Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ, તાલુકા કાલોલ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ, તાલુકા કાલોલ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ, તાલુકા કાલોલ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજ ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન છે, આ સંગઠન દ્વારા અનેકવિધ સામાજિક સેવાના રચનાત્મક કાર્યો તેમજ શિક્ષક હિતના કામો થઈ રહ્યા છે.ભારતીય સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું અને અનોખું મહત્વ છે, આપણી સંસ્કૃતિ યત્ર પૂજયતે નારી,તત્ર રમન્તે દેવતા: માં માનનારી સંસ્કૃતિ છે તેમજ પ્રવર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં માતૃશક્તિએ પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે પોતાનું સ્થાન જમાવ્યું છે,ત્યારે સંગઠનમાં માતૃશક્તિની સહયોગીતા વધે એવા શુભાશિષ સાથે કાલોલ તાલુકા દ્વારા માતૃશક્તિ સંમેલન તેમજ માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કાલોલ તાલુકા પંચાયત કોન્ફરન્સ ખાતે 10/03/2023ના રોજ કરવામાં આવ્યું .

જેમાં કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓનું સ્વાગત શાબ્દિક સ્વાગત અને પરિચય (તાલુકા સહસંગઠનમંત્રી) વૈશાલીબેન દ્વારા આપવામાં આવ્યો .તેમજ પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને મહિલા કાર્યકર્તા દ્વારા આવનારા અતિથીઓનું સન્માન કરવામાં આવ્યુ.
આમ આગળ કાર્યક્મને વધારતા વિવિધ ક્ષેત્રે પોતાના કાર્યમા અગ્રેસર રહી સુંદર ઉદાહરણ પુરુ પાડે તેવા બહેનોનુ સન્માન કરવામા આવ્યુ જેમા શ્રીમતિ અમૃતાબેન જેઓ રેફરલ હોસિ્પટલ કાલોલમા તેમનુ આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ છે જેમનુ સન્માન મુખ્ય વક્તા શ્રીમતિ હિરલબેન ઠાકર દ્રારા સન્માન પત્ર તથા શાલ ઓઢાડી કરવામાં આવ્યુ.

ત્યારબાદ પોલીસ કર્મચારી શ્રીમતિ સુનિતાબેનનુ જેમની સુરક્ષા ક્ષેત્રે ખુબ જ શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત તેઓશ્રીનુ સન્માન પણ કાલોલ તાલુકાના *શ્રીમતિ શીતલબેન જેઓ ATDO * દ્વારા કરવામાં આવ્યુ. આજ રીતે શ્રીમતિ લીલાબેન નગરપાલિકામા જેઓ સફાઈ કર્મચારી છે જેમનુ સ્વચ્છતાની કામગીરીમા સુંદર ઉદાહરણ પુરુ પાડ્યુ છે જેમનુ સન્માન મહિલા ઉપાધ્યક્ષ હસુમતિબેન દ્વારા કરવામા આવ્યુ ત્યારબાદ શિક્ષણક્ષેત્રે પ્રતિભાશાળી એવોર્ડ લેનાર તથા શાળામા ખુબ જ સુંદર કામગીરી કરનાર બેનશ્રી શ્રીમતિ મનીષાબેનનુ સન્માન તાલુકા સહમંત્રી શ્રીમતિ રમીલાબેન દ્વારા કરવામા આવ્યુ હતુ.
કાલોલ તાલુકા સહમંત્રી રમીલાબેન તથા જિલ્લા કારોબારી કુંજલબેન દ્વારા સરસ્વતી વંદના દ્વારા થઈ. તાલુકા મહિલા ઉપાધ્યક્ષ તથા સહ સંગઠન મંત્રી મધ્ય સંભાગ મહિલા સંવર્ગ શ્રીમતિ હસુમતિબેન દ્વારા સંગઠન અને સંગઠનનાં કાર્યોનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો.
ત્યારબાદ મુખ્ય વક્તા * શ્રી હિરલબેન ઠાકર *(ચીફ ઓફિસર,નગરપાલિકા કાલોલ)દ્વારા માતૃશક્તિ મહાત્મય, સ્ત્રીઓ શું શુ કરી શકે? તેના કેટલા રૂપો છે? ઘરમા બાળકની માતા, પતિની પત્ની ,સાસુની વહુ , નણંદના ભાભી ,તથા વિવિધ ક્ષેત્રે અલગ અલગ ભુમિકાની ખૂબ સુંદર અને ઉદાહરણ દ્વારા મહિલાઓને હૃદય સ્પર્શી વાત કરી.તથા શિક્ષક સમાજમાં મહિલાઓનુ અનોખુ યોગદાન જેમકે બાળકને બેટા શબ્દ બોલે ત્યાં માના દર્શન થાય તથા અન્ય ક્ષેત્રે પણ નારીનુ ખૂબ જ મહત્વ છે એ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું ..
ત્યારબાદ *અતિથિ વિશેષ શ્રીમતિ અર્ચનાબેન રાષ્ટીય સેવિકા સમિતિ બૌધ્ધિક પ્રમુખ ,પંચમહાલ*
દ્વારા શિક્ષક, શિક્ષાર્થી અને રાષ્ટ્રના હિતમાં મહિલાઓની ભૂમિકા અંતર્ગત એક રાજાની વાર્તા દ્વારા સુંદર રીતે નારીનુ મહત્વ શુ છે તે વિશે પ્રભાવશાળી રજૂઆત કરી હતી .
ત્યારબાદ કલ્યાણ મંત્ર બોલી સૌ મહેમાનો તથા વિવિધ ક્ષેત્રોની કર્મચારી મહિલાબેનો તથા શિક્ષિકાબહેનોની આભારવિધિ સહમંત્રી શ્રીમતિ રમીલાબેન દ્વારા કરવામા આવી હતી કાલોલ તાલુકા ટીમ તથા મહિલા સંવર્ગની ટીમ જેમના દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો એ સંદર્ભે કાલોલ તાલુકા ATDO શ્રીમતિ શીતલબેનનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો તથા તમામ કાર્યક્રમને સુંદર ઓપ આપી સુંદર એન્કરીંગ કરનાર સહસંગઠનમંત્રી વૈશાલીબેનનો પણ આભાર માન્યો હતો નાં અંતમા ચા તથા અલ્પાહાર કરી ને સૌ છૂટા પડ્યા હતા. જય સંગઠન જય શિક્ષક. જય માતૃશરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ, તાલુકા કાલોલ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો
કાર્યક્રમ નાં અંતે અલ્પાહાર કરી ને સૌ છૂટા પડ્યા હતા.


<em>રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ, તાલુકા કાલોલ દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો</em>

Related posts

મા કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્યાતિભવ્ય મંદિરઃ 100 કરોડનો ખર્ચઃ 9 વર્ષની અથાગ મહેનત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું કરાશે ભવ્ય સન્માન

Ritesh Parmar

વડોદરા/ માસ્ટર ઓફ સાયન્સમાં અભ્યાસ કરતી સુરતની યુવતીને સીટી બસના ડ્રાઈવરે ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવરની બેદરકારીના લીધે યુવતીએ જીવ ગુમાવ્યો

Ritesh Parmar

સુરત સીટી થઈ માથાભારે તત્વોના હાથની કઠપૂતળી, હુમલાખોર બેફામ બન્યા, મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર કર્યો ઘાતકી હુમલો

Ritesh Parmar

Leave a Comment