Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ક્રાઈમ/ પત્નીએ કહ્યું સસરો મારા ઉપર બદદાનત રાખે છે, સગા દીકરાએ પોતાના પિતાનું કાસળ કાઢયું!હત્યારા પુત્રની ધરપકડ,

Our Visitor

562918
Total Users : 562918
Total views : 564636

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં ફરી એકવાર સંબંધોને લાંછન
પુત્રએ જ પિતાની કરી હત્યા પિતા પત્નીની છેડતી કરતા હોવાનો આક્ષેપ અમદાવાદમાં ફરી એકવાર સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. અમદાવાદના સરદારનગરમાં પુત્રએ પિતાની હત્યા કરી છે. અને પિતાની હત્યા પાછળનું કારણ પોતાની પત્નીની છેડતી કરી હોવાની પુત્રને શંકા હતી.

આવા આક્ષેપ સાથે પુત્રએ દસ્તો મોઢાના ભાગે મારતા પિતાનું મૃત્યુ થયું હતું. હાલ પોલીસે આરોપી પુત્ર અંકુશની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, મૃતક બિરજુભાઈ પર છેડતીના લગાવેલા આરોપને તેમનો નાનો દીકરો ખોટા કહે છે. પરંતુ બિરજુભાઈની મોટી દીકરી સ્નેહાએ જ પોલીસ કન્ટ્રોલને ફોન કરીને પિતા ભાભીની છેડતી કરી રહ્યા હોવાનું મેસેજ લખાવ્યો હતો.

આ મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બિરજુ ભાઈ ઇજાગ્રસ્ત મળી આવ્યા હતા. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્ર અંકુશની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે, મૃતક બિરજુભાઈને દારૂ પીવાની કુટેવ હતી. એક દીકરો પિતાના ચારિત્ર્ય પર શકા કરીને હત્યા કરે છે. જ્યારે બીજો પુત્ર પિતાને સજ્જન ગણાવે છે. પરંતુ એક દીકરીએ પિતા વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવીને પોલીસને જાણ કરતા હાલમાં પોલીસે છેડતીની શક્યતાને ધ્યાનમાં રાખીને આરોપી વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ક્રાઈમ/ પત્નીએ કહ્યું સસરો મારા ઉપર બદદાનત રાખે છે, સગા દીકરાએ પોતાના પિતાનું કાસળ કાઢયું!હત્યારા પુત્રની ધરપકડ,

Related posts

યુક્રેન સરકારને નડ્યું પોતાનું જ અભદ્ર વર્તન, મહાકાળી માતાનો વાંધાજનક ફોટો શેર કરી માંગવી પડી માફી

Phone: 9998685264.

બેંગલુરુ/ કન્નડ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સોજન્યાએ ફાંસી ખાઈ આત્મહત્યાં કરી, પોલીસને સુસાઈડ નોટ મળી

Phone: 9998685264.

અમદાવાદ પોલીસને બદનામ કરવાની વધુ એક ઘટના, નકલી પોલીસ બની તોડ કરતા શખ્સને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યો, તિક્ષ્ણ હથિયાર બતાવી ચલાવી હતી લૂંટ

Phone: 9998685264.

Leave a Comment