Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ ખાતેના 75 લાખના તોડકાંડના પડઘા, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ સાખરાની કંટ્રોલરૂમમાં બદલી કરાઈ

રાજકોટ ખાતેના 75 લાખના તોડકાંડના પડઘા, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ સાખરાની કંટ્રોલરૂમમાં બદલી કરાઈ

Our Visitor

009936
Total Users : 9936
Total views : 11626
Who's Online : 3

રાજકોટ ખાતેના 75 લાખના તોડકાંડના પડઘા, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ સાખરાની કંટ્રોલરૂમમાં બદલી કરાઈ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટમાં ફરજ દરમિયાન સાખરાને રૂપિયા ૭૫ લાખ અપાયાનો આક્ષેપ: અન્યો પર સંભવત હજુ આકરાં પગલાં આવે તેવી વાત

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર કમિશન લઇને કામ કરતા હોવાનો અને ૭૫ લાખ રૂપિયા લીધાના કરેલા ગંભીર આક્ષેપોમાં જે તે સમયે ૭૫ લાખ રૂપિયાનો વહીવટ જેના થકી થયાનો આક્ષેપ છે તે હાલ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.વી.સાખરા (રાજકોટના પૂર્વ ક્રાઇમબ્રાન્ચ પીએસઆઇ)ની તાત્કાલીક અસરથી પોલીસ કન્ટ્રોલરૂમમાં બદલી કરવામાં આવી છે અને હજુ વધુ કડક પગલાં તોળાય તેવી સંભાવનાઓની ચર્ચા ચાલી છે.

૧૫ કરોડના છેતરપિંડીના મામલામાં ૧૫ ટકાના કમિશનથી પોલીસ કમિશનર, ક્રાઇમબ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવી અને એ સમયના પીએસઆઇ સાખરાએ હવાલો રાખીને ૭૫ લાખ રૂપિયા કમિશન પેટે પડાવી લીધા હોવાના ભોગ બનેલા બિલ્ડર મહેશ સખિયા તેના ભાઇ જગજીવન સખિયાએ બે દિવસ પહેલા મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા હતાં અને આ સમગ્ર મુદ્દે ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને સંબોધી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવા માટે પત્ર લખ્યો હતો. જે પત્ર પણ પોલીસ માટે બોમ્બ બન્યો હતો.
રાજકોટથી ચારેક માસ પહેલા બદલી પામીને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં ફરજ બજાવનાર એસ.વી.સાખરાને જે તે સમયે ૫૦ લાખ અને ૨૫ લાખ મળી કુલ ૭૫ લાખ આપ્યાનો સખિયા બંધુનો આક્ષેપ છે. સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ તપાસનો આરભં કરાયો છે. લાખોના તોડકાંડમાં આક્ષેપધારી પીએસઆઇ સાખરા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં હોવાથી તૂર્ત જ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સાખરાને બદલીને પોલીસ કન્ટ્રોલરૂમમાં મુકી દીધા છે.


રાજકોટ ખાતેના 75 લાખના તોડકાંડના પડઘા, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ સાખરાની કંટ્રોલરૂમમાં બદલી કરાઈ

Related posts

રાજ્ય અને કેન્દ્રની સરકાર ભલે ડિજિટલ શિક્ષણ ઉપર ભાર આપતી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી સામે આવે છે, બનાસકાંઠામાં 45 થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા જ નથી

Ritesh Parmar

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Ritesh Parmar

જામનગર બન્યું મોદીમય; પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનશ્રીને આવકારવાં માનવ મહેરામણ ઉમટ્યું

Ritesh Parmar

Leave a Comment