
આજરોજ સુરતના ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ ના આદિવાસી સત્યાગ્રહ યાત્રા અંતર્ગત ઓલપાડ વિધાનસભા વિસ્તારના જોઠાણ, વડોદ તથા કરમલા ગામ ખાતે આદિવાસી વિસ્તારમાં કૉંગ્રેસ પક્ષ દ્વારા આદિવાસી માટે કરવામાં આવેલ કામો તથા આવનાર વિધાનસભા ની ચૂંટણી માં કૉંગ્રેસ પક્ષ દ્વારા મેનિફેસ્ટો માં કરવામાં આવેલ યોજનાઓ બાબતે માહિતી આપવામાં આવી.


આ આદિવાસી સત્યાગ્રહ યાત્રા માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પક્ષના મહામંત્રી અને સહકારી તથા ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક,ઓલાપડ તાલુકા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ જ્યેન્દ્ર ભાઈ દેસાઈ, ભરતભાઇ દેસાઈ,ઈશ્વરભાઈ પટેલ, ભરત ભાઈ પટેલ,યોગેન્દ્ર પટેલ,તનય દેસાઈ, કેતનભાઈ દેસાઈ,રામકીશનભાઈ સુરતી,રાજુભાઇ રાઠોડ,ઠાકોરભાઈ રાઠોડ,રમણભાઈ રાઠોડ,જયેશભાઇ રાઠોડ, ભુપતભાઇ દેસાઈ,પ્રવીણભાઈ સુરતી,બચુ ભાઈ રાઠોડ,રમેશભાઈ રાઠોડ સહિતના કૉંગ્રેસ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.






Total Users : 12991
Total views : 15215
Who's Online : 0