અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ
પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ

બનાવની મળતી માહિતી મુજબ જેપુર ગામે રહેતા પૂર્વ સરપંચ કુંવરજીભાઈ કાવઠીયાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું કુંવરજીભાઈ કાવઠીયા અને તેના પત્ની ગરમીથી બચવા માટે ફળિયામાં સુતા હતા. તેમજ સંતાનો સહિતના પરિવારના સભ્યો અગાસી પર સુતા હતા ત્યારે તસ્કરો ઘરમાં ઘુસ્યા હતા અને કુંવરજીભાઈના મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી ૫ લાખથી વધુની રોકડ રકમ અને ૨૫ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની માહિતી પરિવાર પાસેથી પ્રાપ્ત થઇ છે.
મોરબી તાલુકાના જેપુર ગામે
ગરમીને લીધે પરિવારના સભ્યો ફળિયા તથા અગાસીમાં સૂતા હતા એ સમય દરમિયાન તસ્કરો કળા કરી ગયા…
મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા છે વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે અને પોલીસ ટીમની નાઈટ પેટ્રોલિંગ સામે સતત સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે ગત રાત્રીના જેપુર ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા જ્યાં ગામના પૂર્વ સરપંચના મકાનને નિશાન બનાવી ૫ લાખથી વધુની રોકડ રકમ અને ૨૫ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.

ચોરીના બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જોકે વધુ એક ચોરીની ઘટનાએ પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાની પોલ ખોલી નાખી છે તસ્કરો માટે મોરબી જિલ્લો રેઢું પડ બની ગયો છે. અને ધારે તે સ્થળે તસ્કરો ચોરીને અંજામ આપી ખાખીનું નાક કાપી રહ્યા છે.






Total Users : 13150
Total views : 15393
Who's Online : 3