Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદીરે માતાજીના દર્શનાર્થીઓ માટે ૨૧૦ ફુટ સુધી લીફટ બનાવવાની કામગીરી શરુ કરાઈ! માત્ર 40 સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના નિજ મંદિરે

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદીરે માતાજીના દર્શનાર્થીઓ માટે ૨૧૦ ફુટ સુધી લીફટ બનાવવાની કામગીરી શરુ કરાઈ! માત્ર 40 સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના નિજ મંદિરે

Our Visitor

013167
Total Users : 13167
Total views : 15414
Who's Online : 0

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદીરે માતાજીના દર્શનાર્થીઓ માટે ૨૧૦ ફુટ સુધી લીફટ બનાવવાની કામગીરી શરુ કરાઈ! માત્ર 40 સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના નિજ મંદિરે

પંચમહાલ-

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ 52 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ માનવામાં આવે છે અને માતાજીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ પાવાગઢ આવે છે. પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા વધુ સરળ બનશે કારણ કે, પાવાગઢના ડુંગર પર એક લિફ્ટનું નિર્માણ થશે અને જેના કારણે શ્રદ્ધાળુઓ ગણતરીની સેકન્ડોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જશે. રાજ્ય સરકાર દ્વારા પાવાગઢના પર્વતને ખોદીને ત્યાં એક લિફ્ટ નિર્માણનો કાર્ય કરવા બાબતેનું આયોજન કર્યું છે. પર્વત પર લિફ્ટ બનાવવાની કામગીરીને લઇને 210 ફુટ સુધી એટલે કે, 3 માળ સુધી જઈ શકે તેવી લિફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવા બાબતેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.મહત્ત્વની વાત છે કે, પાવાગઢમા મહાકાળીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ જાય છે પરંતુ ઘણાં શ્રદ્ધાળુઓને ગબ્બર પર્વત પર ચઢવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમને માતાજીના દર્શન કરવામાં મુશ્કેલી ભોગવવી પડે છે. તેથી જ યાત્રાળુઓની સુવિધામાં વધારો કરવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકાર પાસેથી પાવાગઢના ગબ્બર ડુંગર પર લિફ્ટ બનાવવા બાબતે મંજૂરી મેળવવામાં આવી હતી. હવે ગબ્બર પર્વતની બાજુના ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવશે.

મહત્વની વાત છે કે, પર્વતને ખોદીને લિફ્ટ બનાવવાની કામગીરી કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.લિફ્ટ બની જશે તો 40 સેકન્ડમાં જ વ્યક્તિ એટલે કે શ્રદ્ધાળુ માતાજીના મંદિર સુધી પહોંચી શકશે. વધુમાં વધુ 12 લોકો એકસાથે સમાઈ શકે તે પ્રકારની લિફ્ટ બનાવવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે. આ લિફ્ટનો ઉપયોગ બાળકો અને જરૂરિયાતમંદ મહિલાઓ કરી શકે તેવી વિચારણા છે. તો બીજી તરફ લિફ્ટનો ઉપયોગ કરવા બાબતે કેટલો ચાર્જ વસુલવો તે વિચારણા પણ ચાલી રહી છે. બીજી તરફ મંદિર સાથે જે પણ ધાર્મિક આગેવાનો સંકળાયેલા છે તેઓ નિશુલ્ક રીતે આ લિફ્ટનો ઉપયોગ કરી શકે તેવી રજૂઆત પણ સરકારને કરવામાં આવી રહી છે. યાત્રાધામ પાવાગઢ થોડા સમય દરમિયાન સુવર્ણ કળશ ચઠાવવાની કામગીરી બાદ સુવર્ણ ધ્વજદંડ ટુક સમય દરમિયાન લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે માતાજીના ભાવીક ભક્તો માતાજીના નિજમંદીરે દર્શન કરવા ૪૦ સેકન્ડ મા ૧૨ જેટલા ભાવીક ભક્તો સાથે જઈ શકે તેવી લિફ્ટ ની તૈયારીઓ શરૂ કરાઈ છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદીરે માતાજીના દર્શનાર્થીઓ માટે ૨૧૦ ફુટ સુધી લીફટ બનાવવાની કામગીરી શરુ કરાઈ! માત્ર 40 સેકન્ડમાં પહોંચી જવાશે માતાજીના નિજ મંદિરે

Related posts

પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી માટે અપાતી સિલાઈના દરમાં વધારો કરાયો, મહિલા પોલીસ માટે પણ છૂટ-છાટ આપવામાં આવશે

Ritesh Parmar

હવસખોર કાકાની પાખંડી હરકત, સગી ભત્રીજીને અસ્લિલ વિડીયો બતાવી કરતો હતો અડપલા, પ્રતિકાર કરે તો આપતો વિજકરંટ અને લાકડીથી ફટકારતો, ગુનો નોંધાયો

Ritesh Parmar

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલ્વે એન્જિનિયરે મોતને વ્હાલું કર્યું, જુઓ CCTV

Ritesh Parmar

Leave a Comment