Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બનાસકાંઠા/ ભાભરના મીઠા ગામે યુવક અને યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત! પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બનાસકાંઠા/ ભાભરના મીઠા ગામે યુવક અને યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત! પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Our Visitor

013130
Total Users : 13130
Total views : 15369
Who's Online : 2

બનાસકાંઠા/ ભાભરના મીઠા ગામે યુવક અને યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત! પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અહેવાલ – રીતેશ પરમાર

બનાસકાંઠાના ભાભર તાલુકાના મીઠા ગામે યુવક અને યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. મીઠા ગામની થળીમાં અવાવરું જગ્યાએ એક ઝાડ પર ફાંસો ખાઈને યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ, મીઠા ગામની થળીમાં અવાવરું જગ્યાએ યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરીને મોતને વહાલ કર્યું હતું. આજુબાજુના ખેતરોમાં રહેતા લોકો ઢોર ઢાકર ચરાવવા જતા હતા તે દરમિયાન જાણ થતા ત્યાં ટોળે ટોળા એકઠા થયા હતા. પોલીસને જાણ થતા ઘટના સ્થળે આવી પહોંચી હતી.

આ બાદ તપાસમાં આ બંને વ્યક્તિ યુવક અને યુવતી પાટણ જિલ્લાના રાંધણપુર તાલુકાના નાનાપરા ગામના કાજલબેન દલાભાઈ ઠાકોર તથા શૈલેષભાઈ વાલાભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બંનેની લાશને પોસ્ટ માર્ટમ માટે ભાભરની રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસ તપાસ બાદ ઘટનાની વધુ જાણ થતા મૃતકના પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


બનાસકાંઠા/ ભાભરના મીઠા ગામે યુવક અને યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત! પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Related posts

એડવોકેટ, પ્રેસ, પોલીસ, ડોક્ટર, સહિતના લખાણવાળા સ્ટીકર નહી લગાવવાના પરિપત્રને લઈ વિરોધ, અમદાવાદ બાર એસોસિએશને આંદોલનની ચીમકી આપી,

Ritesh Parmar

સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

Ritesh Parmar

વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના આરોપીને હેરાન નહી કરવા મહિલા PSI એ લાંચ માંગી, ACB ટીમે છટકું ગોઠવી ખેલ બગાડ્યો

Ritesh Parmar

Leave a Comment