Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ! જુગારના કેસનો આરોપી પોલીસ સ્ટેશનમાંજ બેભાન થઈ જતા નીપજ્યું મોત, મૃતકના શરીર ઉપર ઇજાના ઘા દેખાયા, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ! જુગારના કેસનો આરોપી પોલીસ સ્ટેશનમાંજ બેભાન થઈ જતા નીપજ્યું મોત, મૃતકના શરીર ઉપર ઇજાના ઘા દેખાયા, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ! જુગારના કેસનો આરોપી પોલીસ સ્ટેશનમાંજ બેભાન થઈ જતા નીપજ્યું મોત, મૃતકના શરીર ઉપર ઇજાના ઘા દેખાયા, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
મૃતક જ્યંતિભાઈ

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે 2:15 વાગ્યે જુગાર કેસમાં પકડાયેલ આરોપી બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સિવિલ હોસ્પિટલના તબીબોએ આરોપી જયંતીને મૃત જાહેર કર્યો હતો. મૃતક જયંતીના ભાઈ વિનુ અગેચણીયાએ જણાવ્યું હતું કે, અમે મનહરપુરમાં રહીએ છીએ ગઈકાલે રાત્રે 10 વાગ્યે કુવાડવા પોલીસના કર્મીઓ ઘરે આવીને મારા ભાઈ જયંતીને લઈ ગયા હતા.

વહેલી સવારે 4 વાગ્યે પોલીસનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ભાઈ જયંતીની તબિયત ખરાબ છે સિવિલ હોસ્પિટલ આવી જાઓ. જેથી અમે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે ત્યા તો ભાઇનો મૃતદેહ હતો. શરીર પર ઇજા હોવાનું જોવા મળ્યું છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં શું કારણ સામે આવે છે તેની રાહ જોઈએ છીએ. જ્યાં સુધી તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકરવાનો પરિવારે ઇનકાર કર્યો હતો. ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં સમગ્ર ભારતમાં સૌથી વધુ 80 જેટલા કસ્ટોડિયલ ડેથના કેસ નોંધાયા છે, ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં આ માહિતી ગયા માસમાં આપી હતી. તે પછી મહારાષ્ટ્ર (76), ઉત્તર પ્રદેશ (41), તમિલનાડુ (40) અને બિહાર (38)નો નંબર આવે છે. એટલે ગુજરાત કસ્ટોડીયલ ડેથમાં દેશમાં પ્રથમ છે.

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ! જુગારના કેસનો આરોપી પોલીસ સ્ટેશનમાંજ બેભાન થઈ જતા નીપજ્યું મોત, મૃતકના શરીર ઉપર ઇજાના ઘા દેખાયા, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

Related posts

રાજસ્થાન/ નદબઈ ખાતે દસમા ધોરણમાં અભ્યાસ કરતી બે બાળકીઓને ટ્રેને કચડી નાખી, જુઓ લાઈવ વિડીયો

Ritesh Parmar

Ahmedabad – 31st ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નો એક્શન પ્લાન તૈયાર, દારૂ ડ્રગ્સના બંધાણીઓ ચેતજો, નહીંતર જેલના સળિયા પાછળ ધકેલાશો

Ritesh Parmar

અમદાવાદમાં ગુજરાત ક્વિન ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવા જતા વ્યક્તિનો જીવ ટ્રેન પાયલોટે મસીહા બનીને બચાવ્યો……જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment