Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નવસારીમાં PSI ગોસ્વામી ઉપર કુખ્યાત બુટલેગરે રૂપિયાનો વરસાદ કર્યો! મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં PSI અને બુટલેગરો સ્ટેજ ઉપર સાથે દેખાયા,વિડીયો થયો વાયરલ

નવસારીમાં PSI ગોસ્વામી ઉપર કુખ્યાત બુટલેગરે રૂપિયાનો વરસાદ કર્યો! મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં PSI અને બુટલેગરો સ્ટેજ ઉપર સાથે દેખાયા,વિડીયો થયો વાયરલ

Our Visitor

013146
Total Users : 13146
Total views : 15387
Who's Online : 3

નવસારીમાં PSI ગોસ્વામી ઉપર કુખ્યાત બુટલેગરે રૂપિયાનો વરસાદ કર્યો! મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં PSI અને બુટલેગરો સ્ટેજ ઉપર સાથે દેખાયા,વિડીયો થયો વાયરલ

નવસારી..

એક તરફ તો જયારે એક સાથે 70 જેટલાં આઈપીએસ અધિકારીઓની જયારે બદલી કરવામાં આવે છે ત્યારે બદલીઓના પાછળનું કારણ સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના કાયદાઓની કડક અમલવારી કરવાનો હોય તેવું ચિત્ર ગુજરાતની જનતા સામે મુકવામાં આવ્યો હતો. જ્યારે અમુક દારૂબંધીની કડક અમલવારી માટે ગુજરાત સરકાર અને રાજ્યની પોલીસ સફળ થઈ હોવાના દાખલા પણ સામે આવી રહ્યા છે. પરંતુ અમુક પોલીસના અધિકારીઓને કદાચ દારૂબંધી નથી ગમતી હોવાના કારણે ચોરી ચુપકે બુટલેગરોના સંપર્કમાં રહી ગુપ્ત રીતે સંબંધ સાચવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે હવે નવસારીમાં પણ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિવાદમા ભરાઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર નવસારી સાંઈ મંદિરના લાભાર્થે એક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. સાંઈ મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા ડાયરામાં PSI એસ એફ ગોસ્વામી બુટલેગરો સાથે સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. ડાયરામાં ભજન ગાયક ઉપર PSI ગોસ્વામીએ પૈસાનો વરસાદ કર્યો હતો. જયારે PSI ગોસ્વામી સ્ટેજ ઉપર આવ્યા ત્યારે તેમની સાથે નવસારીના નામચીન બુટલેગરો લાલો, દીપક ઉર્ફે કાલે પણ સ્ટેજ પર દેખાયા હતા. આટલુંજ નહી પણ બુટલેગર લાલાએ તો PSI ગોસ્વામી ઉપર રૂપિયાનો વરસાદ કરી દીધો હતો.

નવસારીના PSI એસ એફ ગોસ્વામી અને ત્યાંના કુખ્યાત બુટલેગરોનો આપસી પ્રેમ જોઈ નવસારીજનોમાં પણ ગણગણાટ શરુ થયો છે. જો પ્રજાના રક્ષક પોલીસ ખુદ બુટલેગરો સાથે ઘરોબો રાખતી હોય તો પછી ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી કોના શીરે રહેશે.કુખ્યાત બુટલેગરો જયારે PSI સાથે સ્ટેજ ઉપર દેખાય તો બીજીતરફ બુટલેગર લાલા પટેલ PSI ગોસ્વામીનો વિડીયો ઉતારે તો પછી દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપરજ દેખાશે. હવે જોવાનું રહ્યું કે PSI અને બુટલેગર વચ્ચેના પ્રેમનો વિડીયો જયારે ઉચ્ચ પોલિસ અધિકારીઓ પાસે પહોંચશે ત્યારે PSI સામે કેવા પગલા ભરવામાં આવશે તે તો આવનાર સમયજ બતાવશે.

નવસારીમાં PSI ગોસ્વામી ઉપર કુખ્યાત બુટલેગરે રૂપિયાનો વરસાદ કર્યો! મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં PSI અને બુટલેગરો સ્ટેજ ઉપર સાથે દેખાયા,વિડીયો થયો વાયરલ

Related posts

ગંભીર આક્ષેપ / ભાજપના રાજમાં શિક્ષણની દુર્દશા! VNSGU નું નેકે નાક કાપ્યું:દર્શન નાયક VNSGUની ડિગ્રી લઈને બહાર નીકળતા અસંખ્ય યુવાનો બેરોજગાર

Ritesh Parmar

ખેલૈયા ચેતજો / જો નવરાત્રીમાં રોમિયોગીરી કરવાની કોશિશ કરી તો સમજો આવી બનશે! અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ઘડી કઢાયો પ્લાન, વાંચો….

Ritesh Parmar

અંબાજી / ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખી અંબાજી પોલીસે પરવાનેદાર લોકોના 24 જેટલાં વિવિધ હથિયારો કબ્જે લીધા

Ritesh Parmar

Leave a Comment