Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગર વિસ્તારમાં SMC નો ઓચિંતો દરોડો, ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, સ્થાનિક પોલીસની આંખ ઉઘડે તે પહેલા SMC એ સપાટો બોલાવ્યો, 14 આરોપીઓ સહીત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સરદારનગર વિસ્તારમાં SMC નો ઓચિંતો દરોડો, ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, સ્થાનિક પોલીસની આંખ ઉઘડે તે પહેલા SMC એ સપાટો બોલાવ્યો, 14 આરોપીઓ સહીત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Our Visitor

013130
Total Users : 13130
Total views : 15369
Who's Online : 2

સરદારનગર વિસ્તારમાં SMC નો ઓચિંતો દરોડો, ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, સ્થાનિક પોલીસની આંખ ઉઘડે તે પહેલા SMC એ સપાટો બોલાવ્યો, 14 આરોપીઓ સહીત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલ સરદારનગર વિસ્તાર ગુનાહિત પ્રવૃતિઓ માટે જાણીતો વિસ્તાર માનવામાં આવે છે. એટલુંજ નહી પરંતુ સરદારનગર વિસ્તાર દેશી તથા વિદેશી દારૂ માટેનો હબ ગણાય છે. જો સ્થાનિક લોકો અને સૂત્રોની વાત કરીએ તો સ્થાનિક પોલીસ અને વહીવટદારો સાથે બુટલેગરોની મિલીભગતના કારણે જ આ વિસ્તારમાં ખુલ્લેઆમ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ફૂલી- ફાલી રહી છે.

સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મહાજનિયાવાસમાં બે રોકટોક દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની બાતમી SMC ગાંધીનગર ને મળી હતી. જેથી SMC ના નીડર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે. બી. સાંખલા તેમની ટીમ સાથે તાત્કાલિક નરોડા પાટિયા રોડ ખાતે આવેલા મહાજનિયાવાસમાં પોલીસના મોટા કાફલા સાથે પહોંચી ગયા હતા. ગાંધીનગર SMC ની રેડ પડતા સમગ્ર વિસ્તારમાં રીતસરની નાસભાગ મચી ગઈ હતી. વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તો બીજીતરફ SMC એ બાતમી મળેલ જગ્યાએ પહોંચી જઈ પોતાની કાર્યવાહી શરુ કરતા દારૂ વેચનાર બુટલેગરો અને વ્યસ્નીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ SMC ગાંધીનગરના પોલીસ કર્મીઓને ખાનગી રાહે બાતમી મળી ગઈ હતી કે મહાજનિયાવાસ ખાતે રહેતા પદ્માબેન નીરજભાઈ રાઠોડ તેમજ આનંદ ચંદુભાઈ રાઠોડ નામના બુટલેગરો પોતાની રીતે બહારથી ઇંગ્લિશ દારૂ તેમજ બિયરના ટીનનો મોટો જથ્થો મંગાવી પોતાના ઘરમાં ગ્રાહકો બેસાડી દારૂ પીવડાવે છે. જેથી SMC એ પુરી તૈયારી સાથે રેડ કરી ઉપરોક્ત બંને બુટલેગરોના ઘરેથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં SMC ટીમે 2882 બિયરના ટીન અને અસંખ્ય ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી. આમાં 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો રેડમાં 14 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જ્યારથી અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર તરીકે જી એસ મલિકે ચાર્જ લીધો છે ત્યારથી અમદાવાદ શહેરમાં ચાલતી તમામ ગેરકાદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે બધાની વચ્ચે સ્ટેટ મૉનિટરિંગ સેલે તરખાટ મચાવ્યો છે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી હોય અને સ્ટેટ મૉનિટરિંગ સેલે દરોડા પાડીને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હોય એવી ઘટના સામે આવી છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં સ્ટેટ મૉનિટરિંગ સેલે દરોડા પાડીને 7 લાખથી વધુની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા નરોડા પાટિયા, મહાજનિયા વાસમાં અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી, આ કાર્યવાહી સ્થાનિક પોલીસે નહીં પરંતુ સ્ટેટ મૉનિટરિંગ સેલ ગાંધીનગરે કરી હતી. સ્ટેટ મૉનિટરિંગ સેલે સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહાજનિયા વાસ, નરોડા પાટિયા પાસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 34 લીટર દેશી દારૂ સહિત વિદેશી દારૂના 2882 ટીન અને બૉટલો જપ્ત કરી હતી, આ ઉપરાંત 14 જેટલા આરોપીઓની સંડોવણી પણ બહાર આવી હતી. SMC ની સમગ્ર કાર્યવાહી દરમ્યાન સ્થાનિક પોલીસમા જાણે સોપો પડી ગયો હતો.સરદારનગર પોલીસ પણ SMC એ કરેલી ઓચિંતી રેડના કારણે દોડતી નજરે પડી હતી. આ કાર્યવાહીમાં SMC મા ASI તરીકે ફરજ બજાવતા કીંજેશ પટેલ ફરિયાદી બન્યા હતા.

