Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મધ્યપ્રદેશ / ભારત દેશના જવાન CRPF માં ફરજ બજાવતા સુરેશ સાંસીનું ચાલતી ટ્રેનમાં દુઃખદ નિધન, પરિવારજનોમાં માતમ છવાયું

મધ્યપ્રદેશ / ભારત દેશના જવાન CRPF માં ફરજ બજાવતા સુરેશ સાંસીનું ચાલતી ટ્રેનમાં દુઃખદ નિધન, પરિવારજનોમાં માતમ છવાયું

Our Visitor

013090
Total Users : 13090
Total views : 15327
Who's Online : 2

મધ્યપ્રદેશ / ભારત દેશના જવાન CRPF માં ફરજ બજાવતા સુરેશ સાંસીનું ચાલતી ટ્રેનમાં દુઃખદ નિધન, પરિવારજનોમાં માતમ છવાયું

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આપણા દેશના જવાનો પોતાના જીવ અને પરીવારની પરવા કર્યા વગર બોર્ડર પર ઊભા રહીને દિવસ-રાત દેશની રક્ષા કરતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેનમાં CRPFના જવાનનું કરુણ મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા જવાનું નામ સુરેશ કુમાર સાંસી હતું. તેઓ સાંસી છારા ભાંતુ સમાજથી હતા.મળતી માહિતી અનુસાર સુરેશકુમાર સાંસી છારા રજા પર ટ્રેન દ્વારા પોતાના ઘરે આવી રહ્યા હતા.

આ દરમિયાન ટ્રેનમાં તેમનું કરૂણ મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ થતા પરિવારજનો મધ્યપ્રદેશ પહોંચી આવ્યા હતા. સુરેશ કુમારના મૃત્યુના કારણે પરિવાર અને સમગ્ર ગામમાં માતમ છવાઇ ગયો હતો. સુરેશકુમાર 2003માં CRPFમાં ભરતી થયા હતા.

9 એપ્રિલના રોજ રજા લઈને ગઈકાલે ટ્રેનમાં પોતાના ગામે આવી રહ્યા હતા. આ દરમિયાન ભોપાલ અને જીદ અચાનક તેમની તબીયત લથડી હતી અને આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ થાય છે. સુરેશ કુમાર ના મૃત્યુની જાણ થતા તેમની પત્ની ભાઈ અને અન્ય પરિવારજનો ઈટારસી પહોંચી ગયા હતા.

પોસ્ટમોર્ટમ થયા બાદ સુરેશ કુમાર સાંસીના મૃતદેહને સરકારી સન્માન સાથે ગામમાં લાવવામાં આવશે. સુરેશ કુમારના લગ્ન 2007માં થયા હતા. સુરેશકુમારને ત્રણ બાળકો છે. સુરેશ કુમારના મૃત્યુના કારણે એક દીકરા અને બે દીકરીઓ એ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.

હવે બાળકોને ઉછેરવાની તમામ જવાબદારી સુરેશકુમારના પત્ની પર આવી ગઈ છે. સુરેશ કુમારને ચાર ભાઈઓ અને ચાર બહેનો છે. સુરેશકુમાર થી મોટા બે ભાઈઓનું અવસાન થઈ ચુક્યુ છે અને ગઈકાલે સુરેશ કુમારનું સાંસી નું પણ નિધન થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં અને ગામજનોમાં માતમ છવાઇ ગયો હતો.


મધ્યપ્રદેશ / ભારત દેશના જવાન CRPF માં ફરજ બજાવતા સુરેશ સાંસીનું ચાલતી ટ્રેનમાં દુઃખદ નિધન, પરિવારજનોમાં માતમ છવાયું

Related posts

વડોદરામાં પીસીબી ની રેડ, ફતેપુરાના બુટલેગરના ઘરે રેડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, દારૂ અને બિયર સહીત કુલ 1.61 લાખનો મુદ્દામાલ જબ્બે કરાયો, બુટલેગર વોન્ટેડ

Ritesh Parmar

અરવલ્લી / મોડાસાના ગઢડા કંપામાં બે ટ્રકોની ટક્કર, ડ્રાઈવર અને ક્લીનર ભડથું, બંનેના મોત,

Ritesh Parmar

અમદાવાદ પોલીસને બદનામ કરવાની વધુ એક ઘટના, નકલી પોલીસ બની તોડ કરતા શખ્સને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો, તિક્ષ્ણ હથિયાર બતાવી ચલાવી હતી લૂંટ

Ritesh Parmar

Leave a Comment