Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

🎭 શ્રદ્ધાની આડમાં પાંખડ! ભુવાજીના રૂપમાં શૈતાન બની આચર્યું દુષ્કર્મ, સુરતની ‘યોગ હોટલ’નો એ કાળો અંધારપટ

🎭 શ્રદ્ધાની આડમાં પાંખડ! ભુવાજીના રૂપમાં શૈતાન બની આચર્યું દુષ્કર્મ, સુરતની ‘યોગ હોટલ’નો એ કાળો અંધારપટ

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

🎭 શ્રદ્ધાની આડમાં પાંખડ! ભુવાજીના રૂપમાં શૈતાન બની આચર્યું દુષ્કર્મ, સુરતની ‘યોગ હોટલ’નો એ કાળો અંધારપટ

અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

ખડખડાટ હસતી ૨૪ વર્ષની એ યુવતીને ક્યાં ખબર હતી કે જે હાથ આશીર્વાદ આપવા માટે હવામાં ઊંચા થયા છે, એ જ હાથ એક દિવસ તેની જિંદગીને નરક બનાવી દેશે! સુરતના અમરોલી વિસ્તારમાં રહેતો નરેશ ચૌહાણ સોશિયલ મીડિયા પર ‘નરેશ ભુવા’ તરીકે ઓળખાતો હતો. મોંઘી ગાડીઓ, ભવ્ય ધાર્મિક કાર્યક્રમોની રીલ્સ અને ગળામાં રુદ્રાક્ષની માળાઓ—લોકો તેને માતાજીનો પરમ ભક્ત માનતા હતા. પરંતુ આ ભક્તિના મહોરા પાછળ એક હવસખોર શિકારી છુપાયેલો હતો.

🕸️ જાળ વણાઈ: નવેમ્બર ૨૦૨૪:-

કહાનીની શરૂઆત પીડિતાના ઘરથી થઈ. ઘરમાં કુળદેવીની વિધિ હતી અને પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે નરેશ ભુવાની એન્ટ્રી થઈ. ધર્મના નામે વિશ્વાસ જીતીને તેણે યુવતીનો મોબાઈલ નંબર મેળવી લીધો. બસ, આ જ એ ભૂલ હતી જેણે શૈતાનને ઘરનો રસ્તો બતાવી દીધો.

🧪 એ કાળી રાત અને નશાનો પ્રસાદ: એપ્રિલ ૨૦૨૫:-

“માતાજીએ તારા માટે ખાસ આશીર્વાદ મોકલ્યા છે, તારું નસીબ ખૂલી જશે…” આ શબ્દો કહીને નરેશે યુવતીને સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી ‘યોગ હોટલ’માં બોલાવી. ભક્તિમાં લીન યુવતીએ ભુવાના હાથમાંથી ‘પ્રસાદ’ લીધો. પણ એ પ્રસાદમાં પવિત્રતા નહીં, પરંતુ ઘેનયુક્ત નશાની દવા હતી.
પ્રસાદ ગળા નીચે ઉતરતા જ યુવતીની આંખો સામે અંધારું છવાઈ ગયું. શરીર બેજાન થઈ ગયું, પણ મન સતેજ હતું. એ અર્ધબેભાન અવસ્થામાં, પવિત્રતાનો દાવો કરનાર ભુવાએ નફ્ફટાઈની બધી હદો પાર કરી દીધી. આટલું ઓછું હોય તેમ, તેણે યુવતીના વાંધાજનક ફોટા પણ કેમેરામાં કેદ કરી લીધા.

📱 બ્લેકમેઈલિંગ અને ડરનો ખેલ
બીજા દિવસથી શરૂ થયો અસલી ત્રાસ. “જો કોઈને કીધું છે તો આ ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દઈશ અને તારા પરિવારને પતાવી દઈશ!” ભુવાની આ ધમકીઓએ યુવતીને અંદરથી તોડી નાખી. આ ડરનો ફાયદો ઉઠાવીને તે વારંવાર તેનું શોષણ કરતો રહ્યો. યુવતી રોજ અંદરથી મરતી હતી અને ભુવો બહાર સોશિયલ મીડિયા પર ધર્મનો પ્રચાર કરતો હતો.

⚖️ અંધકારનો અંત:

૨૦ જૂન ૨૦૨૬
કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ ભરાય જ છે. સતત બ્લેકમેઈલિંગથી કંટાળેલી યુવતીએ આખરે હિંમત ભેગી કરી અને પરિવારને બધી હકીકત જણાવી દીધી. પરિવાર પગ નીચેથી જમીન સરકી ગઈ, પણ તેઓ ડર્યા નહીં.
સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે એક્શન મોડમાં આવી. જે ભુવો પોતાની જાતને ચમત્કારી ગણાવતો હતો, તેને પોલીસે ગણતરીના કલાકોમાં જ લોકઅપના સળિયા ગણતો કરી દીધો. આજે એ પાખંડીની અસલી જગ્યા જેલની કોટડી છે.


🎭 શ્રદ્ધાની આડમાં પાંખડ! ભુવાજીના રૂપમાં શૈતાન બની આચર્યું દુષ્કર્મ, સુરતની ‘યોગ હોટલ’નો એ કાળો અંધારપટ

Related posts

⚡ BIG BREAKING: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડી વાહન ચોરીના ૬ ગુનાનો ભેદ ઉકેલ્યો, ‘જીગો’ અને ‘ભોલો’ ઝડપાયા!

Ritesh Parmar

ગુજરાત ATS નું વધુ એક સફળ ઓપરેશન, અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના આરોપીને જમ્મુ-કાશ્મીરથી ઝડપી પાડ્યો

Ritesh Parmar

ગોંડલની ” સબ જેલમાં લાંચ લેતા હવાલદાર ઝડપાયો! કેદીને મોબાઈલ ફોન ઉપર વાત કરવા અને સુવિધા આપવા માટે માંગી હતી લાંચ, ACB એ હવાલદારને ઝડપી પાડ્યો

Ritesh Parmar

Leave a Comment