખોપોલીના મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં દાખલ

Ritesh Parmar

Leave a Comment