Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ નજીક રૂ.21.55 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો, ટ્રક સહીત કુલ 31.60 લાખનો મુદ્દામાલ ઝડપાયો

રાજકોટ નજીક રૂ.21.55 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો, ટ્રક સહીત કુલ 31.60 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

રાજકોટ નજીક રૂ.21.55 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો, ટ્રક સહીત કુલ 31.60 લાખનો મુદ્દામાલ ઝડપાયો

વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ થાય તે પૂર્વે

5388 બોટલ દારૂ, ટ્રક અને મોબાઇલ મળી રૂા.31.60 લાખનો મુદ્ામાલ સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ
વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને સ્થાનિક ક્યા બુટલેગરને પહોંચાડવાનો હતો વિશેષ પૂછપરછ માટે ટ્રક ચાલકને રિમાન્ડ પર લેવાશે

વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ થાય તે પૂર્વે એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે રાજકોટ-અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા બામણબોર નજીક ગુંદાળા ગામના પાટીયા પાસેથી ટ્રકમાંથી રૂા.21.55 લાખની કિંમતનો 5388 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી છે. ટ્રક, દારૂ અને મોબાઇલ મળી રૂા.31.60 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાય રહે તે માટે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આપેલી સુચનાને પગલે એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ.એમ.એ.ઝણકાંત સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

બામણબોર ચેક પોસ્ટ નજીક ગુંદાળા ગામના પાટીયા પાસે પી.એસ.આઇ. એ.કે.રાઠોડ સહિતના સ્ટાફે વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં પુરપાટ ઝડપે આવતા ટ્રકને અટકાવી તલાશી લેતા જેમાંથી રૂા.21.55 લાખની કિંમતનો 5388 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બાડમેરનો સાગાંરામ મુલારામ કડવાસરાની ધરપકડ કરી હતી.

પોલીસે વિદેશી દારૂ, ટ્રક અને મોબાઇલ મળી રૂા.31.60 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે મુદ્ે ઝડપાયેલા સાગારામ જાટની પ્રાથમિક તપાશ હાથધરી છે.


રાજકોટ નજીક રૂ.21.55 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો, ટ્રક સહીત કુલ 31.60 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Related posts

સુરત / ઓલપાડ ખાતે હળપતિ સમાજના શપથ! કોંગ્રેસને આપશે સાથ, ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે કહ્યું કોંગ્રેસની સરકાર બનતાજ સમાજના પડતર પ્રશ્નોનું થશે જલ્દ નિરાકરણ

Ritesh Parmar

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેર પોલીસનું રૂટ મેપ સાથે મેગા કોમ્બિન્ગ યોજાયું! પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહીત તમામ ઉચ્ચ -અધિકારીઓ દ્વારા જગન્નાથ મંદિર થી રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર મેપ સાથે કોમ્બિંગ હાથ ધરાયું

Ritesh Parmar

અરે આ શુ છે ભાઈ લુખ્ખાઓના હાથની કઠપૂતળી બનતું જઈ રહ્યુ છે સુરત! સુરતમાં લુખ્ખા તત્વોની ભાઈગીરી વધી….ખુલ્લી તલવારો લઈને રસ્તા નીકળી પડ્યા, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment