Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કેવી રીતે ભણશે ગુજરાત! ખેડબ્રહ્માની એક પ્રાથમિક શાળા ગામ ભરોસે, ગ્રામજનોના સહયોગ થી ચાલી રહી છે સ્કૂલ, ભાડાના મકાનમાં ભણે છે બાળકો, શિક્ષણ અધિકારીઓને અનેક રજુઆત પરંતુ પરિણામ શુન્ય

કેવી રીતે ભણશે ગુજરાત! ખેડબ્રહ્માની એક પ્રાથમિક શાળા ગામ ભરોસે, ગ્રામજનોના સહયોગ થી ચાલી રહી છે સ્કૂલ, ભાડાના મકાનમાં ભણે છે બાળકો, શિક્ષણ અધિકારીઓને અનેક રજુઆત પરંતુ પરિણામ શુન્ય

Our Visitor

013153
Total Users : 13153
Total views : 15396
Who's Online : 1

કેવી રીતે ભણશે ગુજરાત! ખેડબ્રહ્માની એક પ્રાથમિક શાળા ગામ ભરોસે, ગ્રામજનોના સહયોગ થી ચાલી રહી છે સ્કૂલ, ભાડાના મકાનમાં ભણે છે બાળકો, શિક્ષણ અધિકારીઓને અનેક રજુઆત પરંતુ પરિણામ શુન્ય

સાબરકાંઠા…

એકતરફ ભાર વિનાનું ભણતરની સાથે ડિજિટલ ગુજરાતની વાતો થઈ રહી છે તો બીજી તરફ હાલના તબક્કે એવી પણ શાળાઓ છે કે જ્યાં છેલ્લા બે વર્ષથી ભાડાના મકાનમાં પ્રાથમિક શાળા ચાલતી હોય. વાત છે સાબરકાંઠાના ખેડબ્રહ્માના દેરોલ કંપાની પ્રાથમિક શાળા છેલ્લા બે વર્ષથી સ્કૂલ સ્થાનિક ગ્રામજનોના સહયોગથી ચાલી રહી છે…

એક તરફ રાજ્ય સરકાર શિક્ષણ મામલે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે તો બીજી તરફ આજે પણ એવી કેટલીય શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓ છે શિક્ષકો છે પરંતુ શાળામાં મકાન ન હોવાના પગલે સ્થાનિક ગ્રામજનો દ્વારા ભાડાના મકાનમાં ભારતનું ભવિષ્ય શિક્ષણ મેળવી રહ્યા છે. જોકે આ મામલે સ્થાનિક લોકોએ તાલુકા શિક્ષણ અધિકારીથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત કરાયાના બે વર્ષ બાદ પણ હજુ મામલો અધ્ધરતાલ છે. આ અંગે સ્થાનિકોમાં ભારે રોષ છે તેમ જ સતત બે વર્ષથી પ્રયત્ન કરાયા બાદ પરિણામ શૂન્ય મળતા આગામી સમયમાં રાજ્યકક્ષાએ રજૂઆત કરવાનો પણ આયોજન કરી રહ્યા છે…

જુઓ વિડીયો

એક તરફ ખેડબ્રહ્મા ના દેરોલ કંપા ખાતે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા છેલ્લા પાંચ દાયકાઓથી ચાલી રહી છે.તેમજ જર્જરીત મકાન હોવાના પગલે સ્થાનિક ગ્રામજનો સહિત વહીવટ તંત્ર દ્વારા તેને દૂર કરવાનો લેખિત ઓર્ડર થયા બાદ સ્થાનિકો દ્વારા બે વર્ષ પહેલા તોડી નખાઈ હતી. છેલ્લા બે વર્ષથી ખેડબ્રહ્મા ખાતે 150 થી વધારે રૂમ બનાવવા માટેની જિલ્લા કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ હજુ પણ એક પણ રૂમ ન મળતા સ્થાનિકો મા ભારે વિરોધ જોવા મળ્યો છે…

એક તરફ રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત તેમજ ગતિશીલ ગુજરાતની વચ્ચે ડિજિટલ શિક્ષણની વાતો થઈ રહી છે તો બીજી તરફ આજે પણ ગુજરાતની કેટલીક સ્કૂલ ભાડાના મકાનમાં ચાલી રહી છે.અને જ્યાં પ્રાથમિક શાળા છે ત્યાં પશુઓ ફરી રહ્યા છે ત્યારે સહેજે સવાલ ઉભો થાય કે શું આ રીતે ભણશે ગુજરાત…?

કેવી રીતે ભણશે ગુજરાત! ખેડબ્રહ્માની એક પ્રાથમિક શાળા ગામ ભરોસે, ગ્રામજનોના સહયોગ થી ચાલી રહી છે સ્કૂલ, ભાડાના મકાનમાં ભણે છે બાળકો, શિક્ષણ અધિકારીઓને અનેક રજુઆત પરંતુ પરિણામ શુન્ય

Related posts

દાહોદ/ SOG એ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઉપર રેડ કરી, દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 130 લિટર લીકવીડ સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, નિવૃત પોલીસકર્મીના પુત્ર અને પત્રકારની ધરપકડ

Ritesh Parmar

રાજકોટ પોલીસ કમિશ્નર આકરા પાણીએ! 5 લાખની તોડકાંડ ઓડિયોકલીપ વાયરલ મામલે જમાદારને કર્યા સસ્પેન્ડ, પોલીસને સસ્પેન્ડ કરવાનાં પગલે તંત્રમાં મચ્યો ખળભળાટ

Ritesh Parmar

સુરતના મહુવામાં દારૂના ગુનામાં પકડાયેલ ગાડીને છોડવા પોલીસ કોન્સ્ટેબલે 1 લાખ માંગ્યા! 50 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાયો

Ritesh Parmar

Leave a Comment