Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીનું બાઈક સળગાવી અસામાજિક તત્વો ફરાર, આ ઘટનામાં કોઈ પોલીસકર્મીની સંડોવણી હોવાનું અનુમાન, પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી

પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીનું બાઈક સળગાવી અસામાજિક તત્વો ફરાર, આ ઘટનામાં કોઈ પોલીસકર્મીની સંડોવણી હોવાનું અનુમાન, પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી

Our Visitor

013124
Total Users : 13124
Total views : 15362
Who's Online : 2

પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીનું બાઈક સળગાવી અસામાજિક તત્વો ફરાર, આ ઘટનામાં કોઈ પોલીસકર્મીની સંડોવણી હોવાનું અનુમાન, પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી

જામનગર જિલ્લાના પોલીસબેડામાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે જેમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનું બાઇક સળગાવી દેવામાં આવ્યું હતું, પાડોશમાં રહેતા અન્ય એક પોલીસ કર્મચારી સાથે બે દિવસ પહેલાં બોલાચાલી થયા પછી તેનું વેર વાળવા માટે ભાડુતી માણસોને મોકલ્યા હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ સીસીટીવી કેમેરા ની મદદથી મોઢે બુકાની બાંધીને આવેલા અજાણ્યા તત્ત્વોની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં આવારા તત્વોને પોલસનો કઈ ખોફ જ ન રહ્યો હોય તેમ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન વિભાગમાં ફરજ બજાવતા રાહુલભાઈ મકવાણા નામના પોલીસ કોન્સ્ટેબલનું બાઈક સળગાવવામાં આવ્યું હતું. તેઓ જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં જ રહે છે, તેમના મકાનની બહાર પાર્ક કરવામાં આવેલું તેમનું બાઈક ગઈ રાત્રે મોઢે કપડું બાંધીને આવેલા બે અજાણ્યા શખ્સો પેટ્રોલ રેડી સળગાવી દેવામાં આવ્યું હતું ત્યારે આ ઘટનાને પગલે પોલીસે આરોપીઓને જેલ પાછળ ધકેલવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

શું બની હતી બે દિવસ ઘટના ??

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન વિભાગમાં ફરજ બજાવતા રાહુલભાઈ મકવાણા આજથી બે દિવસ પહેલાં પાડોશમા જ રહેતા પોલીસ કર્મચારી હરિશ્ચંદ્રસિંહ જયવંતસિંહ જાડેજા સાથે બોલાચાલી થઈ હતી. પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલી એક કેન્ટીનમાં સામાનની ખરીદી વખતે થોડી બોલાચાલી થયા બાદ મામલો ગરમાયો હતો, અને બંને પોલીસ કર્મચારીઓ પાડોશમાં જ રહેતા હોવાથી હરિશ્ચંદ્રસિંહ જાડેજા દ્વારા ધમકી અપાઈ હતી, અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા હતા.

ઉપરાંત તેઓના બાઈકમાં આગલી રાત્રી દરમિયાન બ્લેડથી છરકા કર્યા હતા, જેનાથી સીટ ફાટી ગઈ હતી. પરંતુ તે દિવસે રાત્રે મામલો શાંત પડ્યો હતો, અને બીજે દિવસે ફરીથી વાહનમાં નુકસાની પહોંચાડવા અંગે રાહુલ મકવાણા દ્વારા પાડોશી પોલીસ કર્મચારીને કહેવા જતાં તેને ફરીથી ધમકી અપાઈ હતી, અને ગઈ રાત્રે તેમના બાઇકને અજાણ્યા બે માણસો સળગાવી ને ભાગી છૂટયા હોવાનો મામલો સામે આવતાં આખરે તેમણે જામનગરના જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી છે. જેને લઈને મામલો ગરમાયો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને બહારથી પોલીસ હેડ ક્વાર્ટરમાં ઘુસેલા બુકાનીધારીઓને પકડવા માટે સીસીટીવી કેમેરાઓના માધ્યમથી તપાસનો દોર આગળ ધપાવાયો છે.


પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીનું બાઈક સળગાવી અસામાજિક તત્વો ફરાર, આ ઘટનામાં કોઈ પોલીસકર્મીની સંડોવણી હોવાનું અનુમાન, પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી

Related posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન!સામાજિક સૌહાર્દ અને હિન્દૂ મુસ્લિમ ભાઈચારો ઝળકાયો,પોલીસ કમિશ્નરે હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યું

Ritesh Parmar

બ્રાન્ડેડ બાટલીમાં ‘મોતનું કેમિકલ’: ભાવનગરમાં રોયલ સ્ટેગના નામે ઝેર પીરસાયું, ૨ના મોત, ૬ લોકોની ની હાલત ગંભીર!ખાસ અહેવાલ:

Ritesh Parmar

બ્લેક ડે / 26/11/ 2008 મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આજે 13 મી વરસી, તમે કોઈ ઉપર ના આવતા, હું સંભાળી લઈશ, વીર સપૂતે પોતાના જીવની બાજી લગાવી સેકડો લોકોના જીવ બચાવ્યા

Ritesh Parmar

Leave a Comment