
રાજકોટના પોલીસ મથકમાં મહિલાએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આજીડેમ વોશરૂમ જવાનું કહી પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. મારામારીના ગુનામાં પ્રેમસંબંધ કારણભૂત હોવાની શંકાએ આજીડેમ પોલીસે પૂછપરછ માટે મૃતકને બોલાવી હતી, આરોપીની પ્રેમિકા હોય તેવી પોલીસને શંકા હતી. ડીસીપી પ્રવિણકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા.
આ અંગે ઇન્ચાર્જ સીપીએ ઊંડાણ પૂર્વક તપાસ કરવા સૂચના આપી છે.
ડીસીપી ઝોન 1 પ્રવીણ કુમારએ જણાવ્યા મુજબ મુકેશ નામના વ્યક્તિ વિરુદ્ધ આઇપીસી કલમ 326 મુજબ પ્રાણઘાતક હુમલાના ગુના હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી. જ્યાં મુકેશ અને મૃતક મહિલા નયનાબેન પ્રફુલભાઈ કુકડીયાને પ્રેમ સંબંધ હોવાની શંકાએ નયનાબેનને ગત સાંજે 6-7 વાગ્યાના અરસામાં બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં તેણે ગોળ ગોળ વાતો કરી હતી. મહિલા ને ડર હતો કે રાત્રે ઘરે જશે તો પતિ મારશે. તેથી નયનાબેન આજીડેમ પોલીસ મથકમાં જ રોકાઈ ગયા અને આજે સવારે આપઘાતનું પગલું ભર્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ નયનાબેન રાજકોટના કાથરોટાના રહેવાસી છે. તેમનું માવતર કસ્તુરબા ધામ ત્રંબા છે. મૃતકને સંતાનમાં બે દીકરા હોવાનું જાણવા મળે છે.







Total Users : 13079
Total views : 15316
Who's Online : 0