Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જૂનાગઢના ગિરનારી સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ, બાપુને તેમના આશ્રમમાં સમાધિ અપાઈ

જૂનાગઢના ગિરનારી સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ, બાપુને તેમના આશ્રમમાં સમાધિ અપાઈ

Our Visitor

012987
Total Users : 12987
Total views : 15210
Who's Online : 1

જૂનાગઢના ગિરનારી સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ, બાપુને તેમના આશ્રમમાં સમાધિ અપાઈ

રીતેશ પરમાર

સેવક સમુદાય હીબકે ચડયો: ભારત સાધુ સમાજના મુકતાનદં બાપુ, ગુરૂભાઇ હરગોવિંદપુરિ બાપુ, પ્રયાગરાજના બાલવિરપુરિ સહિતના સંતો-મહંતોની હાજરી
જુનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં દાતારેશ્ર્વર જગ્યાના મહતં અને ગીરનારી સતં તરીકે સુપ્રસિદ્ધ કાશ્મીરી બાપુ ગઈકાલે ૯૭ વર્ષ એ બ્રહ્મલીન થતાં સતં સમુદાય તથા સેવક ગણમાં ભારે ગમગીની છવાઇ હતી ગઈ કાલે સવારે કાશ્મીરી બાપુ એ દેહ છોડતા અંતિમ દર્શન માટે ગઈકાલથી જ ભાવિકો એ કતારો લગાવી હતી તો કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતાં ગીરનાર તળેટી સતં મંડળમાં પણ ઘેરો શોક છવાયો હતો બાપુ બ્રહ્મલીન થતાં તેના ગુ ભાઈ હરગોવિંદ પુરી તથા મુંબઈના મહાલમી માં હનુમાનજી મંદિરના મહતં કેશવ પુરી બાપુ અને પ્રયાગરાજથી વાધંબરી ગાદીના મહતં બાલવીર પુરી બાપુ ઉપરાંત ભારત સાધુ સમાજના મુકતાનદં બાપુ તથા મોટા પીર બાવા તનસુખ ગીરીબાપુ, દ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ના ઇન્દ્રભારતી બાપુ, ભારતી આશ્રમ ના હરિહરાનદં બાપુ ઉપરાંત ગિરનાર સતં મંડળ તથા ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને મોટી સંખ્યામાં સેવક ઘણો સહિતનાઓ ઉપસ્થિત હતા

કાશ્મીરી બાપુ ના હત્પલામણા નામથી પ્રખ્યાત બાપુ નું સાચું નામ ઓમકાર ગીરી ગુ નિરંજન દેવ બાપુ હતું પરંતુ કાશ્મીરથી આવ્યા હોય જેથી લોકો તેને કાશ્મીરી બાપુ ના નામથી ઓળખતા કાશ્મીરી બાપુ છેલ્લા થોડાક દિવસોથી નાદુરસ્ત તબિયતને લઈને ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ કે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી સારવાર અંતર્ગત તબિયતમાં સુધારો જણાતાં બાપુને રજા આપવામાં આવી હતી પરંતુ ગઈકાલે સવારે જ એકાએક બાપુએ દેહત્યાગ કરી લેતા સેવક સમુદાય મા શોકની લાગણી છવાઈ હતી.

તો બીજી તરફ આજે સવારે બાપુને તેના આશ્રમ ખાતે જ શાક્રોકત વિધિ મંત્રોચાર સાથે સતં સમુદાય તથા સેવક ગણ ની ઉપસ્થિતિમાં ભાવભેર સમાધિ આપવામાં આવી હતી ત્યારે સેવક સમુદાય હીબકે ચડો હતો તેમજ બાપુ સાથે ના અંતિમ સંસ્કાર વાગોળી બાપુ ની ખોટ કયારેય પુરાસે નહીં તેમ જણાવ્યું હતું

ગીરનારી સતં તરીકેની ઓળખ ધરાવતા કાશ્મીરી બાપુ કયારે આશ્રમની બહાર નનીકળી આશ્રમ ખાતે જ ધૂણી ધખાવી પૂજામાં લીન રહેતા.

ભવનાથ તળેટી વિસ્તાર થી થોડે આગળ જંગલ વિસ્તારમાં આવેલદાતારેશ્ર્વર જગ્યાના મહતં તરીકે કાર્યરત કાશ્મીરી બાપુ ૯૭ વર્ષ ની વય ધરાવતા હતા પરંતુ બાપુ જવલ્લે જ આશ્રમની બહાર નીકળતા હતા આશ્રમ ખાતે મઢુલી ખાતે બિરાજમાન બાપુ કયારેય પણ પ્રસિદ્ધિનો મોહ ધરાવતા ન હતા તો ઉપરાંત ફકત અને ફકત આશ્રમ ને સેવા અને કર્મ નો સ્થાન બનાવી આશ્રમ ખાતે જ ભકિતમાં લીન રહેતા તો આ ઉપરાંત ભાવિકોને પણ આશ્રમ ખાતે પણ જવલ્લેજ દર્શન આપતા કાશ્મીરી બાપુ ના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવતા.


જૂનાગઢના ગિરનારી સંત કાશ્મીરી બાપુનું નિધન, ભક્તોમાં દુઃખની લાગણી ફેલાઈ, બાપુને તેમના આશ્રમમાં સમાધિ અપાઈ

Related posts

સુરતમાં કોંગ્રેસના ગુજરાત સાંકેતિક બંધને સારો પ્રતિસાદ! ઠેર ઠેર માર્કેટો, મોલ્સ, બજારો સજ્જડ બંધ, કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકની પોલીસે અટકાયત કરી, જુઓ વિડીયો

Ritesh Parmar

વર્દી પાછળ છુપાયેલું દર્દ કાયમ માટે શાંત: મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં અરેરાટી, પરિવાર ઉપર તૂટ્યો દુઃખનો પહાડ

Ritesh Parmar

ગુજરાત વિધાનસભામાં ‘નકલીકાંડ’નો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસના 10 ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડકોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા

Ritesh Parmar

Leave a Comment