
જામનગરમાં ચુંટણી અનુસંધાને બુટલેગરો પર પોલીસે તવાઇ બોલાવી છે, એલસીબીની ટુકડી દ્વારા શહેરના ગુલાબનગર, ખોજાવાડ, મકરાણી કબ્રસ્તાન વિસ્તાર, વિભાપર રોડ, દિ.પ્લોટ, ગોકુલનગર અને અલીયા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ૩ શખ્સો દારૂની ૧૯૭ બોટલ, બિયરના ૪૮ ટીન, મોબાઇલ, વાહન મળી કુલ ૧.૪૮ લાખના મુદામાલ સાથે ઝપટમાં આવ્યા હતા અને અન્ય સ્થળેથી દારૂમળી આવ્યો હતો.પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના અશોકકુમાર યાદવ (આઇપીએસ)એ આગામી દિવસોમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર હોય જેથી પ્રોહી-જુગારની પ્રવૃતી સાથે સંકળાયેલા ઇસમો ઉપર કાર્યવાહી કરવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ અસરકારક કાર્યવાહી કરવા એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીને સુચના કરેલ હોય જેથી એલસીબી પીઆઇના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એસ.પી ગોહીલ, પીએસઆઇ આર.કે. કરમટા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલસીબી સ્ટાફના શીવભદ્રસિંહ જાડેજા, ફીરોજ ખફી, હરદીપ ધાંધલને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર શહેરમાં ગુલાબનગર રામવાડી, બજરંગ ચોક પાસે રહેતા આરોપી વસીમ ઉર્ફે ગણીત અબ્દુલકરીમ મકવાણાના કબ્જાના મકાનમાંથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૭૨ કિ. ૨૮.૮૦૦, એક મોબાઇલ ફોન કિ. ૧૦.૦૦૦ તથા એકસેસ કિ. ૫૦.૦૦૦ મળી કુલ રૂપિયા. ૮૮.૮૦૦નો મુદામાલ મળી આવતા કબ્જે કરી આરોપી વિરુઘ્ધ હેડ કોન્સ. હરદીપભાઇ ધાંધલએ ફરીયાદ રીપોર્ટ આપતા એએસઆઇ સંજયભાઇ વાળાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી દારૂ સપ્લાય કરનાર કાસમ અબ્દુલ ખેરાણી રે. ગુલાબનગર અખાડાચોક જામનગરવાળાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.




Total Users : 22
Total views : 89
Who's Online : 0