Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતના પવિત્રધામ ડાકોરમાં આજે આમલકી એકાદશી! સુવર્ણ પાલખીમાં ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે

ગુજરાતના પવિત્રધામ ડાકોરમાં આજે આમલકી એકાદશી! સુવર્ણ પાલખીમાં ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે

Our Visitor

013153
Total Users : 13153
Total views : 15396
Who's Online : 1

ગુજરાતના પવિત્રધામ ડાકોરમાં આજે આમલકી એકાદશી! સુવર્ણ પાલખીમાં ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર ધામમાં આજથી ફાગણ મેળાનું પ્રારંભ થશે. આજે આમલકી એકાદશીપર્વ હોવાના લીધે ડાકોર મંદિર પરિસર જય રણછોડ ના નાદથી ગુંજી ઉઠશે. આ દિવસથી આંગણે પૂનમ મેળાનો પ્રારંભ થશે. મંદિરની વર્ષો જૂની પરંપરા મુજબ સાંજે ઉત્થાપન આરતી બાદ મંદિરમાંથી સુવર્ણ પાલખીમાં ભગવાનની વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય આ શોભાયાત્રામાં ભક્તો અબીલ ગુલાલની છોળ ઉડાડીને અને નાચગાન કરીને ભક્તિના રંગમાં રંગાઈ જશે. અને ત્યારબાદ મોડી સાંજે ભગવાનના નગરના લાલબાગમાં ભગવાન સાથે અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોથી ભક્તો હોળી ખેલીને ધન્યતા અનુભવશે. પવિત્ર યાત્રાધામ ડાકોર ભક્તોના જય રણછોડના નાદ થી સતત ગુંજતું રહેશે.

આજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે અને ડાકોર તરફના માર્ગો ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી ગુંજી ઉઠશે. સાંજે ઉથાપન આરતી બાદ ભગવાનની પરંપરાગત રીતે શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરશે‌ અને ભક્તો અબીલ-ગુલાલના છોડો ઉછાળી આ ઉત્સવના વધામણાં કરશે. આ સમયે ડાકોરની ગલીઓ ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી ગુંજી ઉઠશે. આજથી 4 વર્ષ પહેલાં ગજરાજ પર ભગવાનની શાહી સવારી નીકળતી હતી. પરંતુ કોરોના કાળથી આ પ્રથા બંધ કરાઈ દેવામાં આવી છે.


ગુજરાતના પવિત્રધામ ડાકોરમાં આજે આમલકી એકાદશી! સુવર્ણ પાલખીમાં ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે

Related posts

અમરાઈવાડીમા SMC ત્રાટકી, સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું જુગારધામ ઝડપાયુ, 1.58 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓની ધરપકડ, વહીવટદારોની ભૂંડી ભૂમિકા

Ritesh Parmar

રાજપીપળા/ શરમ આવવી જોઈએ આવા પોલીસ ઓફિસરોને જે ગુજરાત પોલીસ ને બદનામ કરી રહ્યા છે! 2 લાખની લાંચ સ્વીકારતા લાંચિયા PI ને હરિયાણા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યા

Ritesh Parmar

સુરેન્દ્રનગર/ લખતરમાં ચાલુ ગરબામાં એક યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો, પોલીસ ઘટના સ્થળે પહોંચી

Ritesh Parmar

Leave a Comment