Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

30 થી વધુ સોનાના દોરા તોડનારો રીઢો ચોર ઝડપાયો! છેલ્લા પાંચ દિવસમાં 8 થી વધુ ગુના ને અંજામ આપનાર ચોરને મણિનગર પોલીસે દબોચી લીધો

30 થી વધુ સોનાના દોરા તોડનારો રીઢો ચોર ઝડપાયો! છેલ્લા પાંચ દિવસમાં 8 થી વધુ ગુના ને અંજામ આપનાર ચોરને મણિનગર પોલીસે દબોચી લીધો

Our Visitor

013346
Total Users : 13346
Total views : 15625
Who's Online : 0

30 થી વધુ સોનાના દોરા તોડનારો રીઢો ચોર ઝડપાયો! છેલ્લા પાંચ દિવસમાં 8 થી વધુ ગુના ને અંજામ આપનાર ચોરને મણિનગર પોલીસે દબોચી લીધો

અહેવાલ -ટાઈમ્સ ઓફ અમદાવાદ

અમદાવાદમાં મણિનગર,નારોલ અને ઇસનપુર સહિતના જુદા જુદા વિસ્તારોમાં 10 થી વધુ ગુન્હાઓને અંજામ આપનાર જેમાં ચેઇનસ્નેચિંગ, મોબાઈલ અને પર્સની લૂંટ કરનાર રીઢા ચોરને મણિનગર પોલીસે મણિનગર રેલ્વે સ્ટેશન ત્રણ રસ્તા પાસે આવેલ રાજ રત્ન આર્કેડ પાસેથી દબોચી લીધો હતો. પોલીસે રીઢા ગુનેગાર પાસેથી સોનાની ચેઇન રૃા. 70,000, બે સોનાની વીંટી રુ.40,000, સુઝુકી એક્સેસ મો. સા. નંબર GJ-27 – FD – 8899 જેની કિંમત રુ 50,000 મોબાઈલ ફોન નંગ 5 રુ.24,000 તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ 1,86,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી અરબાઝ ખાન અગાઉ ખોખરા અને મણિનગર પોલીસ સ્ટેશન ખાતેથી પાસા ની સજા ભોગવી ચૂકેલ છે. અને જેલમાંથી જામીન ઉપર છૂટયા બાદ ફરીથી દોરા તોડતો હતો.

વિગતવાર માહિતી અનુસાર જણાવી દઈએ કે મણિનગર રેલવે સ્ટેશન નજીક રાહદારી મહિલાના ગળામાંથી ધુમ સ્ટાઇલે ચેઇનસ્નેચીંગ કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે.મણિનગર પોલીસે તેની ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ગુનાઓનો પણ ભેદ ખુલવા પામ્યો છે.અરબાઝ ખાન નશાનો બંધાણી હતો અને તેણે 24 વર્ષની ઉમરમાં ચેઈન સ્નેચિંગના 30 કરતાં પણ વધારે ગુના આચર્યા હતા. છેલ્લા 5 દિવસમાં જ તેણે 3 ચેઈન સ્નેચિંગ, 1 મોબાઈલ સ્નેચિંગ અને 4 પર્સ લૂંટ મળી 8 જેટલાં ગુના આચર્યા હતા.

વિગતો એવી છે કે મણિનગર રેલવે સ્ટેશન પાસેના રાજરત્ન આર્કેડ પાસેથી તા.25 જાન્યુઆરીએ ચાલતા પસાર થઇ રહેલા મહિલાના ગળામાંથી રૂ.85 હજારની કિંમતનો સોનાનો દોરો લૂંટીને સ્કૂટર સવાર 2 સ્નેચર ભાગી ગયા
હતા. મણિનગર પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે બે પૈકીના એક સ્નેચર અરબાઝખાન ઉર્ફે નસરુ
અમીસરખાન પઠાણ(24) (જુહાપુરા) ને ઝડપી લીધો હતો. અરબાઝખાન પાસેથી સોનાની ચેઈન, 2 સોનાની
વીંટી, લેડિઝ પર્સ, 5 મોબાઈલ ફોન અને સ્કૂટર મળી કુલ રૂ.1.86 લાખની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો
હતો.

આ અંગે જે ડિવિઝન એસીપી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, અરબાઝખાન નશાનો બંધાણી હોવાથી નશો કરવાના પૈસા માટે ચેઇન સ્નેચિંગ, મોબાઇલ સ્નેચિંગ કરતો હતો. તેણે 5 દિવસ પહેલાં નારોલમાં પર્સ, ઈસનપુરમાં ચેઈન સ્નેચીંગ, 4 દિવસ પહેલાં એસજી હાઈવે ઉપર ફોનની લૂંટ, ગોળ લીમડામાં પર્સ, ઈસ્કોન પાસે ચેઈન સ્નેચિંગ, 3 દિવસ પહેલાં સરખેજમાં ચેઇન સ્નેચિંગ કર્યું હતું.

♦ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

  • પો.સબ.ઈન્સ એસ.આઇ.પટેલ
  • અ.હે.કો.મહેંદ્રસિંહ મંગળસિંહ બ.નં.૯૨૭૦

. અ.પો.કો.અર્જુનસિંહ ભાવસિંહ બ.નં.૯૯૯૬

. અ.પો.કો.મનિષભાઇ દેવજીભાઈ બ.નં-૭૩૬૩

  • અ.પો.કો.નરેશભાઇ ચંદુભાઇ બ.નં.૬૫રર
  • અ.પો.કો.દશરથસિંહ કનકસિંહ બ.નં. ૫૦૦૭
  • અ.પો.કો.જામાભાઈ માત્રાભાઈ બ.નં.૮૯૬૫


30 થી વધુ સોનાના દોરા તોડનારો રીઢો ચોર ઝડપાયો! છેલ્લા પાંચ દિવસમાં 8 થી વધુ ગુના ને અંજામ આપનાર ચોરને મણિનગર પોલીસે દબોચી લીધો

Related posts

રાજકોટ પોલીસ કમિશ્નર 15 ટકા કમિશન લઈને ફસાયેલાં રૂપિયા કઢાવી આપે છે? ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કર્યા ગંભીર આક્ષેપ, ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ પડાવ્યાનો પણ આક્ષેપ?

Ritesh Parmar

અમદાવાદની 3 શાળાઓને શિક્ષણ બોર્ડે શો-કોઝ નોટિસ ફટકારી! ડમી ક્લ્ચર સામે કડક વલણ, કઈ કઈ સ્કૂલો રેડ ઝોનમાં આવી,વાંચો સમગ્ર સ્ટોરી

Ritesh Parmar

સરદારનગરમાં SMC એ રેડ કરી 6 જુગારીઓ ઝડપી પાડ્યા! અગાઉ પણ ઝડપાયું હતું જુગારધામ, શુ જવાબદાર પોલીસ અધિકારીઓ/કર્મીઓ સામે કાર્યવાહી થશે?

Ritesh Parmar

Leave a Comment