Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત રેન્જ IG વી ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ વલસાડ SP ની પ્રસંશનીય કામગીરી, વલસાડ SOG ને મળી સફળતા, આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ

સુરત રેન્જ IG વી ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ વલસાડ SP ની પ્રસંશનીય કામગીરી, વલસાડ SOG ને મળી સફળતા, આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

સુરત રેન્જ IG વી ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ વલસાડ SP ની પ્રસંશનીય કામગીરી, વલસાડ SOG ને મળી સફળતા, આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ

હાલની પરિસ્થિતિમાં લોકોને વિદેશ (Abroad) જવાનું ઘેલું ખુબ છે. અને હાલમાંતો વિદેશ જવાનો એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકો દેવુ કરીને પણ ગમે તે ભોગે વિદેશ જવા તૈયાર થઇ જાય છે. અને આ તકનો લાભ ઉઠાવીને પૈસા લાલચુ (Greedy) અને લેભાગુઓ લોકોના પરસેવાના રૂપિયા ચાંઉ કરવામાં પળવારનો પણ વિચાર કરતા નથી. બોગસ પાસપોર્ટ, (Bogus passport) નકલી બેન્ડ અને ખોટા સર્ટીઓ રજૂ કરીને વિદેશ જવાની ઘેલછામાં લોકો ખોટા દસ્તાવેજો બનાવી કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યારે વલસાડ SOG એ આવાજ એક ગુનામાં બાતમીના આધારે એક ઈસમને ઝડપી પાડી પ્રસંશનીય કાર્યવાહી કરી હતી.

સુરત રેન્જ આઈજી શ્રી વી ચંદ્રશેખર સાહેબની કડક સૂચના અને સચોટ માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિકારી શ્રી ડો.કરણરાજ વાઘેલા સાહેબને સૂચના આપવામાં આવી હતી કે, દેશ વિરોધી પ્રવૃત્તિ દેશની આંતરિક સુરક્ષાને કોઈપણ રીતે કોઈ વ્યક્તિ નુકશાન ના પહોંચાડે તે દિશામાં બાજ નજર રાખી આવા ભાંગફોડીયા ઈસમો સામે કડક થી કડક કાનૂની કાર્યવાહી કરી કડક પગલા ભરી અસરકારક કાર્યવાહી કરવામાં આવે. જેના અનુંસંધાનમાં વલસાડ SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એન ગોસ્વામી,તેમજ PSI એન સી સગર નાઓ સુરત રેન્જ આઈજી શ્રી વી ચંદ્રશેખરના સચોટ માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન પો. કો. નવીનકુમાર સુભાષચંદ્રને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વલસાડ જિલ્લાના છીપાવાડ ખાતે રહેતા મોહંમદ સોહીલ નામનો શખ્સ બોગસ પાસપોર્ટ બનાવી વિદેશ જવાનો છે. તેથી પો. કો નવીનકુમારે પોતાના સિનિયર અધિકારીઓને માહિતી આપતાં આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

વલસાડ SOG દ્વારા બાતમીના આધારે તપાસ શરુ કરતા જાણવા મળ્યું હતું કે વલસાડ જિલ્લાના છીપાવાડાના મોટા ગરનાળા પાસેની મસ્જીદે આઈશા નાના તાઈવાડ જલેબી કુવા ખાતે રહેતા મોહંમદ સોહીલ S/O સરફુદ્દીન શેખ ઉં 37 પોતાના આર્થિક ફાયદા માટે ખોટા બનાવટી જન્મ દાખલો, ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ સોહીલ ઈમરાન નામનો નકલી પાસપોર્ટના આધારે વિદેશ જવાની તૈયારી કરી રહ્યો છે. જેથી આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જાય તે પહેલાંજ વલસાડ SOG પોલીસે આરોપીને ઝડપી પાડી ખુબજ પ્રસંશનીય કામગીરી કરી હતી. હાલ આ સમગ્ર મામલે વલસાડ SOG પોલીસે આરોપી મોહંમદ સોહીલ શેખને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી કે આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જઈ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાનો હતો કે કેમ તેની ઝીણવટ ભરી તપાસ શરુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલલેખનીય છે કે આ સમગ્ર મામલે અન્ય એક આરોપીની પણ સંડોવણી સામે આવતા તે આરોપીને પણ ઝડપી પાડવા વલસાડ SOG એ ચક્રો ગતિમાન કર્યા છે.


સુરત રેન્જ IG વી ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ વલસાડ SP ની પ્રસંશનીય કામગીરી, વલસાડ SOG ને મળી સફળતા, આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ

Related posts

ભગવાન આને ક્યારેય માફ નહિ કરે, સુરતમાં નર્સે ગર્ભપાત કરી ભ્રુણ અગાસી પરથી ફેંક્યું, (LIVE CCTV)

Ritesh Parmar

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

Ritesh Parmar

અંબાજી મેળો રદ કરવાનો મામલો, ગૃહ વિભાગના હુકમનો અનાદર!આદેશ છતાં અંબાજી મંદિર ખુલ્લો મુકાયો, સંક્રમણ ફેલાવવાની દહેશત,

Ritesh Parmar

Leave a Comment