
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
પ્રમોશન માટે પોલીસ કર્મચારીઓ મંત્રીઓના મિનિટ્સ કેવી રીતે મેળવે છે તે મને ખબર છે: ચીફ જસ્ટીસ
રાજકોટ ખાતે એક હિસ્ટ્રિશિટર આરોપીને પોલીસ દ્વારા જાહેરમાં ઢોર માર મારીને સરઘસ કાઢવાની ઘટનાની હાઇકોર્ટે પાંચ પોલીસ કર્મીઓને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને આ રૂપિયા ત્રણ દિવસમાં ભરી દેવાનો આદેશ કર્યો છે.
આ કેસની સુનાવણીમાં સોમવારે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે દોષિત પોલીસ કર્મીઓને 25 હજારનો દંડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે પોલીસ તરફથી સિનિયર એડવોકેટે બચાવમાં કહ્યું હતું કે, ‘તેઓ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારી છે. તેઓ 25 હજાર રૂપિયા કઈ રીતે ભરી શકશે. તેઓ સમાધાન માટે ફરિયાદીનો સંપર્ક કરી શકતા નથી’ ત્યારે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે એવી સૂચક અને વેધક ટકોર કરી હતીકે,’હું વ્યક્તિગત રીતે જાણું છું કે કોન્સ્ટેબલ્સ કઇ રીતે પોતાના પોસ્ટિંગ માટે મંત્રીઓ અને ધારાસભ્યોના મિનિટસ મેળવી લે છે. રોકડા ભરી દો અથવા અમે ચાર્જ ફ્રેમ કરવા તૈયાર છીએ.’ ત્યારબાદ પોલીસ કર્મીઓ તરફથી 10 હજાર ભરવાની તૈયારી દર્શાવતાં ચીફ જસ્ટિસે પાંચ કર્મચારીઓને 10-10 હજારનો દંડ ફટકાર્યો છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે સુનાવણી દરમિયાન એવી ટકોર કરી હતી કે,’દરેકે 10 હજાર રૂપિયાનો દંડ ભરવાનો રહેશે.અમે દરેકને કેલેન્ડર ન્યૂયરનો 15 હજાર રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ.*
*અમે તો 25-25 હજાર ભરવાનો આદેશ કરવાના હતા. તમે દંડ ભરો નહીં તો અમે તમારી વિરૂદ્ધ ચાર્જ ફ્રેમ કરીશું. ત્યારબાદ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, ‘ફરિયાદીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી તે કરી શકાયો નહોતો. પોલીસ કર્મચારીઓ રૂા.10 હજારનો દંડ ત્રણ દિવસમાં ભરવા તૈયાર છે. આ નિવેદનને રેકર્ડ પર લેવામાં આવે છે. આ કેસની અંતિમ સુનાવણી 17મી જાન્યુઆરીએ રાખીએ છીએ અને એ બાદ કોઇ મુદત આપવામાં આવશે નહીં. જો પક્ષકારો વચ્ચેની તકરારનું નિવારણ અનેઅને સમાધાન થઇ જાય તો આગામી મુદતે એ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. *જો રિપોર્ટ નહીં આપવામાં આવે તો ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. વર્ષ 2017માં રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજદાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે હાઇકોર્ટમાં આ ધરપકડ ગેરકાયદેસર હોવાના ઉપરાંત પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવાના દાવા સાથે અરજી કરવામાં આવી હતી. જે અંગે અરજદાર વતી હાજર થયેલ એડવોકેટે હાઇકોર્ટમાં બી.કે બાસુ વર્સિસ બંગાળના વર્ષ 1997 કેસને ધ્યાને લેવા રજુઆત કરી હતી. 1997 કેસમાં સુપ્રીમ કોર્ટે કોઈ અરોપીની ધરપકડ થયા બાદ ક્યા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે અંગે ગાઈડ જારી કરવામાં આવી હતી. જેનો સંદર્ભ ટાંકી અરજદાર સાથે થયેલા વર્તન અને પોલીસની કામગીરીને પડકારવામાં આવી છે.*
આ કેસની સુનાવણીમાં અગાઉ પણ હાઇકોર્ટે ભારે નારાજગી દર્શાવી હતી અને સવાલ કર્યો હતો કે, જો પોલીસ જાહેરમાં કોઇ પણ આરોપીને ઢોર માર મારી શકતી હોય તો તેઓ પોલીસ કસ્ટડીમાં તો શું કરતાં હશે? આવી રીતે તો પોલીસ કોઇને રીઢો ગુનેગાર બનવાની જાણે પ્રેરણા આપે છે. પોલીસની રજૂઆતને અમે શાશ્વત સત્ય માની લઇએ તો પણ શું જાહેરમાં કોઇ વ્યક્તિને માર મારવાનો પરવાનો પોલીસને મળી જાય છે?’ સાથે જ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ કેસ પોલીસ પર ચાર્જ ફ્રેમ કરવા માટેનો ફીટ કેસ છે. પ્રસ્તુત કેસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ‘આવા આરોપીઓની રજૂઆત પર પોલીસના કર્મચારી કે અધિકારીઓ પર ચાર્જ ફ્રેમ કરવામાં આવશે તો તેમની કારકિર્દી પર અવળી અસર પડશે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0