Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત હાઇકોર્ટના અધિવક્તા પરિષદ દ્વારા પ્રસંશનીય કામગીરી, મહિલા દિવસે નારી વિકાસ ગૃહમાં યુવતીઓને મફત કાનૂની મદદ આપવા અને કાયદાની સમજણ આપી સશક્ત બનાવવાનો પ્રયાસ

ગુજરાત હાઇકોર્ટના અધિવક્તા પરિષદ દ્વારા પ્રસંશનીય કામગીરી, મહિલા દિવસે નારી વિકાસ ગૃહમાં યુવતીઓને મફત કાનૂની મદદ આપવા અને કાયદાની સમજણ આપી સશક્ત બનાવવાનો પ્રયાસ

Our Visitor

013083
Total Users : 13083
Total views : 15320
Who's Online : 3

ગુજરાત હાઇકોર્ટના અધિવક્તા પરિષદ દ્વારા પ્રસંશનીય કામગીરી, મહિલા દિવસે નારી વિકાસ ગૃહમાં યુવતીઓને મફત કાનૂની મદદ આપવા અને કાયદાની સમજણ આપી સશક્ત બનાવવાનો પ્રયાસ

અમદાવાદ : નારી વિકાસ ગૃહમાં કાયદાના વિષચક્રમાં કોઈકને કોઈ રીતે ભરડાયેલ યુવતીઓ, નાની બાળકીઓને કોર્ટ અથવા પોલીસના હુકમ થી રાખવામાં આવે છે. અને ત્યાં તેમની દેખરેખ રાખવામાં આવે છે. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ અધિવક્તા પરિષદ દ્વારા 11 માર્ચ ના દિવસે નારી વિકાસ ગૃહમાં રહેતી યુવતીઓને મફત કાનૂની મદદ અને કાયદા વિશે સચોટ સલાહ, સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવા માટે મહિલા વકીલોની જુદી -જુદી ત્રણ પેનલો બનાવવામાં આવી હતી. જ્યાં આ મહિલા એડવોકેટ પેનલ દ્વારા 17 જેટલી યુવતીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ યુવતીઓને સાંભળી તેમના કેસ બાબતે અને કેસના નિરાકરણ માટે શુ કરવું જોઈએ તેની સંપૂર્ણ કાનૂની સલાહ અને કાયદાકીય જાણકારી ગુજરાત હાઈકોર્ટ અધિવક્તા પરિષદ પેનલ દ્વારા નારી વિકાસ ગૃહમાં રહેતી યુવતીઓને આપવામાં આવી હતી.

આમ તો ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ માટે વિવિધ માળખાઓ બનાવવામાં આવ્યા છે. જેવા કે, મહિલા શક્તિ કેન્દ્રો, સખી વન સ્ટોપ સેન્ટર, નારી કેન્દ્રો, સ્વધાર ગૃહ, 181, અભયમ હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇ્ઝડ સપોર્ટ સેન્ટર, મહિલા કલ્યાણ માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, મફત કાનૂની સહાય, મહિલા સ્વાવલંબન યોજના વગેરેની યોજનાઓ મૂકી મહિલાઓ તેમજ યુવતીઓને તેમના જીવન ધોરણમાં મદદ રૂપ થવા સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરાયા છે. તેમ છતાં આજના સમયમાં મહિલાઓ ઉપર એસોલ્ટ કે તેમની સાથે બનતી ઘટનાઓમાં વધારો થતો જોવા મળે છે.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત હાઈકોર્ટની અધિવક્તા પરિષદ ટીમ દ્વારા નારી વિકાસ ગૃહમાં રહેતી યુવતીઓને રૂબરૂ મળીને વિશ્વાસ અપાવ્યો હતો કે, તમારા કેસના નિરાકરણ અને અન્ય બીજી સમસ્યાઓના સમાધાન માટે અમારી ગુજરાત હાઈકોર્ટ અધિવક્તા પરિષદ ટીમ તરફ થી મફત કાનૂની સહાય અને સલાહ આપવામાં આવશે. આ શુભ અવસર નિમિતે ગુજરાત હાઈકોર્ટ અધિવક્તા પરિષદ દ્વારા નારી વિકાસ ગૃહમાં રહેતી યુવતીઓને રોજિંદા ઉપયોગ માટે લેડીઝ બેગ ભેટ સ્વરૂપ આપવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટનાઅધિવક્તા પરિષદ દ્વારા મહિલા વિશ્વ દિવસ નિમિતે નારી વિકાસ ગૃહમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રાંતના અધિકારી અલ્કેશભાઈ શાહ , પાર્થિવભાઈ ભટ્ટ, તથા મુખ્ય અતિથિ તરીકે bjp લીગલ સેલના કન્વીનર અને એડવોકેટ દીપકભાઈ જોશી તથા તેમની સાથે અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા. સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા વકીલ બહેનો હાજર રહી હતી, તો બીજીતરફ સમગ્ર કાર્યક્રમનો સફળ આયોજન અને માર્ગદર્શન ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ અધિવક્તા પરિષદના મહામંત્રી અને એડવોકેટ નચિકેત કોડેકર દ્વારા કરવામાં આવ્યો હતો.


ગુજરાત હાઇકોર્ટના અધિવક્તા પરિષદ દ્વારા પ્રસંશનીય કામગીરી, મહિલા દિવસે નારી વિકાસ ગૃહમાં યુવતીઓને મફત કાનૂની મદદ આપવા અને કાયદાની સમજણ આપી સશક્ત બનાવવાનો પ્રયાસ

Related posts

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ બાર એસોસિએસનના પ્રમુખ અસીમ પંડ્યાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું! હાઇકોર્ટમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે મંજૂરી આપવાના આંદોલનના કારણે આપ્યું રાજીનામુ

Ritesh Parmar

ચોરી કરવાનો નવો કીમિયો, પલમ્બરની આડમાં ઘરની રેકી કરી ચોરીને આપતો અંજામ, પુણા પોલીસે ઝડપી પાડ્યો

Ritesh Parmar

અમરેલી / તાલુકા પોલીસના વિસર્જન બાદ SP નિર્લિપ્ત રાયે બીજા જ દિવસે PSI પી. બી. લક્કડને સસ્પેન્ડ કર્યા, શુ છે કારણ જાણીલો

Ritesh Parmar

Leave a Comment