
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
તાજેતરમાં વિજીલન્સની રેડ બાદથી વડોદરાના પોલીસ વિભાગમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યા છે. થોડાક સમય પહેલા પોલીસ વિભાગ દ્વારા ડી સ્ટાફનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિશેષ ટીમનું ગઠન કરીને તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. વિજીલન્સની રેડથી શરૂ થયેલા ફેરફારો આજે પણ ચાલું છે.
આજરોજ શહેરવા વિવિધ પોલીસ સ્ટેશનમાં તથા વિભાગોમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેને લઇને અત્યાર સુધીમાં કરવામાં આવેલા ફેરફારથી ઉચ્ચ અધિકારીઓ સંતુષ્ટ નહિ હોવાનો અંદાજો લગાડી શકાય છે. આજરોજ કરવામાં આવેલી બદલીમાં 3 મહિલા ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એન.એચ. બ્રહ્મભટ્ટ સમા પોલીસ સ્ટેશનની સાથે હરણી પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સંભાળશે.
જાણો કોને ક્યાં મુકાયા







Total Users : 12991
Total views : 15215
Who's Online : 0