Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઓલપાડ પોલીસે મોટો કૌભાંડ ઝડપી પાડ્યો! બ્રાન્ડેડ કંપનીના નામે બનાવી રહ્યા હતા ડુપ્લીકેટ માલ સામાન, મુખ્ય સૂત્રધાર સહીત 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

ઓલપાડ પોલીસે મોટો કૌભાંડ ઝડપી પાડ્યો! બ્રાન્ડેડ કંપનીના નામે બનાવી રહ્યા હતા ડુપ્લીકેટ માલ સામાન, મુખ્ય સૂત્રધાર સહીત 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Our Visitor

009827
Total Users : 9827
Total views : 11506
Who's Online : 0

ઓલપાડ પોલીસે મોટો કૌભાંડ ઝડપી પાડ્યો! બ્રાન્ડેડ કંપનીના નામે બનાવી રહ્યા હતા ડુપ્લીકેટ માલ સામાન, મુખ્ય સૂત્રધાર સહીત 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં આવેલ માસમાં ગામમાં ચાંદ ઇન્ડસ્ટ્રીઝમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ માલ સામાન બનાવતી ગેંગને ઓલપાડ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. કંપનીમાંથી ડુપ્લીકેટ ડવ શેમ્પુ, વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવવાનો કારસ્તાન ચાલી રહ્યું હોવાની બાતમી ઓલપાડ પોલીસને મળતા સ્થળે રેડ કરવામાં આવી હતી જ્યાંથી પોલીસે 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આપને જણાવી દઈએ કે સુરત જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક વાંબાંગ ઝમીર ની સૂચના અને જિલ્લા SP હિતેશ જોયસર ના સુપર વિઝન હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી. આર. જાદવને માહિતી મળી હતી કે ઓલપાડ વિસ્તારના માસમાં ગામમાં આવેલ ચાંદ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં અબ્દુલ હફીઝ ઉર્ફે રાજુભાઈ મહંમદ શફી હીરાગલ નામનો મુખ્ય સૂત્રધાર કંપનીની અંદર મજૂરો રાખી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ માલ સામાન બનાવવાનો ગોરખ ધંધો ચલાવી રહ્યો છે. આ સમગ્ર બાબતની જાણ ઓલપાડના PI સી. આર. જાદવને થઈ પડતા તેમણે પોતાના સ્ટાફના માણસોને કંપની ઉપર નજર રાખવા કડક સૂચના આપી હતી.

જે સંદર્ભમાં ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા માસમાં ગામમાં આવેલ ચાંદ ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા કાળા કારનામા ને ઝડપી પાડવા છુપી રીતે કવાયત હાથ ધરી હતી. તે દરમ્યાન પોલીસકર્મી અશોકભાઈ ગણપતભાઈ બ નં 666 તથા મુકેશભાઈ જેરામભાઈ બ નં 924 ને બાતમીદારે માહિતી આપી હતી કે ચાંદ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પાયે ડુપ્લીકેટ ચીજ વસ્તુઓ બનાવવાનો કૌભાંડ ચાલી રહ્યો છે. જેથી બાતમીના આધારે ઓલપાડ પોલીસ સ્ટેશનના PI સી. આર. જાદવ PSI એસ. એન. ચૌધરી સહીતનો પોલીસ કાફલો બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈ દરોડો પાડ્યો હતો. ઓલપાડ પોલીસની ટીમે દરોડા દરમ્યાન કંપની માંથી ડુપ્લીકેટ ડવ શેમ્પુ, વિમલ પાન મસાલા અને તમાકુ બનાવવાની સાધન સામગ્રી સહીત 50 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ઓલપાડ પોલીસે સમગ્ર ઓપરેશન દરમ્યાન મુખ્ય સૂત્રધાર અબ્દુલ હફીઝ નામના શખ્સની ધરપકડ કરી હતી. જયારે તેમની સાથે કામ કરતા 5 મજૂરોની પણ ધરપકડ કરી ડુપ્લીકેટ માલ સામાન બનાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કરી ખુબજ પ્રસંશનીય કામગીરી કરી હતી.


ઓલપાડ પોલીસે મોટો કૌભાંડ ઝડપી પાડ્યો! બ્રાન્ડેડ કંપનીના નામે બનાવી રહ્યા હતા ડુપ્લીકેટ માલ સામાન, મુખ્ય સૂત્રધાર સહીત 50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Related posts

છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિ કરવા માટે સગીરાનું અપહરણ કર્યું, આખી રાત નિર્વસ્ત્ર કરીને બે પગમાં બાંધ્યું નારિયેળ, કુંડાળામાં ઉભી રાખી અને મંત્ર ભૂલી જતા જ.

Ritesh Parmar

સુરતમાં ખેલાયો ખૂની ખેલ, 7 જેટલા હુમલાખોરોએ તલવાર અને ચપ્પાના અસંખ્ય ઘા મારી માથાભારે શખ્સને મોતને ઘાટ ઉતાર્યો, લોકોમાં ભયનો માહોલ

Ritesh Parmar

સરખેજ પોલીસે ચોરીના કેસમાં પકડાયેલ આરોપીના મોઢામાં રૂમાલ નાખી પાછળના ભાગે ઓઈલ લગાડી પટ્ટા વડે માર માર્યો! આરોપીએ PSI ડી.પી.સોલંકી સહિત પાંચ પોલીસકર્મીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી

Ritesh Parmar

Leave a Comment