Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગરીબોને મળતા સસ્તા અનાજને બારોબાર સગેવગે કરનાર ઈસમને શહેરકોટડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો, સીએનજી રિક્ષામાં લઈ જવાતા 600 કિલો ઘઉંના જથ્થા સહીત કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગરીબોને મળતા સસ્તા અનાજને બારોબાર સગેવગે કરનાર ઈસમને શહેરકોટડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો, સીએનજી રિક્ષામાં લઈ જવાતા 600 કિલો ઘઉંના જથ્થા સહીત કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

ગરીબોને મળતા સસ્તા અનાજને બારોબાર સગેવગે કરનાર ઈસમને શહેરકોટડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો, સીએનજી રિક્ષામાં લઈ જવાતા 600 કિલો ઘઉંના જથ્થા સહીત કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદ શહેરમાં ગરીબોને તેમજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતા રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થાનો મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે. સરકારી ઘઉ નો જથ્થો કે જે ગરીબ મધ્યમ વર્ગીય લોકોને સરકાર તરફથી મફત આપવામાં આવે છે એ ઘઉંના જથ્થાને બારોબાર વેચવાના કૌભાંડમાં શહેર કોટડા પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે. તે દરમિયાન અમદાવાદ શહેરના શહેરકોટડાની હદ વિસ્તારમાંથી એક ઓટો રીક્ષાની અંદર આશરે 600 કિલો ઘઉંનો જથ્થો કે જે ગરીબોને મફતમાં આપવામાં આવતા ભાગનું અનાજને સગેવગે કરવાનાં હેતુ થી નીકળવાની બાતમી એક જાગૃત નાગરિકે શહેરકોટડા પોલીસને આપી હતી. જેના અનુંસંધાનમાં શહેર કોટડા પોલીસે વોચ ગોઠવી તેમજ પુરવઠા વિભાગને સાથે રાખી સરકારી અનાજની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનાર ઈસમ કિરીટભાઈ ગોરધનભાઈ માળીને ઝડપી પાડ્યો હતો.

ઘઉંના જથ્થાને બારોબાર સગેવગે કરવા જતો રીક્ષા ડ્રાઈવર પોલીસની ગીરફતમાં

ઘટના અંગે વધુ મળતી માહિતી અનુસાર શહેરકોટડા પોલીસને એક જાગૃત નાગરિકે ચોક્કસ બાતમી આપી હતી કે, પોટલીયા ચાર રસ્તા પાસેના નૂતન મિલની બાજુના રોડ સાઈડમાં એક સીએનજી ઓટો રીક્ષા નં. GJ-01 DV 0271 માં ગરીબોને મફતમાં મળતા અનાજના જથ્થાની કાળા બજારી કરવા એક ઈસમ બાપુનગર જનરલ હોસ્પિટલ તરફ જવાનો છે. જેથી જાગૃત નાગરિકની બાતમીના આધારે શહેરકોટડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના PSI આર. જી ચૌધરી અને તેમના સ્ટાફના માણસો તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈ સીએનજી ઓટો રીક્ષાને આંતરી રીક્ષા ચાલક ઈસમની ધરપકડ કરી હતી. શહેરકોટડા પોલીસે અનાજ પુરવઠા વિભાગને સમગ્ર ઘટના વિશે જાણ કરી બોલાવી લીધા હતા. અને ત્યારબાદ ધરપકડ કરાયેલ આરોપી થી વધુ પૂછપરછ કરતા આરોપીનું નામ કિરીટભાઈ ગોવરધનભાઈ માળી હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપી કિરીટભાઈ માળીએ શહેરકોટડા પોલીસ અને પુરવઠા વિભાગના અધિકારીઓ સામે જણાવ્યું હતું કે આ ઘઉનો જથ્થો મને ચમનપુરા ખાતે રહેતા અને અંબિકા ફ્લોર ફેક્ટરી લોટ દળવાની ચક્કી ચલાવતા પિયુષભાઈ કચ્છવા નામના શખ્સે ભરી આપ્યો હતો. અને હું ભાડુ મેળવી મારી રિક્ષામાં આ અનાજનો જથ્થો બાપુનગર ખાતેના સૌરભ ટ્રેડ્રસ નામની દુકાન ધરાવતા વ્યક્તિને પહોંચાડવા જતો હતો. આરોપી કિરીટભાઈ માળીના નિવેદનના આધારે શહેરકોટડા પોલીસે પિયુષ કચ્છવા નામના ઈસમ સામે પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હાલ આ સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે એક આરોપી ની ધરપકડ કરી તેમની પાસેથી 600 કિલો ઘઉં, એક સીએનજી ઓટો રીક્ષા મોબાઈલ અને ચીજ વસ્તુઓ મળી કુલ 57 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ગરીબોને મળતા સસ્તા અનાજને બારોબાર સગેવગે કરનાર ઈસમને શહેરકોટડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો, સીએનજી રિક્ષામાં લઈ જવાતા 600 કિલો ઘઉંના જથ્થા સહીત કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

Related posts

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરામાં બાઈક ઉપર જઈ રહેલા PSI ને અજાણ્યા વાહને ટક્કર મારવાનો મામલો! PSI નું મોત, મૃતક PSI ના પત્ની પણ વડોદરામાં ASI તરીકે ફરજ બજાવે છે

Ritesh Parmar

Vdo/સુરતમાં નશામાં ધુત યુવાને હાઇવે ઉપર ધમાલ મચાવી, ટ્રાફીક જામમાં ઉભેલી ગાડીયો ઉપર ચઢી મચાવ્યો તોફાન,

Ritesh Parmar

💔 પ્રતિષ્ઠા જીતી ગઈ અને જિંદગી હારી ગઈ: હોટલના એ બંધ રૂમની ચીસ ક્યારે સંભળાશે સમાજને? જેમાં બે નિર્દોષ બાળકોએ ફાંસીએ લટકી આત્મહત્યા કરી લીધી!

Ritesh Parmar

Leave a Comment