Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શિવકથામાં બે ઉચ્ચ પોલીસ અધિકારી ના કાંડા પર રાખડી બાંધી સ્વદેશી રક્ષાબંધન નો કરાયો શુભારંભ

શિવકથામાં બે ઉચ્ચ પોલીસ અધિકારી ના કાંડા પર રાખડી બાંધી સ્વદેશી રક્ષાબંધન નો કરાયો શુભારંભ

Our Visitor

009938
Total Users : 9938
Total views : 11628
Who's Online : 0

શિવકથામાં બે ઉચ્ચ પોલીસ અધિકારી ના કાંડા પર રાખડી બાંધી સ્વદેશી રક્ષાબંધન નો કરાયો શુભારંભ

જ્યોતિ પટેલ (સિનિયર પત્રકાર )

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધ્વારા પવિત્ર શ્રાવણ માસમાં શિવ અને શક્તિ ની આરાધના, ઉપાસના અને સાધના કરવાની પ્રેરણા આપતી શિવકથામાં પાંચમા દિવસે સ્વદેશી રક્ષાબંધનનો શુભારંભ કરાયો હતો. કથામાંઉપસ્થિત મદદનિશ પોલિસ કમિશ્નર એસ ડી પટેલ તથા એસ એમ પટેલના કાંડા પર ઉમા સેવિકા બહેનોએ રાખડી બાંધી હતી. વ્યાસપીઠ પર બીરાજમાન વક્તા રાજેન્દ્ર પ્રસાદે લાગણીભર્યા અને પ્રેરણાદાયી શબ્દોથી હજારો શ્રધ્ધાળુઓ ને ભાવુક બનાવી દીધા હતા. લાગણીઓ ના પ્રવાહથી ઘર હર્યુંભર્યું બને છે,લાગણીનો જીવંત પ્રવાહ એટલે દિકરી.
શિવ તત્વનો પામવા માટે બનાવટ ન ચાલે. જીવનમાં બનાવટ નહીં જમાવટ કરો. કમનસીબે આજે બનાવટ ચાલે છે. લોકો ચહેરા પર બનાવટી ચહેરા બનાવે છે. દંભી ચહેરાએ માણસને દુખી કરી દીધો છે.


શિવજીના પાર્વતી માતા સાથે ભવ્યાતિભવ્ય દિવ્ય લગ્નનો પ્રસંગ કથામાં ઉજવાયો હતો.ઢોલનગારા,શિવજીની જાણ, ભક્તિગીતો સાથે લગ્ન પ્રસંગઉજવાયો ત્યારે સમગ્ર કથા મંડપમાં દિવ્ય અને અલૌકિક આનંદ, મંગલ અને ઉત્સાહ છવાઈ ગયો હતો.

પૂજ્ય રાજેન્દ્ર શાસ્ત્રીજીએ વ્યાસપીઠ પરથી હિમાલય, લગ્ન ઉત્સવ, જાનની પધરામણી જેવા પ્રસંગોને અલૌકિક રીતે રજૂ કરતાં હજારો શ્રધ્ધાળુઓ શિવમય બની ગયા હતા.શિવજી અને મા ઉમાના દિવ્ય લગ્ન પ્રસંગે શ્રોતાઓએ સુવર્ણ દાન સહિત વિવિધ દાન કર્યા હતા.


દિવ્ય શિવકથામાં જીવનમાં જૂઠ કપટ છોડી સરળ બનવા, જગતના કલ્યાણની ભાવના, આત્મક્રાંતિ, દંભ છોડી નિરાભીમાની જીવન જીવવા પ્રેરીત થયા હતા.દક્ષ એ શિવજીમાં દોષ અને અવગુણ શોધવા પ્રયાસ કર્યા પણ શિવજીએ દક્ષના દોષો માં ગુણ જોયા. સંતની દ્રષ્ટી હંમેશાં વ્યક્તિમાં ગુણ જુએ. શિવ દ્રષ્ટી ધરાવતી દરેક વ્યક્તિ માં ગુણ જોશે. કોઈની ખામીને બદલે ખૂબી શોધીને ખુશ થજો. કોઈને બદલવા કરતાં આપણે બદલાઈ જઈએ. બીજાના સ્વભાવને સુધારવાની મહેનત નિષ્ફળ રહે છે. આપણો સ્વભાવ બદલવો પડે. કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય તો બીજા ના દોષ ન જુઓ. સાચો સાધક પોતાના અવગુણ અને ઉણપને જુએ છે.

આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર પી પટેલે જણાવ્યું હતું કે શિવકથા ના શ્રોતાઓ માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અનેરો આનંદ માણી રહ્યા છે. દાનના મહિમા અંગે કહ્યું હતું કે તમે દાન નથી કરતા, પણ મા ઉમિયા માતાજી એ આપણને જે કઈં આપ્યું છે તેમાંથી થોડું માતાજીના ચરણોમાં સમર્પિત કરીએ છીએ.

હેટ્રીક દાનનો ધોધ

શિવકથામાં શિવ પાર્વતિના લગ્ન ધામધૂમપુર્વક હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયા હતા. મા પાર્વતી ઉં મામેરું ભરનાર અને શિવકથા આ મુખ્ય સ્પોન્સર બબાભાઈ ભરવાડે અતિ પ્રસન્નતા વ્યક્ત કરીને ૧૧ લાખના ૫૧ ધર્મસ્થંભ (5 કરોડ 61 લાખ રુપીયા) નું ઐતિહાસિક દાન કરવાની જાહેરાત કરી હતી.ઉપરાંત બીજા ૧૧ સ્થંભ ના દાતા શોધી લાવવાનું વચન આપ્યું હતું. ઐતિહાસિક અને અકલ્પનિય દાનની જાહેરાત થતાં જ બબાભાઈ ને ખભા પર બેસાડી નાચગાન કર્યું હતું. બબાભાઈ ને વ્યસનમુક્ત અભિયાનના બ્રાન્ડેડ નિયુક્ત કર્યા હતા. આ ઘટના જગતજનની મા ઉમિયાના ચમત્કારથી ઓછી નથી.


શિવકથામાં બે ઉચ્ચ પોલીસ અધિકારી ના કાંડા પર રાખડી બાંધી સ્વદેશી રક્ષાબંધન નો કરાયો શુભારંભ

Related posts

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં 12 માં ધોરણમાં અભ્યાસ કરતી યુવતી સાથે દુષ્કર્મ, ઘરે મુકવાનું કહી બાઈક પર બેસાડી જંગલમાં જબરદસ્તી આચર્યું દુષ્કર્મ,

Ritesh Parmar

વડોદરામાં PCB એ ઇંગ્લિશ દારૂની પેટીઓ સાથે બે ઈસમોની કરી ધરપકડ! ખુલ્લી જગ્યામાં એક કારમાંથી બીજા કારમાં દારૂની પેટીઓ મુકતા પોલીસે ઝડપી પાડ્યા

Ritesh Parmar

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન પેટી હવે નહીં હટાવાય તો ના છૂટકે ઈલેક્ટ્રીક ડીપી પાસે કોંગ્રેસ નેતા કરશે ધરણાં

Ritesh Parmar

Leave a Comment