


છેલ્લા ઘણા સમયથી અમદાવાદના નરોડા ખાતેના રેલવે ઓવરબ્રિજના નામાંકરણને લઈ વિવાદ વકર્યો છે. જેમાં એક તરફ સિંધી સમાજ દ્વારા પોતાના સંત મહારાજના નામે બ્રિજનું નામ રાખવા રજુઆત કરાઈ છે. તો બીજીતરફ બ્રિજ ની આસપાસ દલિત સમાજની વસ્તી હોવાથી દલિત સમાજના લોકો પણ નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસના નામ થી શરુ કરવા માટે ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. દલિત સમાજના આગેવાનો દ્વારા આજે નરોડા બ્રિજ પાસે મોટી સંખ્યામાં હાજર રહી ભારે વિરોધ કર્યો હતો. અને જો તેમની આ માંગણી સ્વીકારવામાં ના આવે તો મોટો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આજના આ કાર્યક્રમમાં દેખાવો અને પ્રદર્શન કરનાર દલિત સમાજના ઉપસ્થિત આગેવાનોએ સંત શિરોમણી રોહિદાસને યાદ કરી જણાવ્યું હતું કે જે સંત દ્વારા સમાજમાં એકતાની સ્થાપના કરી અને જાતિના વાડા તોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા એવા સંત શિરોમણી રોહિદાસજીનું નામ નરોડા બ્રિજની આસપાસ દલિત સમાજની વસ્તી હોવા છતાં અને અસંખ્ય વાર સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતાં એને અવગણવામાં આવતા આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) દ્વારા મુલાકાત કરીને સ્થાનિકો દ્વારા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું. જેમાં ટીમ તરફથી એડવોકેટ સુબોધ કુમુદ, કમલેશ કટારીયા, પ્રકાશ મકવાણા, નિલેશ મકવાણા, વૃશિક સોલંકી કાર્તિક ભાઈ, બેલાબેન, ઉર્મિલાબેન ધર્મિષ્ઠાબેન સહિતના પ્રતિનિધિઓ હાજર રહયા હતા.

I support movement for Saint Rohidas…
🙏👍