SMC ના દરોડામાં ઝડપાયેલા આરોપીઓના નામ અને સરનામા

(1) ભરતભાઈ જગદીશભાઈ કુતિયાણા રહે ઠક્કર નગર
(2) મનોજભાઈ રમેશભાઈ ગીડવાણી રહે કૃષ્ણ નગર
(3) રમણીકભાઈ શ્યામજીભાઈ સુરાણી રહે નિકોલ
(4) રાહુલ અંબાલાલ સોલંકી રહે કલાપી નગર
(5) કાર્તિકભાઈ હરજીવનભાઈ સાગર રહે નવા નરોડા
(6) કૌશિકભાઈ મનસુખભાઈ પટેલ રહે નિકોલ
(7) અનિલભાઈ દશરથભાઈ સોલંકી રહે નરોડા
(8) ભરતભાઈ હિંમતભાઈ ગોહિલ રહે વિરાટનગર
(9) ચિરાગભાઈ સુરેન્દ્રભાઈ સિસોદીયા રહે નરોડા
(10) આનંદભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા રહે મેઘાણી નગર
(11) શહાબુદ્દીન નાનાખાન પઠાણ રહે નરોડા
(12) વિજય પ્રેમચંદ હોટવાણી રહે સેજપુર બોઘા (13) સચિન મનીષભાઈ માછરેકર રહે નરોડા
(14) વિકી પ્રેમચંદ હોટવાણી રહે નરોડા.

આરોપી વોન્ટેડ:
(1) પદ્મા નિરજભાઈ રાઠોડ
(2) માનવ નિરજભાઈ રાઠોડ
(3) આનંદ ચંદુભાઈ રાઠોડ
(4) મયુર ચંદુભાઈ રાઠોડ
(5) આનંદભાઈ રાઠોડ સાથે રક્ષાબેન
(6) આરોપી નં.ને IMFL બોટલના સપ્લાયર. 1 અને 2
(7) રાજુ સુરેશભાઈ સિંધી
(8) વિજુ સુરેશભાઈ સિંધી
(9) સાહિલ આનંદભાઈ રાઠોડ
(10) લીલા મહેશ
(11) સારિકા મહેશ
(12) દેશી દારુ સપ્લાયર


સરદારનગર વિસ્તારમાં SMC નો ઓચિંતો દરોડો, ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, સ્થાનિક પોલીસની આંખ ઉઘડે તે પહેલા SMC એ સપાટો બોલાવ્યો, 14 આરોપીઓ સહીત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Related posts

રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

Ritesh Parmar

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા MD ડ્રગ્સના 24 લાખના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ કરી! કચ્છમાં ATS એ પણ 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું

Ritesh Parmar

ખેડા પોલીસને દારૂ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળતા રેડ કરી, દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના પૂર્વ MLA સહીત 7 ની અટકાયત,

Ritesh Parmar

Leave a Comment