Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરેલી / બાધા આંખડી અને અંધશ્રદ્ધાના નામે 31 નિર્દોષ પશુઓની બલી ચઢાવતા અટકાવી,જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરી દેતા શ્રધ્ધાળુઓ ભાગ્યા

અમરેલી / બાધા આંખડી અને અંધશ્રદ્ધાના નામે 31 નિર્દોષ પશુઓની બલી ચઢાવતા અટકાવી,જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરી દેતા શ્રધ્ધાળુઓ ભાગ્યા

Our Visitor

013080
Total Users : 13080
Total views : 15317
Who's Online : 0

અમરેલી / બાધા આંખડી અને અંધશ્રદ્ધાના નામે 31 નિર્દોષ પશુઓની બલી ચઢાવતા અટકાવી,જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરી દેતા શ્રધ્ધાળુઓ ભાગ્યા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

વિજ્ઞાન જાથાની રજૂઆતનાં પગલે પશુબલી સ્થળે પોલીસ ત્રાટકતા નાસભાગ

અમરેલીમાં બટારવાડી વિસ્તારના ચુનારા ડેલામાં પશુબલી સ્થળે પોલીસ તંત્ર ત્રાટકતા શ્રઘ્ધાળુઓમાં નાસભાગ, દેકારો મચી ગયો હતો. 31 બોકળાને બચાવી પાંજરાપોળમાં મોકલી દીધા હતા. માનતા રાખનાર ગારીયાધારના શખ્સની ધરપકડ કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ભારત જનવિજ્ઞાન જાથાની રજૂઆતને પગલે સ્થાનિક પોલીસ તંત્રે ત્વરિત પગલા લીધા હતા.
બનાવની વિગત પ્રમાણે અમરેલીમાંથી જીવદયા પ્રેમીએ વિજ્ઞાન જાથાના જયંત પંડયાને માહિતી આપી તેમાં ચાંદની ચોક પાસે મદીના મસ્જિદ પાછળ, બટારવાડી વિસ્તારના ચુનારા ડેલામાં માનતાના નામે મોટી સંખ્યામાં બોકળા પશુબલી થવાની છે. નિર્દોષ પશુની હત્યા અટકાવવા સંબંધી વાત મૂકી હતી. પશુબલીના સમર્થકો અને ભુવાના નામો આપી કાયદેસર કાર્યવાહી કરવા માહિતી આપી હતી. અંધારી કોટડીમાં બોકળાને રાખવામાં આવ્યા છે. ખાવા-પીવા, નીરણની વ્યવસ્થા નથી. બોકળાને વાહનમાં ઠસોઠસ પગ બાંધી લાવવામાં આવ્યા છે. નાનું વાહન હોય બે ઉપર બે બોકળા રાખેલાા નજરે જોયા છે. શ્વાસ લઈ શકે તે પણ દુષ્કર લાગતું હતું. એક-બે બોકળા વાહનમાં મૃત્યુ પામ્યા જોવા મળ્યા હતા. ધાર્મિકતા, માતાજીના નામે માથાભારેના કારણે બોલવું ભારે પડે તેમ છે. પશુબલીના સમર્થકો ઝનૂની, વગવાળા સંબંધી વાત મૂકી હતી. ગમે તેમ કરી નિર્દોષ પશુની હત્યા અટકે તે માટે જાથાને હકીકત મૂકી હતી.
જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ પશુબલીની માહિતીના આધારે સ્થાનિક કાર્યકરને મોકલતા સત્ય હકીકત, માંડવો, બોકળા હાજરમાં છે. રાત્રે પશુબલી થવાની છે. ભુવા, ડાકવાળા, સમર્થકો,શ્રઘ્ધાળુઓની માહિતી આપી હતી. પશુબલી અટકી જાય તો સારૂૂ, પોલીસ સ્ટાફનું પ્રમાણ વધુ રાખવા જાથા તંત્રને રજૂઆત કરશે તો પરિણામ આવશે. બોકળાને બેરહમી રાખવામાં આવ્યા છે. તેની જગ્યાની નિશાની આપી હતી. તેથી જલ્દી તંત્ર પગલા લેશે તે પશુના હિતમાં ગણાશે.અસરકારક રજૂઆત વિના કામ નહીં આવે તે સંબંધી વાતચીત કરવામાં આવી હતી.


અમરેલી / બાધા આંખડી અને અંધશ્રદ્ધાના નામે 31 નિર્દોષ પશુઓની બલી ચઢાવતા અટકાવી,જીવદયા પ્રેમીએ પોલીસને જાણ કરી દેતા શ્રધ્ધાળુઓ ભાગ્યા

Related posts

સુરત / ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જબરદસ્ત પ્રચાર! એકજ સંકલ્પ જીત, ડોર ટુ ડોર 8 વચનોની પત્રિકાનું વિતરણ, જનતાનું મળી રહ્યું છે સારો પ્રતિસાદ :દર્શન નાયક

Ritesh Parmar

સુરત / કોણ છે આ લોકો જે છેલ્લા 30 વર્ષથી લાઈટબીલ નથી ભરતા! DGVCL ના અધિકારીઓ ચેકીંગમાં જાય તો 200 થી વધારે મહિલાઓ કરતી તેમનો પ્રતિકાર, આખરે સુરત ગ્રામ્ય SP અને મહુવા PI ની મદદ થી જટિલ પ્રશ્નનો સુખાકારી અંત આવ્યો, SP અને PI ને સન્માનિત કરાયા

Ritesh Parmar

ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

Ritesh Parmar

Leave a Comment