Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મુકાદ્દમ હત્યા કેસમાં તમામ સાત આરોપીનો નિર્દોષ છુટકારોઃ વરિષ્ઠ ધારા શાસ્ત્રી કૈલાસ તમાઈચી ની ધારદાર દલીલો થઈ

મુકાદ્દમ હત્યા કેસમાં તમામ સાત આરોપીનો નિર્દોષ છુટકારોઃ વરિષ્ઠ ધારા શાસ્ત્રી કૈલાસ તમંચેની ધારદાર દલીલો થઈ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

મુકાદ્દમ હત્યા કેસમાં તમામ સાત આરોપીનો નિર્દોષ છુટકારોઃ વરિષ્ઠ ધારા શાસ્ત્રી કૈલાસ તમંચેની ધારદાર દલીલો થઈ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગાંધીનગર જીલ્લાના સાદરા ગામની સીમમાં મુકાદ્દમની હત્યા કેસમાં સેસન્સ કોર્ટે તમામ સાત આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આરોપીઓ તરફે ગુજરાતનાં વરિષ્ઠ એડવોક્ટ કૈલાસ તમાઈચી દ્વારા કોર્ટમાં પોલીસની તપાસમાં રહેલી ખામીઓ,સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ તથા ઈજાગ્રસ્ત દ્વારા આપેલા નિવેદનોમાં વિરોધાભાસના મુદ્દાઓ પર કોર્ટ સમક્ષ ધારદાર રજુઆતો અને દલીલો કરી હતી.સેસન્સ કોર્ટના જજ ડી.કે.સોનીએ હત્યા કેસના તમામ સાત આરોપીઓ ને દોષમુક્ત જાહેર કર્યા હતા.કોર્ટે તેના ચુકાદામાં નોંધ કરી હતી કે ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલો હોઈ તમામ આરોપીને કોર્ટ દોષમુક્ત જાહેર કરે છે.
આ કેસની વિગત એવી છે કે સાદરા ગામની સીમમાં આવેલી જામફળની વાડીમાં 70 વર્ષના ભલાભાઈ કેશાભાઈ દેવીપુજક મુકાદ્દમ તરીકે કામ કરતા હતા.તેઓ જેમ જરુરીયાત લાગે તેમ શ્રમિકોને કામ પર વાડીમાં લાવતા હતા.શ્રમિકોને મજુરીના રુપીયા પણ ભલાભાઈ જ ચુકવતા હતા.
બન્યું એવું કે ગત તા.15 ડિસેમ્બર 2018ની સાંજે જામફળની વાડી પર અગાઉ કામ કરી ગયેલા શ્રમિકો ભરતભાઈ રમણભાઈ,ગોંવિંદભાઈ ભઈજીભાઈ,પંકજ ગોવિંદભાઈ,પિન્ટુ ,દિનેશ ભોગીલાલ,અરજણભાઈ ભઈજીભાઈ અને કિરણ હમીરભાઈ વાડી પર આવ્યા હતા.વાડી પર કરેલી મજુરીના રુપીયા માંગવા આવ્યા હતા.પૈસાની ઉઘરાણી બાબતે તમામ સાત શખસો અને મુકાદ્દમ ભલાભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો અને મારામારી થઈ હતી.

ગુજરાતનાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી કૈલાસ તમાઈચી


મારામારીમાં ઈજાગ્રસ્ત ભલાભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.જેમનું સારવાર દરમિયાન મોત નીપજતાં ચિલોડા પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તે સમયના પોલીસ ઈન્સ્પેક્ટર યુ.આર.વાઘેલાએ તપાસ હાથ ધરી હતી.પોલીસે તપાસ પુરી કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
જે કેસ ગાંધીનગરના સેસન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીઓ તરફે એડવોકેટ કૈલાસ તમાઈચી એ કોર્ટ સમક્ષ ધારદાર રજુઆતો કરી હતી. કૈલાસ તમાઈચી એ રજુઆત કરી હતી કે પોલીસે 48 કલાક મોડી એફઆઈઆર કોર્ટ સમક્ષ રજુ કરી હતી.ઘટના સ્થળ પરથી પોલીસે હથિયારો જપ્ત કર્યા હતા.આરોપીઓ પાસેથી હથિયારો રીકવર થયા નથી તેનો મતલબ એ છે કે ઉભા કરાયા છે.જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા તે સમયે ઈજાગ્રસ્તે એવું નિવેદન આપ્યું હતું કે એક શખસે તેમના પર હુમલો કર્યો હતો,તે ઈજાગ્રસ્તે તબીબ સમક્ષ નિવેદન આપ્યું હતું કે ત્રણ આરોપીએ તેમના પર હુમલો કર્યો હતો,જ્યારે પોલીસ ફરિયાદમાં સાત આરોપીએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો.કોર્ટ સમક્ષ એડવોકેટ કૈલાસ તમાઈચી એ પોતાના બહોળા અનુભવના કારણે ધારધાર દલિલો કરી હતી કે ફરિયાદી તથા સાક્ષીઓના નિવેદનોમાં પણ ભારે તફાવત છે.જે દલિલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.સેસન્સ કોર્ટના જજ ડી.કે.સોનીએ તેમના 77 પાનાના ચુકાદામાં નોંધ કરી હતી કે ફરિયાદી પણ કેસ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલો છે.જેથી હત્યા કેસના તમામ સાત આરોપીઓને કોર્ટ નિર્દોષ જાહેર કર્યા હતા.


મુકાદ્દમ હત્યા કેસમાં તમામ સાત આરોપીનો નિર્દોષ છુટકારોઃ વરિષ્ઠ ધારા શાસ્ત્રી કૈલાસ તમાઈચી ની ધારદાર દલીલો થઈ

Related posts

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યો, નવા પોલીસ કમિશ્નરને ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો

Ritesh Parmar

શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા

Ritesh Parmar

PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે, ડીસા અને હિંમતનગરમાં જનમેદની વચ્ચે સભા ગજવશે

Ritesh Parmar

Leave a Comment