Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ: પાંચ યુવતીઓ ઝડપાઈ સંચાલક ફરાર:

સુરતમાં મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ: પાંચ યુવતીઓ ઝડપાઈ સંચાલક ફરાર:

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

સુરતમાં મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ: પાંચ યુવતીઓ ઝડપાઈ સંચાલક ફરાર:

અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

સુરત, ૨૨ જૂન ૨૦૨૬સુરત શહેરમાં સ્પા અને મસાજ પાર્લર બાદ હવે મોટા વ્યાપારી મોલ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું આશ્રયસ્થાન બની રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરથાણા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે યોગી ચોક પાસે આવેલા પ્રખ્યાત પેલેડિયમ મોલમાં દરોડો પાડીને એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર જ દુકાનની આડમાં આ અનૈતિક વ્યવસાય ધમધમી રહ્યો હતો.

ગુપ્ત બાતમીના આધારે પોલીસ એક્શન:-

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરથાણા પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે મોલમાં આવેલી એક ઓફિસ/દુકાનમાં ગ્રાહકોને આકર્ષીને દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. આ માહિતીને આધારે પોલીસે મોડી સાંજે મોલમાં ઓચિંતો દરોડો (રેડ) પાડ્યો હતો. પોલીસની આ અચાનક કાર્યવાહીથી મોલના અન્ય વેપારીઓ અને ગ્રાહકોમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી.

પાંચ યુવતીઓ અને એક ગ્રાહક ઝડપાયા:-

દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી વાંધાજનક હાલતમાં ૫ યુવતીઓ અને ૧ ગ્રાહકને ઝડપી પાડ્યા હતા. પોલીસ હાલ આ યુવતીઓની પૂછપરછ કરી રહી છે કે તેમને કઈ રીતે આ વ્યવસાયમાં ધકેલવામાં આવી હતી. જોકે, પોલીસની રેડની ગંધ આવી જતાં આ આખા નેટવર્કનો મુખ્ય સંચાલક (મેનેજર/માલિક) સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસની કડક કાનૂની કાર્યવાહી:-

સરથાણા પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પકડાયેલા ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં મોલ સંસ્કૃતિની આડમાં ચાલતા આવા કાળા કારોબાર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


સુરતમાં મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ: પાંચ યુવતીઓ ઝડપાઈ સંચાલક ફરાર:

Related posts

દિલ્હી -મુંબઈ હવે દુર નથી, એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાની કગાર ઉપર, વડોદરાથી દિલ્હી 24 કલાકની જગ્યાએ 12 કલાકમાં પહોંચાશે, વડોદરા અંકલેશ્વર એક્સપ્રેસ વે એપ્રિલમાં શરુ થશે

Ritesh Parmar

“હવે તો હદ થઈ ગઈ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના બેગમાંથી દારૂની બોટલો અને સિગારેટ મળી આવી, સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં શરમજનક ઘટના ઘટતા વાલીઓમાં રોષ

Ritesh Parmar

અમરેલી પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા 8 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ: પોલીસ દળ સ્તબ્ધ! ADI ટ્રેનીંગ સહિતની ફરજમાં બેદરકારી દાખવતા જિલ્લા પોલીસ વડાની કડક કાર્યવાહી

Ritesh Parmar

Leave a Comment