Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત/ ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે કર્યું કારસ્તાન, 6.48 લાખના સોનાની ચોરીની ફરિયાદમાં બતાવ્યું માત્ર 32 હજારનું સોનુ

સુરત/ ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે કર્યું કારસ્તાન, 6.48 લાખના સોનાની ચોરીની ફરિયાદમાં બતાવ્યું માત્ર 32 હજારનું સોનુ

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

સુરત/ ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે કર્યું કારસ્તાન, 6.48 લાખના સોનાની ચોરીની ફરિયાદમાં બતાવ્યું માત્ર 32 હજારનું સોનુ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ભાઠેનામાં 6.48 લાખનું 9.5 તોલા સોનું ચોરાયું તો ચોપડે માત્ર 32,500નું બતાવ્યું!
વધતા ક્રાઈમ વચ્ચે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા ઉધના પોલીસનું કારસ્તાન
જરી વેપારીને ત્યાં 9.5 તોલા સોનુ, ચાંદીના સિક્કા અને 1.60 લાખ રોકડાની ચોરી

સુરતનાં ઉધનામાં તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડા મળીને કુલ 6 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હતા.ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે સોનાનો ભાવ એક તોલાનો માત્ર 3500 રૂપિયા બતાવ્યો છે. પોલીસે રોકડા 1.60 લાખ રૂપિયા અને 9.50 તોલા સોનાના ઘરેણાં અને થોડા ચાંદીના સિક્કા મળીને માત્ર 1.95 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ દાખલ કરી છે.

મિડીયા રિપોર્ટ મુજબ ઉધના પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, ઉધનામાં ભાઠેના વિસ્તારમાં આવેલી તારા વિદ્યાલય પાસે શિવશક્તિ નગર સોસાયટીમાં રહેતા હિતો ડાયાભાઈ રાણા જરીનો વ્યવસાય કરે છે. તેમનું મકાન ચાર માળનું છે. નીચેના મકાનમાં તેમના માતા-પિતા રહે છે. 14 મી તારીખે રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ ન હતું. તે સમયે તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો કોઈ રીતે તોડીને તિજોરીમાંથી 20 ગ્રામ સોનાની ચાર બંગડીઓ, 35 ગ્રામ સોનાનું પેન્ડલ અને કાનની બુટી, 30 ગ્રામ સોનાની ત્રણ ચેન, 10 ગ્રામ સોનાની ત્રણ અંગુઠી તથા ચાંદીના સિક્કા અને પાયલ ઉપરાંત રોકડા 1.60 લાખ રૂપિયા ચોરી કરી નાસી ગયા હતા. હાલ વધી રહેલા ગુના સામે ઉધના પોલીસે ચોરીની ગંભીરતા ઓછી બતાવવા નજીવી કિમંત બતાવી છે.

સોનુ,ચાંદી, રોકડ મળી 1.95 લાખની ફરિયાદ નોંધી
ઉધના પોલીસ માટે સોનાનું કોઈ મૂલ્ય ન હોય એમ પોલીસે 9.5 તોલા સોનાની કિંમત હાલના બજાર ભાવ મુજબ 6,46,800 બતાવવાને બદલે માત્ર રૂ. 32,500 બતાવી હતી. હાલમાં એક તોલા સોનાનો ભાવ 46,200 છે. પોલીસે તમામ સોનાના ઘરેણાં, ચાંદી અને રોકડા મળી માત્ર 1.95 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ દાખલ કરી છે.


સુરત/ ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે કર્યું કારસ્તાન, 6.48 લાખના સોનાની ચોરીની ફરિયાદમાં બતાવ્યું માત્ર 32 હજારનું સોનુ

Related posts

અમદાવાદ/ ગોમતીપુરમાં અજીબ કિસ્સો, ભાભી સાથે નિકાહ કરવા પાગલ બન્યો દિયર, ભાભીએ નિકાહ કરવાની ના પાડી તો દિયરે ભાભીને તલવાર ના ઘા માર્યા! જુઓ સમગ્ર બનાવનો વિડીયો

Ritesh Parmar

સાબરકાંઠાના ગાંભોઇમાં ચોકાવનારો કિસ્સો! અધૂરા માસે જન્મેલી બાળકીને જીવતી દાટી દીધી, આર્થિક તંગીના કારણે માતા-પીતાએ આવું પગલું ભર્યું, બાળકી જીવિત બહાર કઢાઈ

Ritesh Parmar

નિવેદન/ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું, કોરોનાથી બચવું હોય તો કાર્નિવલ અને મોટા મેળાવડાનું આયોજન ટાળો

Ritesh Parmar

Leave a Comment