Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિધાનસભા ચૂંટણી / સુરતના ઓલપાડમાં કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને સ્થાનિક પ્રજાનું પ્રચંડ પ્રતિસાદ, જાહેર સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી, કોંગ્રેસે કર્યો ઓલપાડ બેઠક જીતવાનો દાવો

વિધાનસભા ચૂંટણી / સુરતના ઓલપાડમાં કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને સ્થાનિક પ્રજાનું પ્રચંડ પ્રતિસાદ, જાહેર સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી, કોંગ્રેસે કર્યો ઓલપાડ બેઠક જીતવાનો દાવો

Our Visitor

009867
Total Users : 9867
Total views : 11547
Who's Online : 2

વિધાનસભા ચૂંટણી / સુરતના ઓલપાડમાં કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને સ્થાનિક પ્રજાનું પ્રચંડ પ્રતિસાદ, જાહેર સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી, કોંગ્રેસે કર્યો ઓલપાડ બેઠક જીતવાનો દાવો
ઓલપાડ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયક

સુરત જિલ્લાની ૧૫૫-ઓલપાડ બેઠક પર કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે.
આજરોજ મોડી સાંજે ઓડિસા(સાનખેમુંડી) ના ધારાસભ્ય રમેશચંદ્ર જેના એ કોંગ્રેસના ઉમેદવાર શ્રી દર્શનકુનાર અમૃતલાલ નાયક ના સમર્થનમાં ઓલપાડ તાલુકાના સાયણ વિભાગ ખાતે મોટી જનસભા સંબોધી હતી અને કોંગ્રેસના લડાયક ઉમેદવાર ખેડૂત નેતા શ્રી દર્શન નાયક માટે મતદારો પાસે તેમણે મત માંગ્યા હતા. સાયણ ખાતે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરી રહ્યો છે, ત્યારે પહેલા તબક્કાનું મતદાન 1 લી તારીખે થવાનું છે. તો ઓલપાડ 155 વિધાનસભા બેઠક પર ભાજપ પાસેથી બેઠક જીતવા કોંગ્રેસ જોર મારી રહ્યું છે.કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર જન સંપર્ક પદ યાત્રાની શરૂઆત કરી છે.

કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયક અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ સમર્થકો દ્વારા ઓલપાડના વિસ્તારમાં અને ગામડાઓમાં ઘેર ઘેર ફરીને લોકોનો સીધો સંપર્ક સાધીને લોકોની સમસ્યા જાણવાની આ નવી નીતિ અપનાવી સ્થાનિક મતદારોને રિઝવવાનો ભરપૂર પ્રયાસ કરી ઓલપાડની સીટ કબજે કરવા માટે એક માઈક્રો પ્લાન ઘડીને પ્રચાર કરી રહ્યું છે. ઠેરઠેર કોંગ્રેસ દ્વારા શહેર અને ગામડામાં પદયાત્રા કરવામાં આવી રહી છે.

કોંગેસ ઉમેદવાર દર્શન નાયકે દાવો કર્યો છે કે, આ વખતે 27 વર્ષથી કંટાળેલી પ્રજા પરિવર્તન ઈચ્છે છે, ત્યારે ઓલપાડ પણ અમે કબજે કરીશુ અને ગુજરાતમાં પણ અમારી એટલે કે કોંગ્રેસની સરકાર બનશે.

ઓલપાડની જનતાનો કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને પ્રચંડ પ્રતિસાદ

ગામડે ગામડે પ્રજાના અનેક પ્રશ્નો છે જેમાં ખેડુતોના પ્રશ્નો, નાના વેપારીઓ, મધ્યમ વર્ગીય લોકો, ગરીબ વંચિતો, બેરોજગાર યુવાનો, શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી તેમજ માછીમારોના પ્રશ્નોની વાચા અમે બનીશું. સરકાર બનતા તમામ પ્રશ્નોનો સીધો નિરાકરણ કરીશુનો વચન સાથે ઉમેદવાર દર્શન નાયક જંગી પ્રચાર શરૂ કરતાં લોકો દ્વારા તેઓને તેવો જ આવકાર મળતા દર્શન નાયકે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો..

વિધાનસભા ચૂંટણી / સુરતના ઓલપાડમાં કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને સ્થાનિક પ્રજાનું પ્રચંડ પ્રતિસાદ, જાહેર સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી, કોંગ્રેસે કર્યો ઓલપાડ બેઠક જીતવાનો દાવો

Related posts

ઓમિક્રોન ના દહેશતના કારણે સુરત ફફડ્યું, જો હવે પછી કોઈ સ્કુલ કે કોલેજમાં ઓમિક્રોનનો કેસ આવશે તો 14 દિવસ સુધી કરી દેવાશે બંધ!

Ritesh Parmar

જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

Ritesh Parmar

સુરત સાયબર ક્રાઈમ પોલીસ ઉપર તોડ કર્યાનો આક્ષેપ, સૌરાષ્ટ્રના બે યુવાનોને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યા, 5 લાખનો તોડ?

Ritesh Parmar

Leave a Comment